Monday, May 18, 2020

જેનેલિયાએ શાકાહારી બનવાનો અનુભવ વર્ણવ્યો, કહ્યું- અન્ય ફાયદાઓ ઉપરાંત મારી અંદરની ક્રૂરતા પહેલાં કરતાં ઓછી થઈ

બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા દેશમુખે હાલમાં જ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં જેનેલિયાએ પોતાના ખેતરમાં ઊગેલી જાંબલી રંગની ઓર્ગેનિક કોબીજ તથા તેનો સૂપ બતાવ્યો હતો. આ સાથે જ પોસ્ટમાં શાકાહારી બનવાના અનુભવ અંગે વાત કરી હતી. તેના મતે, શાકાહારી બન્યા બાદ તેની અંદર પશુઓ પ્રત્યેની ક્રૂરતા પહેલાં કરતાં ઓછી થઈ છે અને તે વધુ દયાળું બની છે. આ સાથે જ તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં ભગવદ ગીતાનું એક વાક્ય શૅર કર્યું હતું, જેમાં દરેક જીવના દર્દને અનુભવવા અંગેની વાત લખી હતી.

પોસ્ટમાં શું લખ્યું?
જેનેલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું, મેં થોડાં વર્ષ પહેલાં શાકાહરી બનવાનો નિર્ણય લીધો હતો. સાચું કહું તો મને લાગતું હતું કે આ બહુ જ મુશ્કેલ રહેશે, પરંતુ મેં આ નિર્ણયને પૂરો કરવા માટે દૃઢ સંકલ્પ કર્યો હતો. આ યાત્રા દરમિયાન મેં છોડની સુંદરતાનો અનુભવ કર્યો, છોડના વિવિધ રંગોને મેં તેમની રીતે જોયા, તે પોષકતત્વોને મેં તેમનામાંથી મેળવ્યા અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત કે પશુઓ પ્રત્યેની ક્રૂરતા મારામાં પહેલાં કરતાં ઓછી થઈ ગઈ.

View this post on Instagram

Turning vegetarian was a choice I took a couple of years ago.. I honestly thought it was going to be really really tough but I was determined to make it work.. On my journey I realised the beauty of plants, the various colours I see through them and eventually the nutrients I get through them but most importantly I feel less cruel to animals.. My mother in law grew some beautiful organic cabbages in our farm.. We have been enjoying it raw through salads practically everyday but today decided to make a soup out of it.. I’ve heard of artificial colours being used in food to enhance colours and have been ever so against them but here I had got to see a pure beautiful purple colour, a colour I never thought I would get so effortlessly and to top it all it was super duper healthy ( literally farm to table.) Not just me, the kids believed it was a unicorn 🦄 colour they had got and had their soup as well.. Aai thank you for filling my Sunday with colour❤️❤️❤️❤️❤️

A post shared by Genelia Deshmukh (@geneliad) on May 17, 2020 at 8:27am PDT

સલાડ તરીકે ખાતા હતાં, આજે સૂપ બનાવ્યો
વધુમાં જેનેલિયાએ કહ્યું હતું, મારી સાસુમાએ અમારા ખેતરમાં ઓર્ગેનિક કોબીજ ઊગાડી છે અમે રોજ સલાડમાં ખાતા હતાં પરંતુ આજે અમે તેનો સૂપ બનાવ્યો. મેં સાંભળ્યું છે કે રંગોની માત્રા વધારવા માટે ભોજનમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે અને હું હંમેશાંથી આના વિરોધમાં છું, પરંતુ અહીંયા મને શુદ્ધ તથા સુંદર જાંબલી રંગ જોવાની તક મળી. આ એક એવો રંગ છે, જે સરળતાથી મેળવવા અંગે મેં ક્યારેય વિચાર્યું સુદ્ધાં નહોતું. સૌથી મોટી વાત એ છે કે આ સુપર ડુપર સ્વાસ્થ્યવર્ધક (સાચે જ ખેતરથી ટેબલ સુધી) પણ છે. માત્ર હું જ નહીં પણ બાળકો પણ માને છે કે આ યુનિકોર્ન રંગ (જેને ક્યારેય જોયો ના હોય) હતો. મા, મારા રવિવારને રંગોથી ભરવા માટે તમારો આભાર.

ઈન્સ્ટા સ્ટોરીમાં ભગવદ ગીતાનું વાક્ય શૅર કર્યું
આ પોસ્ટની સાથે જેનેલિયાએ ઈન્સ્ટા સ્ટોરીમાં ભગવદ ગીતાનું એક વાક્ય પણ શૅર કર્યું હતું, જેમાં લખ્યું હતું કે જ્યારે તમે તમારા હૃદયમાં દરેક જીવની પીડાનો અનુભવ કરવા લાગો છો ત્યારે તે ચેતના છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actress Genelia described her experience of being a vegetarian


from Divya Bhaskar https://ift.tt/2Zbc33T
https://ift.tt/3dXaH0y

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...