Friday, May 8, 2020

સલમાનની ‘રાધે’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની ચર્ચા, સિંગલ-મલ્ટીપ્લેક્સના માલિકોએ ચેતવણી આપી

સલમાન ખાનની ‘રાધે’ ડિજિટિલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની ચર્ચાને કારણે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ માહોલ છે. થિયેટર માલિકોએ કહ્યું હતું કે આ દુનિયાભરમાં માનવામાં આવતા નિયમોનું ઉલ્લંઘન છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ જાય તેના આઠ અઠવાડિયા બાદ જ તેને ડિજિટિલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી શકાય છે. આનાથી ફિલ્મ વ્યવસાય સાથે જોડાયેલા તમામ સ્ટેકહોલ્ડરના હિતોનું રક્ષણ થાય છે. આ નિયમો કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ બનાવ્યા છે.

થિયેટર એસોસિયેશનને ચેતવણી આપી
મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (MIA)ના અધિકારીઓએ કહ્યું હતું કે આ અંગે સલમાન સાથે વાત કરવામાં આવશે. આ સંકટના સમયે કયા પ્રોડ્યૂસર્સ સાથે રહેશે અને કયા પ્રોડ્યૂસર્સ પરિસ્થિતિ સામે ઝૂકી જશે, તેના પર કંઈ કહી શકાય તેમ નથી. જો સલમાન ડાયરેક્ટ ડિજિટલ પ્લેટફોર્મ પર જાય છે તો તેની ફિલ્મની સિનેમા વેલ્યૂ રહેશે નહીં. આ સાથે જ આગામી વર્ષોમાં જ્યારે તેની ફિલ્મ આવશે ત્યારે તે સમયે ચોક્કસથી જડબાતોડ જવાબ આપવમાં આવશે.

250 કરોડની ઓફર મળવી મુશ્કેલ
અધિકારીઓએ કહ્યું હતું કે ડિજિટિલ પ્લેટફોર્મ થિયેટર જેટલી કમાણી કરાવી શકે નહીં. આ મુશ્કેલ છે કે કોઈ પણ ડિજિટિલ પ્લેટફોર્મ 250-300 કરોડ રૂપિયાની ઓફર આપે. આટલી ઓફર મળે તો જ ફિલ્મ નફો કરી શકે તેમ છે.

ચાહકો સલમાનની ફિલ્મ થિયેટરમાં જોવા ઈચ્છે છે
ડિસ્ટ્રીબ્યૂટર અને ટ્રેડ એનાલિસ્ટ અક્ષય રાઠીએ કહ્યું હતું કે જો કોઈ પણ ચાહકને પૂછવામાં આવે તો તે સલમાનને મોબાઈલને બદલે થિયેટરમાં જોવાનું પસંદ કરશે. સલમાનના સ્ટારડમનો સીધો સંબંધ થિયેટર સાથે છે.

આ વાતને નકારી શકાય નહીં કે ફિલ્મના કુલ કલેક્શનમાં 60 ટકા ફાળો થિયેટરનો તથા 40 ટકા ફાળો ડિજિટલ, સેટેલાઈટ તથા અન્ય મીડિયમનો હોય છે. જો સલમાન ઈચ્છે છે કે તે સ્ટાર બની રહે તો તેણે ચાહકોને યોગ્ય રીતે એન્ટરટેઈન કરવા જોઈએ. થિયેટર ખુલ્યા બાદ લોકો આવશે જ નહીં, આ ડર પાયાવિહોણો છે.

થોડાં સમય પહેલાં જ જ્યારે દારૂની દુકાનો ખોલવામાં આવીતો લોકો કેવી રીતે તૂટી પડ્યાં હતાં તો દર્શકો નહીં આવે તેની ચિંતા કરવા જેવી નથી. થિયેટરમાં યોગ્ય સલામતીના પગલાં લેવાશે તો લોકો ચોક્કસથી આવશે.

બિગ બજેટ તથા સ્ટાર્સ તો હાલ ફિલ્મ રિલીઝ ના કરે
ટ્રેડ એક્સપર્ટ, ડિસ્ટ્રીબ્યૂટર તથા થિયેટર માલિક રાજ બંસલે કહ્યું હતું કે ઈટલી, સ્પેન તથા હોંગકોંગમાં હવે લોકો રેસ્ટોરાંમાં જાય છે. માર્કેટમાં પણ જાય છે. મોલ્સ પણ ખુલવા લાગ્યા છે. ધીમે ધીમે ડર દૂર થઈ રહ્યો છે. એ વાત નક્કી છે કે સપ્ટેમ્બર મહિના સુધી આપણે કોરોનાથી મુક્ત થઈ જઈશું અથવા તો આ ડરનો માહોલ દૂર થશે. દિવાળીથી ફિલ્મ્સ રિલીઝ શરૂ થઈ જશે. ત્યાં સુધી બિગ બજેટ ફિલ્મ્સ તથા સ્ટાર્સે તો ફિલ્મ રિલીઝ ના જ કરવી જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Discussion of Salman's 'Radhe' release on digital platform, single-multiplex owners warn


from Divya Bhaskar https://ift.tt/35S9aX7
https://ift.tt/35IbKPl

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...