Monday, June 15, 2020

બહેનનો ખુલાસો- આર્થિક મુશ્કેલી નહોતી, ડિપ્રેશનમાં હોવાની જાણ હતી, ખબર નહોતી આવું પગલું ભરશે

સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના સમાચારે તમામને ઘેરો આઘાત આપ્યો છે. 34 વર્ષીય સુશાંત છેલ્લાં ઘણાં સમયથી મુશ્કેલીમાં હતો અને ડિપ્રેશનની સારવાર ચાલતી હતી. તેના અચાનક જવાથી પરિવાર ઘેરા શોકમાં છે. પોલીસે સુશાંતની બહેનનું નિવેદન લીધું હતું.

ઈન્ડિયા ટૂડેના રિપોર્ટ પ્રમાણે, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે સુશાંતની બહેન સાથે વાત કરી હતી. બહેને પોલીસને કહ્યું હતું કે સુશાંતને આર્થિક રીતે કોઈ મુશ્કેલી નહોતી. આર્થિક રીતે બધું જ ઠીક હતું. છેલ્લાં એક અઠવાડિયાથી સુશાંતની તબિયત સારી નહોતી.

બહેને પોલીસને જરૂરી બાબતો જણાવી
બહેને કહ્યું હતું કે તેને સુશાંતના ડિપ્રેશન અંગે ખબર હતી. છ મહિનાથી તેની સારવાર ચાલતી હતી. જોકે, તેને એ ખ્યાલ નહોતો કે સુશાંત આટલું મોટું અને ભયાનક પગલું ઉઠાવશે. સુશાંત ડાઉન ટૂ અર્થ વ્યક્તિ હતો. તે બધા સાથે નોર્મલ રીતે જ વાત કરતો હતો.

કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સુશાંતે થોડાં દિવસથી ડિપ્રેશનની દવા લેવાનું બંધ કરી દીધું હતું. તે ક્લિનિકલ ડિપ્રેશનનો શિકાર હતો. જોકે, પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી.

સુશાંતના મેનેજરને તેના ફોનનો પાસવર્ડ ખબર હતી, જેની મદદથી પોલીસને ખ્યાલ આવ્યો કે એક્ટરે અંતિમ કૉલ મહેશ કૃષ્ણા શેટ્ટીને કર્યો હતો. ત્યારબાદ તેણે પોતાની બહેનને ફોન કર્યો હતો અને થોડીવાર વાત કરી હતી. મહેશે સુશાંતને ફોન કર્યો હતો પરંતુ એક્ટરે કૉલ કર્યો નહોતો.

પોલીસ હવે, સુશાંતના ફોન રેકોર્ડ્સની તપાસ કરી રહી છે. પોલીસ સુશાંતના મિત્રો તથા સંબંધીઓની પૂછપરછ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh rajput Sister's revelation - was not in financial trouble, was reported to be in depression, did not know would take such a step


from Divya Bhaskar https://ift.tt/37vnCEX
https://ift.tt/2XZRWEF

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...