Monday, June 15, 2020

ફોરેન્સિક ટીમ તપાસ માટે ફ્લેટ પર પહોંચી, અત્યાર સુધી 17 લોકોની પૂછપરછ કરી, આ સવાલો પોલીસ માટે તપાસનો વિષય

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસી લગાવી હોવાની વાત સામે આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે શ્વાસ રૂંધાવાને લીધે તેનું મૃત્યુ થયું છે. તેના ગળા પર ફાંસીના નિશાન છે, તે સિવાય શરીર પર અન્ય કોઈ જગ્યાએ ઈજાના નિશાન નથી. જો કે, હાલ પોલીસે આ મામલે દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ શું છે ?

ફ્લેટની ફોરેન્સિક તપાસ, અત્યાર સુધી 17 લોકોની પૂછપરછ કરી
સુશાંતના ઘરે ફોરેન્સિક એક્સપર્ટની ટીમ સોમવારે પહોચી છે. ત્રણ અધિકારીઓ સુશાંતના ફ્લેટ પર પહોચ્યા છે. પોલીસ પહેલેથી જ ઘરમાં હાજર છે. હાલ સુશાંતના મિત્રોનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું છે. સુશાંત સિંહની બહેન મીતુ સિંહનું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કર્યું છે. મીતુ પરિવારની પ્રથમ મેમ્બર હતી જેણે સુશાંતના મૃતદેહને લટકતો જોયો હતો. આ ઉપરાંત પોલીસ અત્યાર સુધી 17 લોકોની પૂછપરછ કરી ચૂકી છે, તેમાંથી ઘણા પરિવારના મેમ્બર છે.

સ્યૂસાઇડ નોટ ના મળતા હેવ મુંબઈ પોલીસ આ સવાલોના જવાબ શોધી રહી છે...
1. સુશાંતના જીજાજીએ પૂછેલા પ્રશ્નો ?
સુશાંત સિંહ રાજપૂતના જીજાજી સિનિયર IPS ઓફિસર ઓપી સિંહે આરોપ લગાવ્યો છે કે, આ મોતમાં કઈક ગડબડની શંકા છે. તેઓ આખી ઘટનાની તપાસ માગી રહ્યા છે. આની પહેલાં કાલે જ સુશાંત સિંહના મામાએ પટનામાં કહ્યું હતું કે, તેણે આત્મહત્યા કરી નથી. આ એક મર્ડર છે અને પોલીસે તેની તપાસ કરવી જોઈએ. ઓપી સિંહ હરિયાણામાં પોલીસમાં ડિરેક્ટર જનરલ છે અને ત્યાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્પેશિયલ ઓફિસરની પોસ્ટ પર ફરજ બજાવે છે.

2. સુશાંત સિંહની તબિયત ખરેખર ખરાબ હતી તો તેની તરફથી બધા નિર્ણય કોણ લેતું હતું?
ઓપી સિંહે કહ્યું કે, અમે કોઈની પર પ્રશ્નો કરી રહ્યા નથી પરંતુ, શરૂઆતમાં આ ફાઉલ પ્લેનો કેસ લાગી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે, ઓપી સિંહને પોલીસે કહ્યું કે, ઘણા દિવસથી સુશાંતની પરિવાર સાથે વાત થઇ રહી નહોતી. પોલીસ આ મામલે તપાસ કરવા માગે છે કે સુશાંત તરફથી નિર્ણય કોણ લઇ રહ્યું હતું?

૩. એક્ટર મહેશ શેટ્ટીને રાતે 1:51 વાગ્યે કેમ ફોન કર્યો?
રિપોર્ટ પ્રમાણે, સુશાંતે પોતાના મિત્ર અને એક્ટર મહેશ શેટ્ટીને રાતે 1:51 વાગ્યે કેમ ફોન કર્યો હતો. મહેશ શેટ્ટી અને સુશાંત બંને ટીવી શો ‘પવિત્ર રિશ્તા’માં એકસાથે કામ કરી ચૂક્યા છે. જ્યારે મહેશે ફોન ના ઉઠાવ્યો તો સુશાંત સૂવા ચાલ્યો ગયો હતો. મહેશે કહ્યું કે, મેં સવારે 8:30 વાગ્યે સુશાંતને ફોન કર્યો પણ તેણે ઉઠાવ્યો નહોતો. મેં વિચાર્યું કે સુશાંત પછી કોલ કરી લેશે. તેવામાં થોડીવારમાં મહેશને સુશાંતની આત્મહત્યાના સમાચાર મળ્યા.

4. થોડા દિવસ પહેલાં સાથે રહેનારી એક્ટ્રેસે શા માટે સુશાંતનું ઘર છોડ્યું હતું?
મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુંબઈ પોલીસ તે એક્ટ્રેસની પણ પૂછપરછ કરવાના છે જે થોડા દિવસ પહેલાં સુશાંતની સાથે હતી. તપાસમાં સામે આવ્યું છે કે, 6 મહિના પહેલાં એક્ટ્રેસ અને સુશાંતે સાથે મળીને માઉન્ટ બ્લેક સોસાયટીમાં ફ્લેટ ભાડે લીધો હતો. અભિનેત્રી થોડા સમય સુધી અહિ રહેતી હતી. એગ્રીમેન્ટ પેપર પર બંનેના નામ પણ છે. આ ફ્લેટને 36 મહિના માટે ભાડે લીધો હતો અને 9 ડિસેમ્બર 2022 સુધી તેનો સમય પૂરો થવાનો હતો. બિલ્ડિંગના ચોકીદારે પોલીસ સામે કન્ફર્મ કર્યું છે કે, એક્ટ્રેસ થોડા દિવસ પહેલાં એક મોટી સૂટકેસ લઇને અહિયાંથી જતી રહી હતી. સુશાંતના નોકર દીપકે તે સૂટકેસને કારમાં રાખવા મદદ પણ કરી હતી.

સુશાંતની મિત્ર રિયા ચક્રવર્તી સ્યૂસાઈડના સમાચાર સાંભળીને હોસ્પિટલ પહોંચી હતી, અહિ સુશાંતનું પોસ્ટમોર્ટમ થઇ રહ્યું હતું


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Suicide Death Reason Updates | Maharashtra Mumbai Police investigation and other Updates On Bandra Residence


from Divya Bhaskar https://ift.tt/3fneu8c
https://ift.tt/2ULFeHF

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...