ગત વર્ષે સપ્ટેમ્બર 2019માં ‘છિછોરે’ ફિલ્મ રિલીઝ થઈ હતી. સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં હતો. આ ફિલ્મ દંગલ અને ચિલ્લર પાર્ટીના નિર્માતા નિતેશ તિવારીએ બનાવી હતી.
આ ફિલ્મમાં સુશાંત એવા ડિવોર્સી પિતાના રોલમાં હતો, જેનો દીકરો સ્ટડીમાં તણાવથી પસાર થઈ રહ્યો હતો. દીકરો જ્યારે ફેલ થઈ જાય છે ત્યારે તે સુસાઈડ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે તે ICUમાં હોય છે, ત્યારે પિતા સુશાંત પોતાના દીકરાને કહાની દ્વારા તેની કોલેજ લાઈફમાં લઈ જાય છે અને જણાવે છે કે તે સ્ટડીમાં કેટલો પાછળ હતો પરંતુ તેણે જીવન જીવવા માટે હિંમત ન હારી અને ટોપર બન્યો.
એક સીનમાં અનિરૂદ્ધના રોલમાં સુશાંત જણાવે છે કે, ‘મે દીકરાને એ જણાવ્યું કે પસંદગી પામવા પર સેલિબ્રેટ કેમ કરાય છે પરંતુ તે જણાવ્યું જ નહીં કે પરીક્ષામાં નાપાસ થયા બાદ શું કરવું જોઈએ.’
આ ફિલ્મે 150 કરોડ રૂપિયા કરતાં પણ વધારે બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. આ ફિલ્મનું કોઈ ખાસ પ્રમોશન થયું ન હતું, પરંતુ બોક્સ ઓફિસ કલેક્શન આશા કરતાં વધારે હતું.
ફિલ્મની આખી કહાની...
- ફિલ્મ શરૂ થાય છે અનિરુદ્ધ પાઠક ઉર્ફ અન્નીનો દીકરો ગૌરવ હોય છે. દીકરો ગૌરવ એન્જિનિઅરિંગની તૈયારી કરી રહ્યો હોય છે. પિતા તેના સમયમાં ટોપર હોય છે અને તેની માતા પણ ટોપર હોય છે. ગૌરવ પણ તેના માતા-પિતાની જેમ ટોપર બનાવ માગતો હતો. તેનાથી વધારે તેની કોઈ આશા ન હતી. ગૌરવનું પરિણામ તેની ઈચ્છા વિરુદ્ધ આવ્યું અને તેણે સુસાઈડ કરવાનો પ્રયત્ન કર્યો. આ સાથે જ ફિલ્મ આગળ વધે છે.
- એ વાત સમજાવવાનો પ્રયત્ન કરાય છે કે, સફળ થવા પર જીવનમાં શુ કરવું તેનું પ્લાનિંગ તો બધા પાસે હોય છે પરંતુ સફળતા ન મળે તો તેને કેવી રીતે ડીલ કરવી તેનું પ્લાનિંગ પણ હોવું જોઈએ. તેના માટે લીડ કેરેક્ટર સુશાંતની કહાની ફ્લેશબેકમાં જાય છે. વર્ષ 1992માં અન્નીનું એડમિશન દેશની બેસ્ટ એન્જિનિઅરિંગ કોલેજમાં થાય છે પરંતુ તેને લૂઝર્સને અલોટ થયેલાં હોસ્ટેલમાં રૂમ મળે છે.
- તેની ગાઢ મિત્રતા સેક્સા, બેવડા, એસિડ અને ડેરેક નામના કેરેક્ટરથી થાય છે. કોલેજના ક્રીમ સ્ટુડન્ટ્સ હોસ્ટેલ થ્રીમાં રહે છે. ત્યાં અન્ની અને તેના મિત્રો ઓલમોસ્ટ લૂઝર હોય છે. તેઓ એક કોમ્પિટિશનમા ભાગ લે છે અને તમામ લોકો પર કડક નિયમો લાદવામાં આવે છે.
- સુશાંત સિંહ રાજપૂતના મિત્રોની પલટનમાં વરુણ શર્મા, તુષાર પાંડે, તાહિર રાજ ભસીન, સરસ શુક્લા અને નવીન પોલિશેટ્ટી સામેલ હોય છે. વરુણ સેક્સાના રોલમાં હોય છે, તુષાર મમ્મી બને છે, તાહિર ડેરેકના કેરેક્ટરમાં હોય છે. સરસ બેવડા અને નવીન એસિડની ભૂમિકામાં હોય છે. ફિલ્મમાં ફિમેલ લીડમાં શ્રદ્ધા કપૂર હોય છે. તેને પરેશાન કરનારના રોલમાં પ્રતીક બબ્બર હોય છે. ફિલ્મની કહાની હોસ્ટેલ લાઈફથી બહાર આવી નોકરીમાં વ્યસ્ત મિત્રોની લાઈફમાં પણ ટ્રાવેલ કરે છે.
ડાયરેક્ટરે કહ્યું કે, સુશાંતનું પગલું મારી સમજની બહાર છે
સુશાંતના સુસાઈડના સમાચાર બાદ તેની હિટ ફિલ્મ ‘છીછોરે’ના ડાયરેક્ટર નિતેશ તિવારીએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘શું કહું? સમજી નથી શકતો. આ વાત મારી સમજણની બહાર છે. મને નથી ખબર કે સુશાંતે આવું કેમ કર્યું. આ મારા માટે એક ટ્રેજેડી છે.’
સુશાંત સિંહ સાથે જોડાયેલી અન્ય ખબરો...
જમીનથી ચંદ્ર સુધી સુશાંત /બોલિવૂડમાં સ્ટ્રગલ દરમિયાન સુશાંતની પહેલી કમાણી 250 રૂપિયા હતી, જ્યારે સ્ટાર બન્યો ત્યારે ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો
શ્રદ્ધાંજલિ /સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી, અક્ષય કુમારે આત્મહત્યા ન કરવાનો મેસેજ આપનાર તેની છિછોરે ફિલ્મને યાદ કરી કહ્યું ઘણો ટેલેન્ટેડ એક્ટર હતો
સંકેત /છેલ્લી પોસ્ટમાં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરવાનો અણસાર આપ્યો હતો
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cZElS9
https://ift.tt/3hBpPDI
No comments:
Post a Comment
If you have any doubts please let me know!