Wednesday, June 17, 2020

સુશાંત સિંહની આત્મહત્યા મામલે ફાઈલ થયેલ કેસ બાબતે એકતાએ કહ્યું, સુશાંતને લોન્ચ કરવા બદલ મારા વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો તે માટે આભાર

રવિવારે 34 વર્ષીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના તેના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સેલેબ્સ આને સગાવાદનું પરિણામ ગણાવી રહ્યા હતા. આ મામલે બિહારની કોર્ટમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહીત આઠ લોકો વિરુદ્ધ કેસ ફાઈલ થયો છે. પોતાના વિરુદ્ધ કેસ ફાઈલ થતા એકતા કપૂરે તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર આપી છે.

એકતાએ પોસ્ટમાં લખ્યું કે, સુશીને કાસ્ટ ન કરવા માટે કેસ ફાઈલ કરવા બદલ આભાર... જ્યારે ખરેખર મેં જ તેને લોન્ચ કર્યો હતો. હું ઘણી અપસેટ છું કે કઈ રીતે આવી જટિલ વાતો હોઈ શકે છે. મહેરબાની કરીને પરિવાર અને મિત્રોને શાંતિથી શોક મનાવવા દો. સત્ય સામે આવી જશે. ખરેખર આ વિશ્વાસ ન કરી શકાય તેવું છે.

View this post on Instagram

Thanku for the case for not casting sushi....when Actually I LAUNCHED HIM. I’m beyond upset at how convoluted theories can b! Pls@let family n frns mourn in peace! Truth shall@prevail. CANNOT BELIEVE THIS!!!!! credit: @jagranenglishnews... A police case has been filed against eight people including Bollywood directors @karanjohar, Sanjay Leela Bhansali and @ektarkapoor along with actor @beingsalmankhan in connection with the death of actor Sushant Singh Rajput, news agency ANI reported on Wednesday . "In the complaint, I have alleged that Sushant Singh Rajput was removed from around seven films and some of his films were not released. Such a situation was created which forced him to take the extreme step," Advocate Sudhir Kumar Ojha was quoted as saying . . . #sushantsinghrajput #sushantsinghrajputdeath #sushantsinghrajpurrip #jagranenglish #instawithjagranenglish #ripsushantsinghrajputsir💔🙏 #ripsushant #ripsushantsinghrajput🙏 #ripsushantsinghrajput💔 #ripsushantsinghrajput🙏🙏 #ripsushantsinghrajput #sushantnomore #salmankhan #salmankhanfans #salmankhanswag #salmankhanmerijaan #salmankhanfilms #salman #salmankhanfanclub #salmankhanfc #karanjohar #karanjoharfilm #karanjoharupdates #karanjoharfan

A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jun 17, 2020 at 1:26am PDT

બિહારના મુઝફ્ફરપુરમાં કોર્ટમાં સુધીર કુમાર ઓઝા નામના વકીલે આ કેસ ફાઈલ કર્યો છે. તેમણે કહ્યું કે, મેં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહીત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહની આત્મહત્યા સાથેના કનેક્શનમાં IPCના સેક્શન 306, 109, 504 અને 506 હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ ફરિયાદમાં તેમણે એવું કહ્યું છે કે, સુશાંતને સાત ફિલ્મ્સમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો અને અમુક ફિલ્મ્સ તેની રિલીઝ કરવામાં આવી ન હતી. તે આવું અંતિમ પગલું ભરે તે માટે આવી સ્થિતિ ક્રીએટ કરવામાં આવી હતી.

સુશાંત સિંહ રાજપૂતે ટીવીથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી. એકતા કપૂરની કિસ દેશ મેં હૈ મેરા દિલ સિરિયલથી તેણે ડેબ્યુ કર્યું હતું. ઉપરાંત તેણે પ્રોડ્યુસર એકતા કપૂરની જ સિરિયલ પવિત્ર રિશ્તામાં પણ લીડ રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તેણે કાઈ પો છે ફિલ્મથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Regarding the case filed in Sushant Singh's suicide case, Ekta said, "Thank you for filing a case against me for launching Sushant."


from Divya Bhaskar https://ift.tt/30WVLMC
https://ift.tt/3e9OFsf

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...