અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી વેબ સીરિઝ ‘પાતાલ લોક’ હાલમાં જ એમેઝોન પર સ્ટ્રીમ થઈ હતી. સીરિઝ સ્ટ્રીમ થતાં જ એક વિવાદ શરૂ થયો છે. ફિલ્મ ‘સુઈ ધાગા’ તથા ‘દમ લગા કે હઈશા’માં કામ કરનાર મહેશ શર્માએ સીરિઝમાં કલાકારોને રોલ આપવા અંગે નેપોટિઝ્મનો આક્ષેપ મૂક્યો છે. આ આક્ષેપને એક્ટર દર્શન જરીવાલાએ પણ પુષ્ટિ આપી છે. આ મામલે દિવ્ય ભાસ્કરે બંને સાથે વાત કરી હતી.
મહેશ શર્માએ આક્ષેપ મૂકતા કહ્યું હતું કે ‘પાતાલ લોક’માં વિશાલ ત્યાગીનોરોલ એક્ટર અભિષેક બેનર્જીએ પ્લે કર્યો હતો. તેઓ કાસ્ટિંગ એજન્સી સાથે જોડાયેલા છે. આ એજન્સીનો ખોટો ઉપયોગ કરીને તેમણે પોતે ખોટી રીતે રોલ મેળવ્યો હતો અને અન્ય કલાકારોને રોલ આપ્યા હતાં. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોતાની વાત રજૂ કરી હતી.
અનેક કાસ્ટિંગ ડિરેક્ટર્સ પર આંગળી ઉઠાવી
મહેશે આ વેબ શો ઉપરાંત અન્ય પ્રોજેક્ટ્સમાં પણ અભિષેક બેનર્જી પર સામાન્ય કલાકારોના ઓડિશનમાં અનિયમિતતાનો આરોપ મૂક્યો હતો. મહેશના મતે, કલાકારોના ઓડિશન સંબંધિત ડિરેક્ટર્સ તથા પ્રોડ્યૂસર્સને મોકલવામાં આવતા નથી. તેમની જગ્યાએ કાસ્ટિંગ એજન્સીના પ્રમુખ જાતે અથવા તો એજન્સીમાં કામ કરનાર આસિસ્ટન્ટને રોલ આપી દેતા હોય છે. મહેશે અભિષેક બેનર્જી ઉપરાંત ઈન્ડસ્ટ્રીના અન્ય કાસ્ટિંગ ડિરેક્ટર્સ મુકેશ છાબરા તથા જોગી પર પણ સંગીન આરોપો મૂક્યા હતાં. આ આરોપ ફિલ્મમાં સામાન્ય કલાકારોને રોલ ના આપવાને લઈને છે.
કોઈ એજન્સીમાંથી કાસ્ટિંગ માટે ફોન આવતો નથી
મહેશ શર્માએ કહ્યું હતું, જેટલી પણ મોટી કાસ્ટિંગ એજન્સી છે, તે તમામ લોકો કલાકારોનું શોષણ કરે છે. મને યશરાજની ફિલ્મ સિવાય કોઈ પણ મોટી એજન્સીમાંથી ઓડિશન માટે ક્યારેય ફોન આવ્યો નથી. જ્યારે પણ શરત કટારિયા ફિલ્મ કરે ત્યારે મને તેમની ફિલ્મમાં કામ મળે છે. બાકીના સમયમાં હું નાના બજેટની ફિલ્મમાં જ કામ કરું છું. મને ક્યારેય મોટા કાસ્ટિંગ ડિરેક્ટરનો ફોન આવ્યો નથી.
કાસ્ટિંગ એજન્સીના લોકો અંદરોઅંદર રોલ વહેંચી લે છે
મહેશ શર્માએ આગળ કહ્યું હતું, આ પ્રકારનું શોષણ માત્ર મારી સાથે જ નહીં પણ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોનું થઈ રહ્યું છે. આ કલાકારોનું કાસ્ટિંગ ડિરેક્ટર્સ કે પછી મેકર્સ સાથે કોઈ કનેક્શન નથી. અભિષેક બેનર્જી, મુકેશ છાબરાની કાસ્ટિંગ એજન્સીથી લઈને અન્ય જગ્યાઓ પર તેમના આસિસ્ટન્ટ જ બિગ બજેટ ફિલ્મ તથા વેબ શોમાં કાસ્ટ થઈ રહ્યાં છે. અભિષેક બેનર્જી અનેક ફિલ્મ તથા વેબ શોમાં જોવા મળ્યાં છે. ‘છપાક’માં દીપિકાના સ્કૂલ સમયના બોયફ્રેન્ડનો રોલ પ્લે કરનાર અજય બિષ્ટ, અભિષેકનો આસિસ્ટન્ટ છે. તે લોકોનું કાસ્ટિંગ થાય છે પરંતુ અમને કોઈ માહિતી આપવામાં આવતી નથી.
હવે આ મનમાની સહન નહીં કરીએ
મહેશના મતે, અનેકવાર અમારા જેવા કલાકારોનું ઓડિશન લેવામાં પણ આવે તો ડિરેક્ટર આગળ ખોટું કહી દેવામાં આવે છે કે આ કલાકાર પાસે ડેટ નથી અથવા તો તેનું બજેટ વધારે છે, નખરા વધુ કરે છે. આ પ્રકારના એક્ટર તથા ડિરેક્ટર-પ્રોડ્યૂસર્સ વચ્ચેની કડી કાસ્ટિંગ ડિરેક્ટર છે. આ કાસ્ટિંગ ડિરેક્ટર એક્ટર્સને ત્યાં સુધી પહોંચવા જ દેતા નથી. તેમની મનમાની હવે અમે લોકો સહન કરીશું નહીં. અમે લોકોએ કાસ્ટિંગ ડિરેક્ટરના ખોટાં વ્યવહારને લોકો સમક્ષ લાવવાનું નક્કી કર્યું છે. સોશિયલ મીડિયામાં અમે મૂવમેન્ટ શરૂ કરી દીધી છે.
12 વર્ષથી અમારી સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે
મહેશે કહ્યું હતું, ‘પાતાલ લોક’માં 10 લોકો એવા છે, જે કાસ્ટિંગ એજન્સીમાં કામ કરે છે. ‘છપાક’માં છ લોકો એવા હતાં. આ કાસ્ટિંગ એજન્સીઓમાં અમે છેલ્લાં 12 વર્ષથી ઓડિશન આપીએ છીએ પરંતુ તેમના તરફથી હંમેશાં એક જ જવાબ આવે છે કે તમે સારા એક્ટર છો પરંતુ ખબર નહીં કેમ અમે તમને કામ અપાવી શકતા નથી. ‘પાતાલ લોક’ની વાત તો બાજુએ રહી, અલી અબ્બાસ ઝફરનો ‘તાંડવ’ શો શરૂ થવાનો છે. તેનું કાસ્ટિંગ પણ થઈ ગયું અને અમને લોકોને ખ્યાલ સુદ્ધા નથી. અમને તો સાંભળવા મળ્યું કે કાસ્ટિંગ એજન્સીવાળાને જકાસ્ટ કરવામાં આવ્યા છે.
દર્શન જરીવાલાએ મહેશના આરોપોની પુષ્ટિ કરી
થિયેટર તથા ફિલ્મ કલાકાર દર્શન જરીવાલાએ પણ મહેશ શર્માના આરોપોની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું, એથિકલી કાસ્ટિંગ એન્જસીમાં કામ કરતાં લોકોએ એક્ટિંગ કરવી જોઈએ નહીં. હું FTII (ફિલ્મ એન્ડ ટીવી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા)ના એક પોસ્ટ ગ્રેજ્યૂએટને ઓળખું છે. તેમણે એક્ટિંગમાં હાથ અજમાવ્યો પણ સફળતા મળી નહીં. તેમણે કાસ્ટિંગ એજન્સી જોઈન કરી અને તે કામ કરે છે. તે પોતે ક્યાંય એક્ટિંગ કરતાં નથી.
પશ્ચિમી દેશોમાં આવું થતું નથી
દર્શન જરીવાલાએ આગળ કહ્યું હતું, મેં પશ્ચિમમાં પણ આ પ્રોસેસ જોઈ છે. ત્યાં પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર કોઈ એક કાસ્ટિંગ ડિરેક્ટર કે એજન્સી પાસેથી એક્ટર્સની ડિમાન્ડ કરતાં નથી. ત્યાં બધા પાસે આ ડિમાન્ડ મોકલવામાં આવે છે, જેથી લોકશાહી ઢબે એક્ટરની પસંદગી થઈ શકે. અહીંયા બોલિવૂડમાં આવું નથી. અહીંયા જે કાસ્ટિંગ ડિરેક્ટર્સ પાસે પ્રોજેક્ટ આવે છે, તે નેપોટિઝ્મ શરૂ કરે છે. તે પોતાના જાણીતા લોકોને કામ અપાવે છે અથવા તો પોતે જ એક્ટિંગ કરવા લાગે છે.
NSDનું એક ગ્રૂપ પણ છે
વધુમાં દર્શન જરીવાલાએ કહ્યું હતું, કાસ્ટિંગ ડિરેક્ટર્સની વાત તો મૂકો અહીંયા તો જે NSD (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા)માંથી પાસ થઈને આવે છે, તેના પણ નાના-નાના કેમ્પ છે. જો કોઈ એક્ટરને એક્ટિંગ એટલી સારી નથી ફાવતી તો પણ તેને શક્ય તેટલી મદદ કરવામાં આવે છે. આને કારણે જે એક્ટર નાના શહેરોથી મુંબઈ આવે છે અથવા તો તે મોટા શહેરના છે પરંતુ તે કાસ્ટિંગ ડિરેક્ટર્સના કેમ્પમાં નથી અથવા તો તેની ટીમમાં નથી તો તેને વેબ શો કે ફિલ્મની માહિતી પણ મળતી નથી. તેનો સંઘર્ષ વર્ષો સુધી ચાલે છે. તે કામ વગર જ મુંબઈમાં પડ્યો રહે છે.
સિન્ટાએ કહ્યું, કોઈ ઉકેલ હોય તો કહો
આ અંગે જ્યારે દિવ્ય ભાસ્કરે કલાકારોના સૌથી મોટા સંગઠન સિન્ટાના પ્રમુખ સુશાંત સિંહનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે કાસ્ટિંગ ડિરેક્ટર્સ પર વર્ષોથી આરોપ મૂકવામાં આવે છે પરંતુ આ મુદ્દે કોઈ મને ઉકેલ આપે તો અમે તરત જ તેનો અમલ કરીશું. ભારતમાં એવી કઈ જગ્યા છે, જ્યાં કોઈ પોતાના દીકરા કે ભત્રીજાને રાખતું નથી. ફિલ્મમાં એવો કોઈ કેમ્પ બતાવામાં આવે, જ્યાં પોતાના લોકોને રાખવામાં ના આવ્યા હોય. હું પણ આઉટસાઈડર છું. કોઈ ઉકેલ આપે તો સિન્ટા તેને તરત જ અમલી બનાવશે.
અમારી સલાહ પર કામ થયું નથી
વધુમાં સુશાંતે કહ્યું હતું, જો અમે લોકો એજન્સી પર બૅન મૂકીએ તો એ કેવી રીતે ખબર પડે કે તેણે પોતાના ઓળખીતાને કાસ્ટ નથી કર્યો. હું છેલ્લાં પાંચ વર્ષથી સિન્ટામાં છું. મને પ્રેક્ટિકલ ઉકેલ મળતો નથી. અમે 2015માં જ પ્રોડ્યૂસર્સને કહ્યું હતું કે કાસ્ટિંગનો કોલ સિન્ટા દ્વારા લેવામાં આવે. ઓનલાઈન માહિતી મૂકવામાં આવે પરંતુ આમ થયું નહીં. હું માનું છું કે આ શોષણ છે. ભાઈ-ભત્રીજાવાદ છે પરંતુ આપણાં સમાજમાં આમ જ ચાલતું આવ્યું છે.
અમારી સંસ્થા કેટલાં લોકો પર નજર રાખશે?
ભલામણ નહીં પરંતુ માત્ર મેરિટને જ કામ મળશે. આ સમસ્યાનો ઉકેલ તો સમાજની મોટી મોટી સંસ્થાઓ અને સરકાર પાસે નથી, તો અમે તો શું છીએ? અમારી સંસ્થા કેટલાં કાસ્ટિંગ ડિરેક્ટર્સ પર નજર રાખશે? મુંબઈમાં જ એક દિવસમાં 100 જગ્યાએ શૂટિંગ થાય છે. એક શૂટમાં બે કલાકારો પણ હોય તો 200 લોકો શૂટ કરતા હોય છે. અમારી સંસ્થા કેટલાં પર નજર રાખશે?
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2z7ken5
https://ift.tt/2WDQdnU
No comments:
Post a Comment
If you have any doubts please let me know!