અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યાએ લૉકડાઉનમાં કોરોના વોરિયર્સની હિંમતને સલામ કરીને આભાર માન્યો હતો. આરાધ્યાએ એક ડ્રોઈંગ બનાવ્યું હતું. આ ડ્રોઈંગને ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન તથા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં શૅર કર્યું હતું.
ઐશ્વર્યાએ કહ્યું, મારી ડાર્લિંગ આરાધ્યાનો આભાર અને પ્રેમ
View this post on Instagram✨❤️🌟🇮🇳🌏🌸🥰my darling Aaradhya’s Gratitude and Love ❤️✨🙏
A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on May 3, 2020 at 11:39am PDT
અમિતાભ બચ્ચને આરાધ્યાનું પેઈન્ટિંગ શૅર કરીને કહ્યું હતું કે આઠ વર્ષની હોવા છતાંય તે ફીલ કર્યું, તું સમજી, તે વ્યક્ત કર્યું. આ મારી પૌત્રીઆરાધ્યાએ બનાવ્યું છે.
View this post on InstagramA post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 4, 2020 at 12:54am PDT
અભિષેક બચ્ચને હાર્ટ ઈમોજી સાથે દીકરીનું પેઈન્ટિંગ શૅર કર્યું હતું.
View this post on InstagramA post shared by Abhishek Bachchan (@bachchan) on May 3, 2020 at 10:55pm PDT
આરાધ્યાએ પોતાના ડ્રોઈંગમાં કોરોના વોરિયર્સ જેમ કે ડોક્ટર્સ, નર્સ, આર્મી જવાન, પોલીસ, શિક્ષકો તથા પત્રકારોના ચિત્ર બનાવ્યા હતાં. આ સાથે જ આરાધ્યાએ ઘરમાં રહો, સલામત રહો તે સંદેશ લખીને આભાર વ્યક્ત કર્યો હતો. આ ડ્રોઈંગમાં આરાધ્યા પોતાના પેરેન્ટ્સનો હાથ પકડીને ઊભી હોય છે. આરાધ્યાએ પિતા અભિષેકને યલો ટી-શર્ટ તથા જીન્સ, માતા ઐશ્વર્યાને વ્હાઈટ ડ્રેસ તથા પોતાના માટે પિંક ડ્રેસ પંસદ કર્યો હતો. આખા ડ્રોઈંગમાં આરાધ્યાએ લાલ તથા વિવિધ રંગના દિલ બનાવ્યા હતાં.
આરાધ્યા આઠ વર્ષની છે
આરાધ્યાનો જન્મ 16 નવેમ્બર, 2011માં થયો હતો. તે આઠ વર્ષની છે. આરાધ્યા મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેને પેઈન્ટિંગ, ડાન્સિંગ તથા સિંગિંગનો શોખ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WqsCFL
https://ift.tt/2KUc9od
No comments:
Post a Comment
If you have any doubts please let me know!