મધર્સ ડેના બીજા દિવસે સ્વ. ઈરફાન ખાનના દીકરા બાબીલે માતા સુતપા સિકંદર સાથેની તસવીર શૅર કરી હતી. બાબીલે આ તસવીર શૅર કરીને કહ્યું હતું, રાણી લાંબુ જીવો.
View this post on InstagramLong live the queen. Extended Mother’s Day.
A post shared by Babil Khan (@babil.i.k) on May 11, 2020 at 1:56am PDT
પરિવારની અનસીન તસવીર શૅર કરી
બાબીલે આ પોસ્ટ સાથે પરિવારની અનસીન તસવીર શૅર કરી હતી. એક તસવીરમાં બાબીલ માતા સાથે જોવા મળે છે. બીજી તસવીર ફેમિલી વેકેશનની છે, જેમાં ઈરફાન કેમેરાની સામે જુએ છે. બેકડ્રોપમાં બરફ તથા પર્વતો જોઈ શકાય છે. બાબીલ તથા સુતપા એકબીજા સાથે વાત કરવામાં વ્યસ્ત છે.
ઈરફાન ખાનને અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવી
મહારાષ્ટ્રના ઈગતપુરી ગામના લોકોએ ઈરફાન ખાનને અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે ઈરફાન ખાનના ફાર્મહાઉસના વિસ્તારનું નામ બદલીને હીરો-ચી-વાડી (હીરોનું ઘર) પાડ્યું છે. મહારાષ્ટ્રના ઈગતપુરીમાં ત્રિંગલવાડી ફોર્ટમાં દસેક વર્ષ પહેલાં ઈરફાન ખાને જમીન ખરીદી હતી. અહીંયા ઈરફાન ખાને ફાર્મહાઉસ બનાવ્યું હતું. ઈરફાન ખાનને ગામની પરિસ્થિતિ જોઈને અહીંયાના લોકોએ એમ્બ્યૂલન્સની માગણી કરી હતી. ઈરફાને એક મહિનાની અંદર ગામની આ માગણી પૂરી કરી હતી. આટલું જ નહીં આ ગામમાં ઈરફાને સ્કૂલમાં સુધારા-વધારા પણ કરાવ્યા હતાં, કમ્પ્યૂટર્સ આપ્યા હતાં, પુસ્તકો પણ આપ્યા હતાં. તહેવારોમાં ઈરફાન ગામના બાળકો માટે મીઠાઈ પણ મોકલાવતા હતાં. આટલું જ નહીં બાળકોને સ્વેટર્સ, રેઈન કોટ્સ પણ આપ્યા હતાં. ગામ માટે ઈરફાન ભગવાન જેવો છે. ઈરફાન ખાને ક્યારેય મદદની ના પાડી નહોતી.
ઈરફાનનું 29 એપ્રિલે નિધન
29 એપ્રિલના રોજ ઈરફાન ખાનનું કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ છેલ્લાં બે વર્ષથી ન્યૂરોએન્ડ્રોક્રાઈન ટ્યૂમરથી પીડાતા હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2SSpEZM
https://ift.tt/3fGi3XW
No comments:
Post a Comment
If you have any doubts please let me know!