Tuesday, May 19, 2020

સુનીલ લહરીએ કહ્યું, ‘રામાયણ’માં રાજા દશરથના નિધનની સીક્વન્સ શૂટ કરવી સરળ નહોતી

હાલમાં સ્ટાર પ્લસ પર રામાનંદ સાગરની ટીવી સિરિયલ ‘રામાયણ’ પ્રસારિત થઈ રહી છે. આ સિરિયલ પહેલાં દૂરદર્શન પર આવતીહતી. સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી આ સિરિયલમાંહાલમાં રામ-લક્ષ્મણ-સીતા વનવાસ જાય છે અનેઅયોધ્યામાં રાજા દશરથનું નિધન થાય છે, તે સીક્વન્સ ચાલે છે. લક્ષ્મણ બનેલા સુનીલ લહરી સોશિયલ મીડિયામાં સિરયિલ સાથે સંકળાયેલા રસપ્રદ કિસ્સા શૅર કરે છે.

રાજા દશરથના નિધનના શૂટિંગ સમયે સેટ પર ગમગીન માહોલ
સુનીલ લહરીએ રાજા દશરથના નિધનનુંશૂટિંગ કેવી રીતે કરવામાં આવ્યું હતું, તેને લઈવાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજા દશરથનું નિધનવાળાસીનનું શૂટિંગ કરવું ઘણું જ મુશ્કેલ હતું. સેટ પર ઘણો જ ગમગીન માહોલ જોવા મળ્યો હતો. સેટ પર હાજર રહેલાં દરેકની આંખોમાંથી આંસુ વહેતા હતાં. આટલું જ નહીં ડિરેક્ટર રામાનંદ સાગરની આંખો પણ ભીની થઈ ગઈ હતી. તેમના માટે પણ આ સીનનું શૂટિંગ કરવું સરળ નહોતું.

View this post on Instagram

shooting Ke Piche ki Kuchh Ankahi chatpati baten

A post shared by Sunil Lahri (@sunil_lahri) on May 19, 2020 at 1:05am PDT

મોલ્ડ બનાવતા બે દિવસ થયા
સુનીલ લહરીએ કહ્યું હતું કે રાજા દશરથના નિધન માટે બહુ બધા ફૂલો તથા તેલની જરૂર પડી હતી. આટલું જ નહીં રાજા દશરથના પાર્થિવ દેહને સિરિયલમાં એક ટબમાં રાખવામાં આવ્યો હતો. આ ટબના મોલ્ડને બનાવતા બે દિવસનો સમય લાગ્યો હતો.

કૌશલ્યાજી સૌથી વધુ દુઃખી હતી
સિરિયલમાં દશરથતથા કૌશલ્યાનો રોલ પ્લે કરનાર બાલ ધૂરી તથા જયશ્રી ગડકરરિયલ લાઈફમાં પતિ-પત્ની છે. સુનીલ લહરીએ કહ્યું હતું કે કૌશલ્યાજી માટે આ સીનનું શૂટિંગ કરવું બહુ જ મુશ્કેલ હતું. આ સીનમાંથી રિકવર થતાં તેમને એક દિવસનો સમય લાગ્યો હતો.

રાજા દશરથ બનેલા બાલ ધૂરીનો લાસ્ટ સીન હતો
સુનીલ લહરીએ વધુમાં કહ્યું હતું કે રાજા દશરથનું નિધન થતાં જ એક્ટર બાલ ધૂરીના હિસ્સાનું શૂટિંગ પૂર્ણ થઈ જતું હતું. તેમના માટે આ લાસ્ટ શિડ્યૂઅલ હતું. રિયલ લાઈફમાં તેઓ ઘણાં જ મિલનસાર તથા સ્વભાવે મસ્તીખોર હતાં. આથી જ સેટ પર બધાને એ વાતનું પણ દુઃખ હતું કે હવે બાલ ધૂરી સાથે શૂટિંગ કરવાનું થશે નહીં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sunil Lahiri says it was not easy to shoot a sequence of Raja Dasharatha's demise in 'Ramayan'


from Divya Bhaskar https://ift.tt/3dZdZjV
https://ift.tt/2LCC0kK

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...