Monday, May 4, 2020

તમિળ ફિલ્મ પ્રોડ્યૂસર્સે તમિળનાડુ સરકાર પાસે પોસ્ટ પ્રોડક્શન કામ શરૂ કરવાની પરવાનગી માગી

લૉકડાઉન દરમિયાન તમિળ ફિલ્મ પ્રોડ્યૂસર્સે તમિળનાડુ સરકારને પોસ્ટ પ્રોડક્શનને લગતુંકામ શરૂ કરવાની પરવાનગી માગી છે. પ્રોડ્યૂસર્સેસોમવાર, ચાર મેના રોજ મુખ્યમંત્રી પલાનીસ્વામીના નામે એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં પ્રોડ્યૂસર્સે કહ્યું હતું કે લૉકડાઉનને કારણે અલગ-અલગ ફિલ્મ પર તેમના 500 કરોડથી વધુ નાણા ફસાયેલા છે. આથી જે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, તેના પોસ્ટ પ્રોડક્શન કામની પરવાનગી આપવામાં આવે.

અનેક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે
લેટરમાં કહેવામાં આવ્યું હતું, અમે તમિળ સિનેમાના પ્રોડ્યૂસર્સ છીએ અને 24 માર્ચ, 2020થી લૉકડાઉન જાહેર કરતાં અમારી તમામ ફિલ્મનું પ્રોડક્શન અટકી ગયું છે. લૉકડાઉનને કારણે તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 500 કરોડથી વધુ રૂપિયા ફસાયેલા છે, આમાં એ ફિલ્મ પણ સામેલ છે, જેનું માત્ર પોસ્ટ પ્રોડક્શનનું કામ બાકી છે.

પત્રમાં આગળ કહેવામાં આવ્યું હતું, પ્રોડ્યૂસર્સને ખ્યાલ છે કે ચેન્નઈ રેડ ઝોનમાં હોવાને કારણે અનેક લોકોની સાથે શૂટિંગની પરવાનગી આપવી મુશ્કેલ છે. જોકે, યોગ્ય દિશા-નિર્દેશો હેઠળ પ્રોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ કરવાની તેઓ અપીલ કરે છે.

સાવધાની રાખવામાં આવશે
પ્રોડ્યૂસર્સે કહ્યું હતું, તમિળ ફિલ્મ પ્રોડ્યૂસર્સ FEFSI (ફિલ્મ એમ્પ્લોયઝ ફેડરેશન ઓફ સાઉથ ઈન્ડિયા)ની સાથે મળીને એ વાતની ગેરંટી આપે છે કે પ્રોસ્ટ પ્રોડક્શનના કામમાં જોડાયેલા લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરશે. આ સાથે જ કામની જગ્યાને સેનિટાઈઝેશન કરવામાં આવશે. ગ્લવ્ઝ તથા માસ્ક પહેરીને તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવશે.

પત્રમાં કેરળ સરકારનો ઉલ્લેખ કર્યો
પ્રોડ્યૂસર્સે લેટરમાં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે કેરળ સરકારે પાંચથી ઓછા લોકોની સાથે પોસ્ટ પ્રોડક્શન પ્રવૃત્તિ શરૂ કરવાની પરવાનગી આપી છે. ત્યાં કામ પણ શરૂ થઈ ગયું છે. પત્રના મતે, પોસ્ટ પ્રોડક્શન પ્રવૃત્તિમાં એડિટિંગ, ડબિંગ, VFX/CJI, ડિજિટલ ઈન્ટરમીડિયરી, બેકગ્રાઉન્ડ સ્કોર, સાઉન્ડઈફેક્ટ્સ, મિક્સિંગ જેવા કામ હોય છે.

લૉકડાઉનને કારણે અનેક તમિળ ફિલ્મના શૂટિંગ અટકી ગયા છે, આમાં વિક્રમની ફિલ્મ ‘કોબરા’ તથા સિમ્બુની ‘મનાડૂ’ પણસામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tamil film Producers urge Tamil Nadu government to grant permission to resume post-production work


from Divya Bhaskar https://ift.tt/3cej6fy
https://ift.tt/2KWQX0J

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...