Tuesday, May 19, 2020

બોલિવૂડ-ટીવી એક્ટર અમિત સાધ બે મહિના બાદ ઉત્તરાખંડથી મુંબઈ પરત ફર્યો

બોલિવૂડ એક્ટર અમિત સાધ છેલ્લાં બે મહિનાથી ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં હતો. હાલમાં જ અમિત સાધ મુક્તેશ્વરથી મુંબઈ બાય રોડ 1800 કિમી ડ્રાઈવ કરીને આવ્યો હતો. અમિત સાધ 16 માર્ચે મિત્રો સાથે મુક્તેશ્વર આવ્યો હતો. ત્યારબાદ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તે અહીંયા ફસાઈ ગયો હતો.

મુક્તેશ્વરમાં જ રહેવાની ઈચ્છા
અમિત સાધે કહ્યું હતું કે તેને મુક્તેશ્વરમાં રહેવાને લઈ કોઈ ફરિયાદ નહોતી. શરૂઆતમાં મુંબઈ પરત ફરવાનો નિર્ણય મુશ્કેલ હતો, કારણ કે તેઓ અહીંયા ઘણાં જ કમ્ફર્ટ ઝોનમાં હતાં અને અહીંયા કોવિડ 19ના કેસ પણ નથી. જોકે, પછી તેમને લાગ્યું કે હવે ઘરે પરત ફરવાનો સમય થઈ ગયો છે. તેનાઘરનો હેલ્પર પ્રકાશ તથા તેના ડોગ્સ મુંબઈમાં એકલા છે અને તેને તે બધાની યાદ આવતી હતી.

લૉકડાઉન 4માં આંતરરાજ્ય મુસાફરીમાં છૂટછાટ આપવામાં આવી છે અને તેથી જ તે મુંબઈ પરત ફરી શક્યો. અમિતે વધુમાં કહ્યું હતું કે જે લોકો અન્ય રાજ્યમાં ફસાઈ ગયા છે, હવે તેઓ પોતાના પરિવાર પાસે પરત આવી શકશે. ઉત્તરાખંડની સરકારના સપોર્ટ વગર તે મુંબઈ પરત ફરી શક્યો ના હોત. સરકારે તેને પરમીટ લેવામાં ઘણી મદદ કરી હતી.

રોડ જર્ની પર અમિત સાધે કહ્યું હતું કે મિત્રો વારાફરતી ડ્રાઈવ કરતાં હતાં અને વચ્ચે વચ્ચે બ્રેક લઈને ગાડી ઊભી રાખતા હતાં. કોરોના મહામારીને લઈ અમિત સાધે કહ્યું હતું કે આપણે બધા બ્રેન ડેડ થઈ ગયા હતાં અને કોરોનાવાઈરસે આપણને જગાડી દીધા હતાં. આ સમયે આપણને મુશ્કેલ વાસ્તવિકતાનો સામનો કરાવ્યો છે. જો લોકો હજી પણ નહીં શીખે તો તેને લાગતું નથી કે તેઓ ક્યારેય સારા માટે સુધરી શકે.

40 વર્ષીય અમિત સાધે કહ્યું હતું કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ શૂટિંગ માટે જતો હતો. તેને ક્યારેય મનની શાંતિ મળી નહોતી. જોકે, આ સમય દરમિયાન તેને મનની શાંતિ મળી. આ બે મહિના મહિનામાં તેણે જીવનનું મહત્ત્વ સમજ્યું.

ઉલ્લેખનીય છે કે અમિત સાધે નીના ગુપ્તાના પ્રોડક્શન હાઉસની ટીવી સિરિયલ ‘ક્યૂ હોતા હૈં પ્યાર’થી વર્ષ 2004માં ટીવી કરિયરની શરૂ કરી હતી. ત્યારબાદ તે ‘બિગ બોસ’, ‘ફિઅર ફેક્ટર’, ‘નચ બલિયે’ જેવા શોમાં કામ કર્યું હતું. બોલિવૂડ કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2010માં ‘ફૂંક 2’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તે વર્ષ 2013માં ‘કાઈ પો છે’માં જોવા મળ્યો હતો. વિદ્યા બાલનની ફિલ્મ ‘શકુંતલા દેવી’માં અમિત સાધ જોવા મળશે. તે વેબસીરિઝ ‘બારોટ હાઉસ’ તથા ‘ઓપરેશન પરીંદે’માં પણ જોવા મળ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bollywood-TV actor Amit Sadh returned to Mumbai from Uttarakhand after two months


from Divya Bhaskar https://ift.tt/3fYRbCO
https://ift.tt/2zRZuQ8

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...