સુશાંત સિંહે રવિવારે તેના મુંબઈના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીમાં નિપોટિઝમને લઈને લોકો તેમનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. લોકો અમુક સેલેબ્સને આવા કેમ્પ ચલાવવા બદલ ટાર્ગેટ કરી રહ્યા છે. હવે બિહારના મુઝફ્ફરપુરમાં કોર્ટમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહીત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહના આત્મહત્યાના મામલે કેસ ફાઈલ થયો છે.
સુધીર કુમાર ઓઝા નામના વકીલે આ કેસ ફાઈલ કર્યો છે. તેમણે કહ્યું કે, મેં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહીત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહની આત્મહત્યા સાથેના કનેક્શનમાં IPCના સેક્શન 306, 109, 504 અને 506 હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ ફરિયાદમાં તેમણે એવું કહ્યું છે કે, સુશાંતને સાત ફિલ્મ્સમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો અને અમુક ફિલ્મ્સ તેની રિલીઝ કરવામાં આવી ન હતી. તે આવું અંતિમ પગલું ભરે તે માટે આવી સ્થિતિ ક્રીએટ કરવામાં આવી હતી.
અગાઉ કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ખુલાસો કર્યો હતો કે સુશાંતે સાઈન કરેલ સાત ફિલ્મ્સ તેના હાથમાંથી જતી રહી હતી. તેમણે લખ્યું કે, તેણે છ જ મહિનામાં સાત ફિલ્મ્સ ગુમાવી, કેમ? ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નિષ્ઠુરતા એક અલગ જ લેવલ પર કામ કરે છે અને તે નિષ્ઠુરતાએ એક ટેલેન્ટેડ વ્યક્તિનો જીવ લઇ લીધો.
छिछोरे हिट होने के बाद #सुशांत_सिंह_राजपूत ने सात फिल्में साइन की थी।
— Sanjay Nirupam (@sanjaynirupam) June 14, 2020
छह महीने में उसके हाथ से सारी फिल्में निकल गई थीं।क्यों ?
फ़िल्म इंडस्ट्री की निष्ठुरता एक अलग लेवल पर काम करती है।
इसी निष्ठुरता ने एक प्रतिभावान कलाकार को मार डाला।
सुशांत को विनम्र श्रद्धांजलि!#RIPSushant
સગાવાદને લઈને ઘણા એક્ટર્સે ઇન્ડસ્ટ્રી પર આકરા પ્રહાર કર્યા છે. આઉટસાઈડર માટે ઇન્ડસ્ટ્રીમાં કેટલી સ્ટ્રગલ છે તે વિશે કહ્યું છે. સુશાંતની આત્મહત્યા બાદ કંગના રનૌત, ડિરેક્ટર અભિનવ કશ્યપ, પ્રકાશ રાજ, શેખર કપૂર, અનુભવ સિન્હા સહિત ઘણા સેલેબ્સે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલ કેમ્પિંગ પર નિશાન સાધ્યું હતું.
View this post on InstagramA post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on Jun 15, 2020 at 2:44am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hHGiGz
https://ift.tt/2URaXat
No comments:
Post a Comment
If you have any doubts please let me know!