Monday, June 15, 2020

કંગના ફિલ્મમેકર કરન જોહર કેમ્પ પર ભડકી, ગંભીર આક્ષેપ મૂકીને કહ્યું, આઉટસાઈડર્સને રોકવા માટે તે ષડયંત્ર રચે છે

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ કંગના રનૌતે કરન જોહર કેમ્પ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું હતું કે આઉટસાઈડર્સ ઉપર ના આવે તે માટે ઈન્ડસ્ટ્રીમાં કાવતરું ઘડવામાં આવે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે સુશાંતે આ પગલું ઉઠાવીને તે લોકોને જીત અપાવી દીધી, જે નેપોટિઝ્મ કરે છે, મૂવી માફિયા અને ગ્રૂપમાં વિશ્વાસ રાખે છે.

કંગનાએ કહ્યું હતું, ‘હજી તો હું પૂરી રીતે આઘાતમાં છું. મને ખ્યાલ નથી કે તેણે શું સહન કર્યું હશે, જે આ પગલું ઉઠાવી લીધું. દરેક વ્યક્તિની એક ક્રાઈસિસ હોય છે. તે પરિવારથી દૂર હતો, માતાને ગુમાવી બેઠો હતો. કદાચ તેની પાસે ઈમોશનલ સપોર્ટ નહોતો. ઉપરથી તેને એવું ફીલ કરાવવામાં આવ્યું કે તમે સ્ટાર બનવા માટે લાયક નથી. તમે અનવોન્ટેડ છો. આ બધું સાંભળીને તેણે આ પગલું ઉઠાવ્યું અને તે લોકોને જીતાડી દીધા. તે એ લોકોની ટીમમાં જતો રહ્યો.’

સુશાંતને નિકટ ના આવવા દીધો
વધુમાં કંગનાએ કહ્યું હતું, ‘સુશાંતે મોટી મોટી ફિલ્મ કરી છે. ‘છિછોરે’ જો કોઈ સ્ટાર કિડે કરી હોત તો તેને મોટા સ્ટાર માનવામાં આવત. જ્યારે કરનના એક નિકટના વેડિંગ હતાં તો સુશાંતને કેમ બોલાવવામાં ના આવ્યો. સુશાંતને કેમ માન આપવામાં ના આવ્યું. તેને પાર્ટીમાં ઈન્વાઈટ નહોતો કરવામાં આવ્યો. તેને બધાથી દૂર રાખવામાં આવ્યો. તે વ્યક્તિ પર શું વીતી હશે, જેણે ‘છિછોરે’ તથા ‘ધોની’ જેવી સફળ ફિલ્મ આપી હતી. વ્યક્તિ વિચારમાં પડી ગયો કે આખરે એવું તો શું કરે કે તે પોતાની જાતને સાબિત કરી શકે.’

‘છિછોરે’ને એક પણ અવોર્ડ નહીં
કંગનાના મતે, ‘છિછોરે’ સારી ફિલ્મ હતી પરંતુ તેને એક પણ અવોર્ડ ના મળ્યો. ગયા વર્ષની સૌથી સારી ફિલ્મ હતી પરંતુ અવોર્ડ કોને મળ્યો. પોતાની ફિલ્મને. ‘છિછોરે’નો બિઝેસ અને તેના રિવ્યૂ ‘ગલી બોય’ કરતાં સારા હતાં, પરંતુ તમારી ફિલ્મને કોઈ ધ્યાનમાં લેશે નહીં. આ ખોટું છે. જો તમને ચાપલુસીની આદત ના હોય તો અહીંયા લોકો તમારા પર પ્રતિબંધ મૂકી દે છે.’

‘સુશાંત વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઈન ચલાવવામાં આવ્યું’
કંગનાએ કહ્યું હતું, ‘તે લોકોએ મીડિયાનો ઉપયોગ કર્યો. રાજીવ મસંદ પાસે બ્લાઈન્ડ આઈટમ લખાવવામાં આવી કે એક વ્યક્તિ દારૂમાં ડૂબેલો રહે છે. ગંદી ગંદી વાતો લખાવવામાં આવી. ઈશારો સુશાંત તરફ હતો. તેની કરિયરને ડેમેજ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રકારના નેગેટિવ કેમ્પેઈન મારી વિરુદ્ધ પણ ચલાવવામાં આવે છે. બ્લાઈન્ડ આઈટમમાં તમે કોઈનું નામ લખતા નથી પરંતુ એનો અર્થ એ નહીં કે તમને કોઈ સવાલ ના કરી શકે?’

‘સંજુને બાબા અને સુશાંતને વિલન બનાવવામાં આવ્યો’
કંગનાએ કહ્યું હતું, ‘માની લઈએ કે કોઈ દારૂ પીતું હોય તો પણ તમે કોણ છો એના વિશે લખનાર. શું વ્યક્તિ છ મહિના બાદ આ ફેઝમાંથી બહાર ના આવી શકે. જ્યારે સંજય આવા જ તબક્કામાંથી પસાર થતો હતો ત્યારે તે બાબા છે. જ્યારે સુશાંતે આમ કર્યું તો તેને વિલન ચિતરી મૂક્યો. આ ખોટું છે.’

‘મૂવી માફિયાના મૂળ ઊંડા છે’
કંગનાના મતે, ‘કમનસીબે ઈન્ડસ્ટ્રીમાં મૂવી માફિયાના મૂળ ઊંડા છે. ‘રાણી લક્ષ્મીબાઈ’ ફિલ્મ આવે છે પરંતુ આલિયા ભટ્ટ બેશરમ બનીને પાંચથી 10 મિનિટના રોલ માટે અવોર્ડ લઈ જાય છે. મૂવી માફિયાના કેમ્પ અંદરોઅંદર સેલિબ્રેશન કરે છે. પોતાન કેમ્પના એક્ટરની બ્રાન્ડ બનાવે છે. પોતાની ફિલ્મમાં લે છે.’

‘છિછોરે’ સાથે અન્યાય થયો
‘છિછોરે’ સાથે અન્યાય થયો છે. ગયા વર્ષે સૌથી બેસ્ટ ફિલ્મ હોવા છતાંય તેને એક અવોર્ડ ના મળ્યો. ઉપરથી અહીંયા ટેલેન્ટેડ આઉટસાઈડર્સને બિલકુલ માન આપવામાં આવતું નથી.’

આલિયાએ સુશાંતની મજાક ઉડાવી હતી
કંગનાએ કહ્યું, ‘બેસ્ટ એક્ટ્રેસિસમાં કેટરના કૈફ, આલિયા ભટ્ટ, સારા અલી ખાનના નામ આવે છે. કંગનાનું નામ નથી. એ કંગના, જેણે ત્રણ નેશનલ અવોર્ડ, પદ્મશ્રી સન્માનિત છે. સુશાંતનું નામ બેસ્ટ એક્ટરમાં નથી આવતું પરંતુ સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, ટાઈગર શ્રોફનું નામ આવે છે. આલિયા ભટ્ટે તો એકવાર કહ્યું પણ હતું કે તે સુશાંતને ઓળખતી નથી. કોણ છે તે ટીવી એક્ટર. તેની કરિયરની મજાક ઉડાવી હતી.’

ષડયંત્ર રચવામાં આવે છે
કરન જોહરને લઈ કંગનાએ કહ્યું હતું, ‘તેણે મારી પાસે એક ફિલ્મ ‘ઉંગલી’ કરાવી હતી. મારી કરિયર બરબાદ કરવાનું ષડયંત્ર હતું. પહેલાં કહ્યું કે મારો 45 મિનિટનો રોલ છે. પછી 10-15 મિનિટનો રોલ કર્યો. કરને સુશાંતની ‘ડ્રાઈવ’ સાથે પણ આમ જ કર્યું. તેને ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરી દીધી. એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે આઉટસાઈડર્સ આગળ ના આવે તે માટે કાવતરા કરવામાં આવે છે. ષડયંત્ર પૂરા કરવા માટે તેઓ પોતાના પૈસા પણ ગુમાવવા તૈયાર થઈ જાય છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
kangana talked about karan johar camp


from Divya Bhaskar https://ift.tt/3e2S63T
https://ift.tt/3e38qld

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...