લૉકડાઉન હોવાને કારણે બોલિવૂડને પણ અસર પડી છે. છેલ્લાં દોઢ મહિનાથી એક પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ શકી નથી. શૂટિંગ પણ બંધ છે. આ જ કારણથી બોલિવૂડમાં ચર્ચા થવા લાગી છે કે કેટલીક ફિલ્મ્સ હવે થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. આટલું જ નહીં કરનની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની લીડ કાસ્ટે પૈસામાં ઘટાડો કર્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જાહન્વી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ ડિજિટિલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની વાત થવા લાગી હતી. હવે, આ તમામ ચર્ચાઓને લઈ કરન જોહરે ટ્વીટ કરી હતી.
હવે, કરને સ્પષ્ટતા કરી
કરન જોહરે ટ્વિટર પર ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી, મારી તમામ મીડિયા ફ્રેન્ડ્સને વિનંતી છે કે અમારી ફિલ્મને લઈ કોઈ જાતની ધારણા ના બાંધો. આ સમય બિઝનેસ માટે ઘણો જ કપરો છે અને આવા સમયે ખોટા સમાચાર પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે. મહેરબાની કરીને ઓફિશિયલ ન્યૂઝ માટે કોઈ પણ ઓફિશિયલ જાહેરાતની રાહ જુઓ. આ મારી નમ્ર વિનંતી છે.
My hugest request to my media friends not to reach any assumptions on our fraternity films...these are challenging times for the business and false news only makes the situation worse! Please wait for official news on any account!! This is a humble request....
— Karan Johar (@karanjohar) May 4, 2020
‘બ્રહ્માસ્ત્ર’ને લઈને ચર્ચા થઈ હતી
સૂત્રોના મતે, કરન જોહરની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું હજી પણ 40 દિવસનું શૂટિંગ બાકી છે. લૉકડાઉનને કારણે હજી પણ શૂટિંગમાં મોડું થશે. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ શૂટિંગ બાકી હોવાથી ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. હવે, ફિલ્મ આ વર્ષે ચાર ડિસેમ્બરે રિલીઝ થવાની છે. જોકે, શૂટિંગ બાકી હોવાથી ફિલ્મ રિલીઝ થશે કે નહીં તેને લઈ આશંકા છે. આ ફિલ્મનું બજેટ ખૂબ જ વધી ગયું છે. આથી જ બોલિવૂડમાં એવી ચર્ચા થવા લાગી હતી કે રણબીર તથા આલિયાએ ફીમાં ઘટાડો કર્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VZlL7e
https://ift.tt/2Yywqr9
No comments:
Post a Comment
If you have any doubts please let me know!