Tuesday, May 19, 2020

નીતુ સિંહે પતિ રિશી કપૂરને યાદ કરી ફેમિલી ફોટો શેર કર્યો, લખ્યું- કાશ આ ફોટો જેમ છે એમ જ રહ્યો હોત

67 વર્ષની વયે મૃત્યુ પામનાર લેજન્ડ એક્ટર રિશી કપૂરની કમી તેમના પરિવારને ઘણી વર્તાઈ રહી છે. તેમની દીકરી રિધ્ધિમા અવારનવાર પિતા સાથેના પરિવારના થ્રોબેક ફોટોઝ શેર કરતી રહેતી હોય છે. નીતુ સિંહે હવે પતિને યાદ કરી પરિવારનો એક થ્રોબેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે પતિ રિશી કપૂર, દીકરા રણબીર, દીકરી રિધ્ધિમા અને તેની છોકરી સમારા સાથેનો ફોટો શેર કર્યો છે.

નીતુ કપૂરે ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, કાશ આ ફોટો જેમ છે એમ જ આખો પરિવાર રહ્યો હોત. આ ફોટો નીચે ઘણા સેલેબ્સે કમેન્ટ કરી. એકતા કપૂર, સુઝેન ખાન, શ્વેતા બચ્ચન, મનીષ મલ્હોત્રા વગેરેએ કમેન્ટ કરી હતી. રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટના મમ્મી સોની રાઝદાને પણ કમેન્ટ કરી હતી કે, હા ખરેખર.

રિશી કપૂરનું નિધન 30 એપ્રિલના રોજ મુંબઈમાં થયું હતું. મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નીતુ સિંહે અગાઉ રિશી કપૂરનો ફોટો શેર કરી લખ્યું હતું કે, અમારી સ્ટોરીનો અંત થયો. રિશી કપૂર માટેની પ્રાર્થના સભા દીકરી રિધ્ધિમા દિલ્હીથી મુંબઈ આવી ત્યારબાદ ઘરે રાખવામાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Neetu Kapoor remembers Rishi Kapoor with adorable family picture: 'How I wish this could remain complete'


from Divya Bhaskar https://ift.tt/3cFLxn3
https://ift.tt/3g2i8Fz

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...