Monday, May 11, 2020

અનિલ કપૂરે રોગપ્રતિકારક શક્તિ વધારવા અંગે વાત કરી, કહ્યું- મક્કમ મનોબળ સાથે દિવસની શરૂઆત કરો

63 વર્ષીય અનિલ કપૂરે સોશિયલ મીડિયામાં વર્કઆઉટની કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરો શૅર કરીને એક્ટરે ‘મન્ડે મોટિવેશન’ પર એક લાંબી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેમણે ઈમ્યૂનિટી સિસ્ટમ (રોગ પ્રતિકાર શક્તિ) વધારવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે દિવસની શરૂઆતમાં ઈચ્છાશક્તિનો સંકલ્પ કરવો અને પછી તેને પૂરો કરવાનો પ્રયાસ કરવો.

અનિલ કપૂરે આ વાત કહી
અનિલ કપૂરે કહ્યું હતું, ઘણી સવાર અન્ય દિવસો કરતાં વધુ મુશ્કેલ હોય છે. ઘણાં દિવસો હું એક કલાક વધારે સૂઈ જાઉં છું. જોકે, મારું વર્ક આઉટ, મારી ફિટનેસ જરૂરથી મારી રાહ જોતા હોય છે. આથી જ આપણું મન કોઈ પણ હેલ્થ ડ્રાઈવમાં મહત્ત્વનો ભાગ ભજવતુંહોય છે. કોવિડ 19 જેવા સુક્ષ્ણજીવાણુંઓ સામે લડવાનો લાંબા ગાળાનો ઉપાયપૂર્ણ રીતે સેલ્ફ આઈસોલેશન કે પછી સતત પોતાની જાતને ડિસઈન્ફેક્ટિંગ કરવી એ નથી. આની સામે લડવા માટે શરીર તથા મનની ઈમ્યૂનિટી વધારવાની જરૂરી છે, કારણ કે આ પહેલીવાર કે છેલ્લીવાર નથી.

View this post on Instagram

Some mornings are tougher than others. Some days I would rather hide another hour under the covers . But my work out, my fitness regime will still be waiting when I do roll back the covers. That’s why our mind plays such an important part in any health drive. The long-term solution to fighting microbes like Covid-19 is not complete isolation or endless disinfecting, but building immunity of the body and mind to fight any such external aggravators, because this is not the first or the last one...Our mind is the one part of the body we have to work the hardest on, and yet the results of this hard work may not always be manifest to others. There is no mind bicep to flex no brain six pack to show off . But mind is what will make the difference to a successful health kick. Every day, the first thing I flex is the power of my mind to get up get rolling , move beyond what obstacles it has placed in my way , remove what clouds of doubt have come over me . If you think you can, you will. If you think you can't, you won't. Either way, you will prove yourself right . So embrace the mind and start your day by first flexing your will power and your resolve. #mondaymotivation

A post shared by anilskapoor (@anilskapoor) on May 11, 2020 at 12:52am PDT

વધુમાં અનિલ કપૂરે કહ્યું હતુ કે વર્કઆઉટ રૂટિન શરૂ કરતા પહેલાં ઈચ્છાશક્તિ પ્રબળ કરવાની જરૂરી છે. તેમણે કહ્યું હતું, આપણું મન આપણાં શરીરનો જ એક હિસ્સો છે અને તેથી જ આપણે તેની પર વધારે મહેનત કરવાની જરૂર છે. જોકે, આ સખત મહેનતનુંપરિણામ અન્ય માટે સ્પષ્ટ હોય તે જરૂરી નથી. મનના ક્યારેય બાઈસેપ્સ બની શકતા નથી અને મગજના સિક્સ પેક ક્યારેય શો ઓફ કરી શકાય નહીં. જોકે, મન એ છે કે જે સારા સ્વાસ્થ્ય અંગેનો તફાવત કહી શકે છે. રોજ સવારે, હું સૌ પહેલાં મારા રસ્તામાં આવતા અવરોધોને દૂર કરું છું. મનમાં રહેલા શંકાના વાદળોને હટાવું છું. જો તમે નક્કી કરશો કે તમે આ કરી શકશો તો ચોક્કસથી તમારાથી એ થશે. જો તમે એમ વિચારશો કે તમારાથી આ નહીં થાય તો તમે એ ક્યારેય કરી શકશો નહીં. કોઈ પણ રીતે તમે તમારી જાતને સારી રીતે સાબિત કરો. મક્કમ મનોબળ સાથે દિવસની શરૂઆત કરો અને ઈચ્છા શક્તિ તથા સંકલ્પ શક્તિને મજબૂત બનાવો

સેલેબ્સે તથા ચાહકોએ કમેન્ટ્સ કરી
અનિલ કપૂરની તસવીર જોઈને ચાહકો તથા સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. અભિષેક બચ્ચને કમેન્ટમાં કહ્યું હતું, વાઉં તો આનંદ આહુજાએ કહ્યું હતું કે ઘણી જ સુંદર વાત કહી અને સારું ઉદાહરણ આપ્યું. ચાહકોએ અનિલ કપૂરના બાઈસેપ્સ પર કમેન્ટ્ કરી હતી.

અનિલ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ છેલ્લે મોહિત સૂરીની ફિલ્મ ‘મલંગ’માં જોવા મળ્યા હતાં. હવે, તેઓ જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ ‘મુંબઈ સાગા’માં જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actor Anil Kapoor pens inspirational note on building immunity


from Divya Bhaskar https://ift.tt/2SVbgA6
https://ift.tt/3fFlPRF

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...