લૉકડાઉનમાં બોલિવૂડ સ્ટાર્સ સતત જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યાં છે. આ દરમિયાન વચ્ચે એવા ન્યૂઝ હતાં કે આમિર ખાને ગરીબોને ટ્રક ભરીને ઘઉંના લોટના એક કિલોના પેકેટમાં 15 હજાર રૂપિયા મૂકીને મદદ કરી હતી. જોકે, હાલમાં જ આમિર ખાને આ વાતને અફવા ગણાવી હતી. આમિરે આને લઈને ટ્વીટ પણ કરી હતી.
આમિરે શું ટ્વીટ કરી?
આમિર ખાને ટ્વીટ કરી હતી, હું એ વ્યક્તિ નથી, જેણે ઘઉંના લોટના પેકેટમાં પૈસા મૂક્યા હતાં. આ વાત પૂરી રીતે ખોટી છે અથવા તો રોબિનહૂડ જાતે આ વાત કોઈને કહેવા ઈચ્છતો નથી. સુરક્ષિત રહો.
Guys, I am not the person putting money in wheat bags. Its either a fake story completely, or Robin Hood doesn't want to reveal himself!
— Aamir Khan (@aamir_khan) May 4, 2020
Stay safe.
Love.
a.
વીડિયો વાયરલ થયો હતો
થોડાં સમય પહેલાં ટિકટોક પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકોએ એક કિલો ઘઉંના લોટના પેકેટ લીધા તે તમામને નાવાઈ લાગી હતી. જ્યારે આ લોકોએ પેકેટ ખોલ્યું તો તેમાંથી 15-15 હજાર રૂપિયા મળ્યાં હતાં. આ સાથે જ આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ રૂપિયા આમિર ખાને મૂક્યાં હતાં.
આમિરે કોરોનવાઈરસની લડાઈમાં ગુપ્તદાન કર્યું હોવાની ચર્ચા
સૂત્રોના મતે, આમિર ખાને PM CARE ફંડ, મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડ, ફિલ્મ વર્કર્સ એસોસિયેશન, કેટલીક એનજીઓને દાન આપ્યું છે. આ ઉપરાંત આમિરે પોતાની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ના રોજમદાર શ્રમિકોને પણ સહયોગ આપ્યો છે. આમિર ખાન હંમેશા જ કોઈ જાતની પબ્લિસિટી વગર દાન કરવામાં માને છે, તેમ તેના નિકટના સૂત્રોએ કહ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2L1l8Uk
https://ift.tt/2WqjLnK
No comments:
Post a Comment
If you have any doubts please let me know!