Sunday, May 24, 2020

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ રોહન મેહરા એક્ટર મોહિત બઘેલના નિધનથી ભાંગી પડ્યો

‘બિગ બોસ’નો પૂર્વ સ્પર્ધક તથા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ રોહન મહેરાએ હાલમાં જ એક્ટર મોહિત બઘેલના નિધન બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 23 મેના રોજ 27 વર્ષીય મોહિતનું ઉત્તર પ્રદેશમાં કેન્સરને કારણે નિધન થયું હતું.
રોહને શ્રદ્ધાંજલિ પાઠવી
રોહને મોહિતની તસવીરો શૅર કરીને પોસ્ટ લખી હતી. રોહને કહ્યું હતું, ‘જીવન કેટલું અચોક્કસ છે. મારા એક માત્ર મિત્રના જવાથી મને ઘણું જ દુઃખ થયું. આ વાત માની ના શકાય તેવી છે. મારુંહૃદય રડી રહ્યું છે. મને હજી પણ યાદ છે કે સાત વર્ષ પહેલાં અમારી મુલાકાત ફિલ્મ ‘યુવા’ના સેટ પર થઈ હતી. અમે તરત જ એકબીજાના મિત્રો બની ગયા હતાં. અમે એકબીજાને સીક્રેટ્સ કહેતા અને એકબીજાનો સપોર્ટ કરતાં. ભાઈ, તું હંમેશાં મારી સાથે છે. તારી આત્માને શાંતિ મળે. તારી બહુ જ યાદ આવશે. હું ઈચ્છું છું કે RIPનો અર્થ રિટર્ન ઈફ પોસિબલ (શક્ય હોય તો પરત ફર) એવો થાય.’ રોહનની આ પોસ્ટ પર સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું હતું. હિના ખાને કમેન્ટ કરતાં કહ્યું હતું કે ઓય માય ગોડ. તે ઘણીવાર મોહિતને મળી છે. રોહન મજબૂત બન. તેને ખ્યાલ છે કે તે મોહિતની કેટલો નિકટ હતો. ભગવાન તેની આત્માને શાંતિ આપે.

ડિરેક્ટ રાજ શાંડિલ્યે નિધનની પુષ્ટિ કરી હતી
‘ડ્રીમગર્લ’ ફૅમ ડિરેક્ટર રાજ શાંડિલ્યે મોહિત બઘેલના નિધનના સમાચારની પુષ્ટિ કરી હતી. મોહિત, રાજને પોતાનો મેન્ટર માનતો હતો. રાજે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું, મોહિત, મારા ભાઈ, કેમ આટલી ઉતાવળ કરીજવાની? મેં તને કહ્યું હતું કે જો તારા માટે આખી ઈન્ડસ્ટ્રી અટકી ગઈ છે. જલ્દીથી ઠીક થઈ જા. ત્યારબાદ કામ શરૂ કરીશું. તારી એક્ટિંગ બહુ જ સારી હતી અને આથી જ આગામી ફિલ્મના સેટ પર તારી રાહ જોઈશ. તારે આવવું જ પડશે. ઓમ સાંઈ રામ.

રાજ શાંડિલ્યે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે છેલ્લાં છ મહિનાથી મોહત દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં કેન્સરની સારવાર લેતો હતો. તેણે 15 મેના રોજ મોહિત સાથે વાત કરી હતી અને તે એકદમ ઠીક હતો. તે કેન્સરમાંથી સાજો થઈ રહ્યો હતો. તે મથુરામાં પેરેન્ટ્સ તથા મોટા ભાઈ સાથે રહેતો હતો. કોમન ફ્રેન્ડે મોહિતના નિધનના સમાચાર આપ્યા હતાં. મોહિતનું નિધન મથુરા સ્થિત તેના ઘરમાં જ થયું હતું.

મોહિતે રાજ શાંડિલ્ય સાથે ‘કોમેડી સર્કસ’ તથા ‘જબરિયા જોડી’માં કામ કર્યું હતું. રાજે કહ્યું હતું કે તે પોતાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં મોહિતને લેવા માગતો હતો પરંતુ ડેટ્સના ઈશ્યૂને કારણે સાથે કામ કરવું શક્ય બન્યું નહીં. વધુમાં રાજે કહ્યું હતું કે મોહિત ઘણો જ ટેલેન્ટેડ એક્ટર હતો. તેની કોમિક ટાઈમિંગ ગજબની હતી. તેની પાસે ‘મિલન ટોકિઝ’ તથા ‘બંટી ઔર બબલી 2’ એમ બે ફિલ્મ હતી. મોહિતે ‘ઈક્કીસ તોપો કી સલામી’ તથા ‘ગલી ગલી ચોર હૈં’માં પણ કામ કર્યું હતું.

કોમેડી શોથી કરિયરની શરૂઆત કરી હતી
1993માં મથુરામાં જન્મેલા મોહિતને નાનપણથી જ એક્ટર બનવું હતું. આ જ કારણે તે નાની ઉંમરમાં મુંબઈ આવી ગયો હતો. તેણે કોમેડી શો ‘છોટે મિયાં’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ સલમાને તેને ફિલ્મ ‘રેડી’માં કાસ્ટ કર્યો હતો. મોહિત છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા તથા પરિણીતી ચોપરાની ફિલ્મ ‘જબરિયા જોડી’માં જોવા મળ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Yeh Rishta Kya Kehlata Hai' fame Rohan Mehra broken up over actor Mohit Baghel’s death


from Divya Bhaskar https://ift.tt/2TAXYch
https://ift.tt/3d3H11S

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...