Sunday, May 24, 2020

સુનીલ લહરીએ કહ્યું, સેટ પર નાનકડો સાપ મારા પગ પર ચઢી ગયો હતો

‘રામાયણ’માં લક્ષ્મણનો રોલ પ્લે કરનાર સુનીલ લહરી સિરિયલના શૂટિંગ સમયના રસપ્રદ કિસ્સા શૅર કરે છે. તેઓ સોશિયલ મીડિયામાં શૂટિંગ દરમિયાન કેવી મુશ્કેલી પડી કે પછી સેટ પર કેવી મજાક મસ્તી કરી તે અંગે વાત કરતા હોય છે. હાલમાં સિરિયલમાં રામ-લક્ષ્મણ-સીતા વનવાસે જાય છે અને તેઓ એક પછી એક જંગલ પસાર કરે છે, તે સીક્વન્સ ચાલે છે.સુનીલ લહરીએ આ સીનને લઈને વાત કરી હતી.

નાનકડો સાપ આવ્યો હતો
સુનીલ લહરીએ કહ્યું હતું, જંગલના સીનનું શૂટિંગ સ્ટૂડિયોની પાછળના ભાગે આવેલા જંગલમાં જ કરવામાં આવ્યું હતું. તેઓ પોતાના સીનની રાહ જોઈને સેટ પર ખુરશી પર આરામથી બેઠા હતાં. ત્યાં અચાનક જ તેમને લાગ્યું કે તેમના પગ પર કંઈક
ચઢી રહ્યું છે. તેમને મનમાં એમ કે જંગલ જેવું છે તો અહીંયા મચ્છર કે પછી અન્ય જીવજંતુ હશે. તેમણે તરત જ પગ પર માર્યું અને હાથમાં પકડી લીધું. તેમણે જોયું તો તેમના હાથમાં નાનકડો સાપ હતો. તેમને લાગ્યું કે સારું છે કે મોટો સાપ નથી. જો મોટો સાપ હોત તો ખબર નહીં તેમની સાથે શું થાત. ઉલ્લેખનીય છે કે હિંદુ માન્યતા પ્રમાણે, લક્ષ્મણએ શેષનાગનો અવતાર છે. તેથી જ સુનીલ લહરીએ કહ્યું હતું કે તેમની પાસે સાપ આવી ગયો હતો.

View this post on Instagram

shooting Ke Piche Ki Kuch Ankahi chatpati baten

A post shared by Sunil Lahri (@sunil_lahri) on May 24, 2020 at 12:37am PDT

ચાહકોએ પૈસા ચઢાવ્યા
વનવાસ સમયે એક સીનમાં રામ-લક્ષ્મણ તથા સીતાને એક મુનિજી જ્ઞાન આપતા હોય છે. આ સીનના શૂટિંગ દરમિયાન રામ (અરૂણ ગોવિલ) તથા લક્ષ્મણ (સુનીલ લહરી) સેટ પર સીતા (દીપિકા ચિખલિયા)ની રાહ જોતા હોય છે. તેઓ બંને અંદરોઅંદર વાત કરતા હોય છે. ત્યારે અચાનક જ સેટ પર 20-25 લોકો શૂટિંગ જોવા માટે ભેગા થઈ જાય છે. પહેલાં આ તમામ લોકો તેમની આગળ હાથ જોડે છે. પછી તેમને 25-50-100 રૂપિયા ચઢાવે છે. આ જોઈને તેઓ કહે છે કે તેમને કેમ પૈસા આપ્યા? તો જે 20-25 લોકો છે, એ એમ કહે છે કે તેમના માટે તેઓ ભગવાન છે અને ભગવાનના દર્શન કરીએ ત્યારે તેમને પૈસા ચઢાવવામાં આવે છે. આ સમયે અરૂણ ગોવિલ તથા સુનીલ લહરી પૈસા લેવાની ના પાડે છે. તો લોકો એમ કહે છે કે પૈસા પર ઓટોગ્રાફ કરી આપો. તો સુનીલ લહરી કહે છે કે ચલણી નોટ પર ઓટોગ્રાફ કરી શકાય નહીં. અંતે, આ તમામ લોકો શાંતિથી શૂટિંગ જોઈને પછી પરત ફરે છે.

સુનીલ લહરીએ કહ્યું, લૉકડાઉન જલ્દી પૂરું થાય
આ પહેલાં સુનીલ લહરીએ એક તસવીર શૅર કરી હતી. આ તસવીર ફિલ્મ ‘ફિર આઈ બરસાત’ની છે. આ તસવીરમાં સુનીલ લહરી તથા અનુરાધા પટેલ વોટર ફાઉન્ટેનની નીચે રોમેન્ટિક સીન કરતાં જોવા મળે છે. તસવીર સાથે સુનીલે કહ્યું હતું, જેવી રીતે ફિલ્મ ‘ફિર આઈ બરસાત’માં મેં અને અનુરાધાએ ફુવારા નીચે એન્જોય કર્યું હતું તે જ રીતે આ ગરમીમાં આપણે એ આશા ના રાખી શકીએ કે આ રીતે ફુવારા હોય અને એન્જોય કરીએ. કાશ, આ લૉકડાઉન જલ્દી પૂરું થાય. ઉલ્લેખનીય છે કે 1985માં રિલીઝ થયેલી આ ફિલ્મને જયપ્રકાશક વિનાયકે ડિરેક્ટ કરી હતી. ફિલ્મને શૈલેન્દ્રે પ્રોડ્યૂસ કરી હતી. ફિલ્મમાં સઈદ જાફરી, અશોક કુમાર તથા નીલમ જેવા કલાકારો હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sunil Lahiri said, a small snake on the set climbed on my leg


from Divya Bhaskar https://ift.tt/36CkjM5
https://ift.tt/2TyB7xQ

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...