Wednesday, June 17, 2020

કરન, સલમાન તથા યશરાજ બેનરના બહિષ્કાર માટે ઓનલાઈન પિટીશન, 31 કલાકમાં 8.50 લાખ લોકોએ સાઈન કરી

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કર્યાં બાદ બોલિવૂડમાં નેપોટિઝ્મ મુદ્દે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા સતત બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર તથા એક્ટર્સનો વિરોધ કરી રહ્યું છે. હવે, જયશ્રી શર્મા શ્રીકાંત નામની ફેસબુક યુઝરે નેપોટિઝ્મ ફેલાવતા લોકોનો બહિષ્કાર કરવા માટે ઓનલાઈન પિટીશન શરૂ કરી છે.

31 કલાકમાં 8.50 લાખથી વધુ લોકોએ સાઈન કરી
જયશ્રી શર્મા શ્રીકાંતે આ પિટીશન 16 જૂને સાંજે 6.47 વાગે Change.org પર શરૂ કરી હતી. ફેસબુક પર આ લિંક શૅર કરીને કહ્યું હતું, ‘પ્લીઝ સાઈન અને શૅર કરો. આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવી શકીએ છીએ અને શક્ય હોય તો આવું વારંવાર ના થાય તે અટકાવી શકીએ છીએ.’ જયશ્રીએ 10 લાખ લોકોની સાઈન કરાવવાનું લક્ષ્ય લઈને પિટીશનની શરૂઆત કરી હતી અને 30 કલાકમાં 8.50 લાખથી વધુ લોકો સાઈન કરી ચૂક્યા છે.

કોણ છે જયશ્રી શ્રીકાંત?
જયશ્રીની ફેસબુક પ્રોફાઈલ પ્રમાણે, તેઓ બોલિવૂડ કોરિયોગ્રાફર, આર્ટિસ્ટ, ડિરેક્ટર તથા રેડિયો જૉકી છે. તે મૂળ રીતે નેરૌબી, કેન્યાનાંરહેવાસી છે અને હાલમાં અમેરિકાના પ્રિન્સટન (ન્યૂજર્સી)માં રહે છે. તે નોર્થ અમેરિકામાં સાઉથ એશિયન રેડિયો સ્ટેશન રુકુસ એવન્યૂમાં રેડિયો જૉકી છે.

પિટીશન ફાઈલ કરીને શું કહ્યું?
જયશ્રીએ કરન જોહર, યશરાજ ફિલ્મ્સ તથા સલમાન ખાનના બહિષ્કારની માગ કરીને કહ્યું હતું, ‘જરૂર વાંચો કે બોલિવૂડની નેપોટિઝ્મ ગેંગ કેવી રીતે ટેલેન્ટને મારી રહી છે. આપણે આ પિટીશન દ્વારા નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ તથા હોટ સ્ટારને અપીલ કરીએ છીએ કે તેઓ ઉપર દર્શાવેલા મીડિયા હાઉસની ફિલ્મને પ્રમોટ કરવાનું બંધ કરે. હવે, આ બીજીવાર નહીં થવા દઈએ. એકબીજાનો પગ ખેંચવાનું બંધ કરો અને સંઘર્ષ કરતાં એક્ટર્સની મદદ કરો.

ફેબ્રુઆરીમાં કમાલ આર ખાન (KKR)એ ટ્વીટ કરી હતી કે સાજિદ નડિયાદવાલા, સલમાન ખાન, બાલાજી, કરન જોહર, દિનેશ વિજન, ભણશાલી, ટી-સીરિઝ તમામે સુશાંત સિંહ રાજપૂત પર બૅન મૂક્યો છે. જીવવા માટે તે માત્ર ટીવી કે શોર્ટ ફિલ્મ કરી શકશે. જે વ્યક્તિને આખી દુનિયાએ તરછોડ્યો હોય તે વ્યક્તિ સુસાઈડ સિવાય બીજું શું કરી શકે? કોઈને ખબર નહોતી કે એક ગેંગ વ્યક્તિનો બહિષ્કાર પણ કરી શકે છે.

સુશાંતે એક્ટર બનવા માટે એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે પડતો મૂક્યો હતો. જોકે, 34 વર્ષની ઉંમરમાં જ તેના સપનાઓ તૂટી ગયા. કરન જોહર રાક્ષસ છે. તે એટલો ચાલાક ને બદમાશ છે કે જેને તે પસંદ નથી કરતો તેને તે બરબાદ કરી નાખે છે. જો તમે તેના શોના ગેસ્ટ છો તો તમારે તેના બકવાસ જોક પર હસવું પડશે, તમારે એને સહન કરવો પડશે નહીં તો એ તમને છોડી દેશે.

આ શરમજનક છે કે ભારતની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી, જે વિશ્વભરમાં સૌથી વધુ ફિલ્મ બનાવનારી બીજી સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે, તે અડધો ડઝન નેપોટિઝ્મથી ભરેલી છે.

શું બોલિવૂડમાં એવું ના થવું જોઈએ કે કોઈ પોતાની ટેલેન્ટ, સ્કિલ, પરિશ્રમ તથા ડેડિકેશન સાથે સફળતા મેળવી શકે, જેવી રીતે અન્ય બિઝનેસમાં થાય છે. એવું નહીં કે તમે વિશેષ છો, ધર્મ સાથે જોડાયેલા છો. તમારી પાસે વિશેષ સરનેમ હોવી જોઈએ તો જ તમને અંદર જવા દેવામાં આવે નહીં તો તમે બહારના છો.

સુશાંતને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો. તેનું રેગિંગ કરવામાં આવ્યું હતું અને તેને ધમકાવવામાં આવ્યો હતો. તે હોંશિયાર, બુદ્ધિજીવી તથા બહુ જ ભણેલો વ્યક્તિ હતો. કરન જોહર, આલિયા ભટ્ટ તથા કપૂર પરિવારના બાળકોની જેમ સ્કૂલ છોડીને આવી નહોતો ગયો.

સુશાંત સિંહની ઈન્સ્ટા પોસ્ટ પોઝિટિવ એનર્જી, સંસ્કૃત શ્લોક, કોડિંગ, વિવિધ નિયમો તથા અન્ય રસપ્રદ વાતોથી ભરપૂર છે. તે એક વિચારક હતો. શક્ય છે કે આવા લોકો નેપોટિઝ્મની પ્રોડક્ટ માટે જોખમી બની શકે છે.

કરન જોહરે તેની પાસે એ ટ્વીટ તથા મેસેજ ડિલીટ કરાવ્યા. ‘કૉફી વિથ કરન’માં તેની મજાક ઉડાવવામાં આવી. મહેમાનોની યાદીમાં હંમેશાં છેલ્લે સ્થાન આપવામાં આવતું. નેટફ્લિક્સ માટે તેણે ‘ડ્રાઈવ’ નામની બકવાસ ફિલ્મ બનાવી અને તેની કરિયર પૂરી કરી દીધી.

છેલ્લાં બે વર્ષથી તેને હેરાન કરવામાં આવતો હતો. બોલિવૂડના ગોસિપ રાઈટર્સે અફવા ફેલાવી કે તે શોર્ટ ટેમ્પર્ડ તથા અહંકારી છે. તેની સાથે કામ કરવું મુશ્કેલ છે. જ્યારે આ વાત સાચી નથી. ‘છિછોરે’ પછી તેની પાસે એક ફિલ્મ નહોતી.

મને યાદ છે કે તે ઈન્સ્ટાગ્રામ પર ચાહકોને ‘સોનચિડિયા’ જોવા માટે આજીજી કરતો હતો. તે કહેતો હતો કે તેના કોઈ ગોડફાધર નથી. જો ચાહકોએ તેની ફિલ્મ ના જોઈ તો ઈન્ડસ્ટ્રી તેને બહાર ફેંકી દેશે.

કલ્પના કરો કે તેના માટે આ કેટલું મુશ્કેલભર્યું હશે. તે હેન્ડસમ હતો, તેનું સૌમ્ય હાસ્ય હતું. તે ભણેલ-ગણેલ તથા બુદ્ધિશાળી વ્યક્તિ હતો. તે શાનદાર અભિનેતા હતો છતાંય તે કંઈ જ ના કરી શક્યો, કારણ કે બોલિવૂડના ભાઈ-ભત્રીજાવાદ પ્રતિભાને મારી નાખે છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Online petition for boycott of Karan, Salman and Yashraj, more than 8 lakh people signed in 31 hours


from Divya Bhaskar https://ift.tt/2Bawa8h
https://ift.tt/30PhPZz

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...