ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે લોકપ્રિય સોનુ સૂદ રિયલ લાઈફમાં હીરો બનીને સામે આવ્યો છે. સોનુએ અત્યાર સુધી 750થી વધુ પ્રવાસીઓને તેમના વતન મોકલ્યા છે. હવે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેના વખાણ કર્યાં છે. સ્મૃતિએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘સોનુ, તે જરૂરિયાતમંદ પ્રત્યે જે દયા દાખવી તેને લઈ મને ગર્વ છે.’
સ્મૃતિએ ટ્વીટ કરી
સોનુની એક ટ્વીટ શૅર કરીને સ્મૃતિએ કહ્યું હતું, ‘પોતાના સાથી કલાકાર તરીકે હું તને છેલ્લાં બે દાયકાથી ઓળખું છું. એક એક્ટર તરીકે તારી સફળતા સેલિબ્રેટ કરી છે પરંતુ આજે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં જે દયા તે દાખવી છે, તેને લઈ મને ગર્વ છે. જરૂરિયાતમંદોની મદદ માટે આભાર.’
I’ve had the privilege of knowing you as a professional colleague for over 2 decades now @SonuSood & celebrated your rise as an actor ;but the kindness you have displayed in these challenging times makes me prouder still 🙏thank you for helping those in need🙏🙏 https://t.co/JcpoZRIr8M
— Smriti Z Irani (@smritiirani) May 24, 2020
સોનુ સતત મદદ કરી રહ્યો છે
સોનુ સૂદ પોતાની મિત્ર નીતિ ગોયલની સાથે સતત મુંબઈમાં ફસાયેલા લોકોને તેમના વતન મોકલી રહ્યો છે. અત્યાર સુધી તેણે 20 બસોમાં કર્ણાટક, યુપી, ઝારખંડ તથા બિહારના શ્રમિકોને તેમના ઘરે મોકલ્યા છે. શ્રમિકોને ઘરે મોકલવાનો તમામ ખર્ચ સોનુ સૂદ ભોગવી રહ્યો છે. આટલું જ નહીં સોનુ સૂદ રોજ મુંબઈના અંધેરી, જોગેશ્વરી, બ્રાંદ્રા તથા જુહૂમાં 45 હજાર જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડી રહ્યો છે. સોનુ સૂદ પિતાના નામ પરથી ‘શક્તિ અન્નદાનમ’ હેઠળ જરૂરિયાતમંદ લોકોને ભોજન તથા કરિયાણું આપે છે. સોનુએ પોતાની મુંબઈમાં આવેલી હોટલ પણ મેડિકલ સ્ટાફને રહેવા માટે આપી દીધી છે.
સોનુ સૂદ ટ્વીટ પણ શૅર કરે છે
કેટલાંક લોકો સોનુ સૂદને ટેગ કરીને ટ્વિટર પર મદદ માગતા હોય છે. સોનુ આ ટ્વીટ શૅર પણ કરે છે. આમાંથી ઘણાં વિદ્યાર્થીઓ પણ હોય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ARISbL
https://ift.tt/2TyQfM2
No comments:
Post a Comment
If you have any doubts please let me know!