Sunday, June 14, 2020

બોલિવૂડમાં સ્ટ્રગલ દરમિયાન સુશાંતની પહેલી કમાણી 250 રૂપિયા હતી, જ્યારે સ્ટાર બન્યો ત્યારે ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો

સુશાંત રાજપૂતના આકસ્મિક નિધનથી ચાહકો અને બોલિવૂડને ઘેરો આઘાત લાગ્યો હતો. તેણે પોતાના ફ્લેટમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. બિહારમાં જન્મેલા 34 વર્ષીય સુશાંતે બોલિવૂડમાં શરૂઆતમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. તેની પહેલી કમાણી 250 રૂપિયા હતી. જ્યારે તે સ્ટાર બની ગયો ત્યારે તેણે ચંદ્ર પર માત્ર પ્લોટ જ ના ખરીદ્યો પરંતુ તેને જોવા માટે દૂરબીન પણ ખરીદ્યું હતું.

પહેલી કમાણી 250 રૂપિયા હતી
સુશાંતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્ટ્રગલના દિવસોમાં તે છ લોકોની સાથે રૂમ શૅર કર્યો હતો. આ સમય દરમિયાન તેને એક નાટકમાં કામ કરવાના 250 રૂપિયા મળ્યાં હતાં. એક સમયે તે એક્સ્ટ્રા ડાન્સર તરીકે કામ કરતો હતો.

2008માં પહેલો ટીવી શો મળ્યો હતો
મુંબઈમાં ઘણાં વર્ષ સુધી સ્ટ્રગલ કર્યાં બાદ સુશાંતે 2008માં ટીવી પર પહેલો શો ‘કિસ દેશ મેં હૈં મેરા દિલ’ કર્યો હતો. જોકે, તેને ખરી ઓળખ 2009થી 2011માં આવેલા ટીવી શો ‘પવિત્રા રિશ્તા’થી મળી હતી. 2013માં સુશાંતે ‘કાઈ પો છે’ ફિલ્મ કરી હતી. ત્યારબાદ તેની કરિયર ધીમે ધીમે આગળ વધી હતી.

2015માં પેન્ટહાઉસ ખરીદ્યું હતું
એક સમયે મુંબઈના મલાડમાં 2BHK અપાર્ટમેન્ટમાં રહેતા સુશાંતે 2015માં પાલી હિલમાં એક પેન્ટહાઉસ ખરીદ્યું હતું. તેણે 20 કરોડમાં આ પેન્ટ હાઉસ ખરીદ્યું હતું. સુશાંત પોતાના ઘરના લિવિંગ રૂમને ટ્રાવેલિંગ રૂમ કહેતો હતો. તેણે ઘરની દીવાલો પર પેઈન્ટિંગ્સથી લઈ એન્ટિક આઈટમ લગાવીને રાખી હતી.

સુશાંતના ઘરમાં એક મોટું ટેલિસ્કોપ હતું, જેને તે ટાઈમ મશીન કહેતો હતો. તે અલગ અલગ ગ્રહો તથા ગેલેક્સીને ઘરમાં બેસીને જોતો હતો.

5-7 કરોડ રૂપિયા ફી હતી
સુશાંતે ‘એમ એસ ધોની’ તથા ‘કેદારનાથ’ જેવી હિટ ફિલ્મ આપી હતી. ‘પીકે’માં પણ તેણે કામ કર્યું હતું. હાલમાં સુશાંત પાંચથી સાત કરોડ રૂપિયા ફી લેતો હતો. ફિલ્મ ઉપરાંત તે જાહેરાત તથા સ્ટેજ શોમાં કામ કર્યું હતું.

લક્ઝૂરિયસ કાર તથા બાઈકનો માલિક હતો
સુશાંતના કાર કલેક્શનમાં 1.5 કરોડની લક્ઝૂરિયસ કાર હતી. તેની પાસે BMW બાઈક હતી. તેની કિંમત 25 લાખ રૂપિયા હતી.

ચંદ્ર પર જમીન ખરીદી હતી
સુશાંતે 2018માં ચંદ્ર પર જમીન ખરીદી હતી. આ પ્લોટ ‘સી ઓફ મસકોવી’માં છે. નવાઈની વાત એ છે કે તે પોતાના પ્લોટ પર નજર રાખવા માટે એક દૂરબીન ખરીદ્યું હતું. તેની પાસે એડવાન્સ ટેલિસ્કોપ 14LX00 હતું. સુશાંતે આ જમીન ઈન્ટરનેશનલ લૂનર લેન્ડ્સ રજિસ્ટ્રી પાસેથી ખરીદી હતી.

સુશાંતે 25 જૂન, 2018માં આ પ્રોપર્ટી પોતાના નામે કરી હતી. જોકે, તેમાં અનેક આંતરરાષ્ટ્રીય સંધિ છે. આ પ્રમાણે, કાયદાકીય રીતે આના પર માલિકી હક મળી શકે નહીં, કારણ કે પૃથ્વીની બહારની દુનિયા માનવજાતિની છે અને તેમાં એક દેશ હકદાવો કરી શકે નહીં. સુશાંત પહેલો એવો એક્ટર હતો, જેણે ચંદ્ર પર જમીન ખરીદી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's first earning during his struggle in Bollywood was Rs 250, when he became a star he bought a plot on the moon


from Divya Bhaskar https://ift.tt/2YEK6j8
https://ift.tt/37rCtjQ

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...