Wednesday, June 17, 2020

સુશાંતના નિધન પર સૈફ અલી ખાને કહ્યું, ‘હવે એ લોકો પ્રેમ બતાવી રહ્યાં છે, જેમણે ક્યારેય પરવા કરી નહોતી’

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડ સેલેબ્સે તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જોકે, સૈફે આ બધા જ લોકો પ્રત્યે નારાજગી પ્રગટ કરી હતી. સૈફે કહ્યું હતું કે ચિંતાનું નાટક કરવા કરતાં એક દિવસનું મૌન રાખવું યોગ્ય છે.

‘આ શરમજનક છે’
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સૈફે કહ્યું હતું, ‘અનેક લોકો બહુ જલ્દી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. મને લાગે છે કે ક્યાંકને ક્યાંક આ લોકો પોતાના ગરીબ સાથીનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. પછી તે દયા હોય, રસ હોય કે રાજકીય દેખાવો. સોશિયલ મીડિયા પર લોકો સતત આ પ્રકારનો બકવાસ કરી રહ્યાં છે અને મને લાગે છે કે આ શરમજનક છે.’

સૈફે આગળ કહ્યું હતું, ‘સુશાંતની આત્મહત્યા બાદ લોકો જે પ્રેમ બતાવી રહ્યાં છે તેને બદલે તેઓ એક દિવસનું મૌન કે પછી આત્મનિરીક્ષણ કરે તે પ્રેમ કરતાં મોટું સન્માન હશે. પ્રેમ પણ એ લોકો બતાવી રહ્યાં છે જે તેની બિલકુલ પરવા પણ કરતાં નહોતાં. આવા લોકોને કોઈની ચિંતા પણ હોતી નથી.

બનાવટ મૃત્યુ પામેલા વ્યક્તિનું અપમાન
સૈફના મતે તો સુશાંત પ્રત્યે ચિંતાનો ઢોંગ કરવો તેનું અપમાન છે. તે કહે છે, ‘મારો અર્થ છે કે આપણે (બોલિવૂડ) કોઈની પણ પરવા કરતાં નથી. દેખાડો કરવો કે તમે કેટલી ચિંતા કરો છો, આ બહુ જ મોટી બનાવટ છે. મને લાગે છે કે આ મૃત્યુ પામેલા વ્યક્તિનું અપમાન છે. આ તે આત્માનું અપમાન છે, જેણે આ દુનિયા છોડી દીધી છે.’

પ્રેમનો દેખોડા ચાહકોની સહાનુભૂતિ માટે
સૈફના મતે, ‘સુશાંત પ્રત્યે બોલિવૂડનો અચાનક જાગેલો પ્રેમ સમજની બહાર છે. તેઓ એ સ્વીકારે છે કે ઈન્ડસ્ટ્રીમાં કોઈને કોઈની પરવા નથી અને બધા જ પોતાના ચાહકોની સહાનુભૂતિ લેવા ઈચ્છે છે. સોશિયલ મીડિયામાં લાંબી-લાંબી પોસ્ટ લખનાર વ્યક્તિ પાસે વાસ્તવિક જીવનમાં તે પ્રકારનો પ્રેમ કે સંવેદનાની આશા રાખવી વ્યર્થ છે.’

સૈફ કહે છે, ‘આપણે એવા યુગમાં રહીએ છીએ જ્યાં લોકો ટ્વિટર પર તમારા માટે 10 લાઈન લખીને રસ્તામાં અધવચ્ચે તમને છોડી દેશે. ત્યાં સુધી કે તમને સ્પર્શ નહીં કરે અને ના તો અભિવાદન કરશે. તમારા જન્મદિવસ પર શુભેચ્છા તો આવશે પરંતુ રિયલમાં આ લોકો ફોન સુદ્ધાં નહીં કરે. તેઓ કોઈ સંપર્કમાં જ હોતા નથી.’

શેખર, કંગના સાથે પૂરી રીતે સમંત નથી
શેખર કપૂરે કહ્યું હતું, ‘મને ખ્યાલ હતો કે તું કેવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. મને એ લોકોની વાત ખબર છે, જેમણે તને આ હદે નિરાશ કર્યો કે તું મારા ખભા પર માથું મૂકીને રડ્યો હતો.’ કંગના રનૌતે સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરીને નારાજગી પ્રગટ કરી હતી અને કહ્યું હતું કે આઉટસાઈડર હોવાને કારણે સુશાંતને મહત્ત્વ આપવામાં આવ્યું નહીં. જોકે, સૈફ આ વાત સાથે પૂરી રીતે સમંત નથી.

સૈફે કહ્યું હતું, ‘લોકો સતત લોકોને નિષ્ફળ કરી રહ્યાં છે. દરેક લોકો તેના વિશે વાત કરે છે. ત્યાં સુધી કે આ કહેનારા લોકો પણ નિષ્ફળ રહ્યાં કે ના રહ્યાં પરંતુ તેના નામનો ક્યાંકને ક્યાંક ઉપયોગ કરી રહ્યાં છે. મને લાગે છે કે આ સમયે સ્ટેન્ડ લેવા માટે દુઃખ પ્રગટ કરવું અને એમ કહેવું કે હું બહુ જ દુઃખી છું અને કદાચ તેને અન્ય કોઈ વિકલ્પ ના મળ્યો ઉપરાંત કોઈ પણ કમેન્ટ કરવી એ પરિસ્થિતિને મેનિપ્યુલેટ કરી દેશે.’

કેમ્પબાજી કરવી બહુ જ ખરાબ
જ્યારે સૈફને પૂછવામાં આવ્યું કે શું બોલિવૂડમાં કેમ્પ છે, જેને કારણે સુશાંતનું જીવન પ્રભાવિત થયું? તેના પર સૈફે કહ્યું હતું, ‘આના પર કમેન્ટ કરવી અત્યારે યોગ્ય નથી. મારો અર્થ એમ છે કે તમે કહી શકો છો, સાંભળી શકો છો પરંતુ જે થયું તે બહુ જ ખરાબ છે. તમેક હી શકો છો કે તેને આ જ રસ્તો સૂજ્યો પરંતુ કોઈને પણ દોષ આપવો અને કેમ્પબાજી કરવી ઘણી જ ખરાબ છે.’

સૈફે આગળ કહ્યું હતું, ‘મને લાગે છે કે આ લૉકડાઉન તથા સોશિયલ મીડિયાને કારણે છે. આ દુઃખદ છે કે ફિલ્મી દુનિયાના લોકો ફિલ્મથી આગળ કંઈ વિચારતા નથી. બની શકે કે તે પોતાના જીવનના કોઈ વાતથી નારાજ હોય. બની શકે કે કોઈ વ્યક્તિગત કારણ હોય. એ પણ શક્ય છે કે આનાથી ફિલ્મને કોઈ લેવા દેવાના હોય. જો તમે આનાથી બહાર ના જોઈ શકો તો તમે બધું જ ફિલ્મ પર જ મૂકી દેશો.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
On Sushant's demise, Saif Ali Khan said, "Now people are showing love, who never cared."


from Divya Bhaskar https://ift.tt/2C6Yusz
https://ift.tt/3fxDOIE

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...