Wednesday, June 17, 2020

સુશાંતના અંતિમ સંસ્કારમાં મીડિયાએ કારનો દરવાજો ખખડાવતા ક્રિતિ સેનન રોષે ભરાઈ, કહ્યું- સો.મીડિયા સૌથી ફૅક તથા ઝેરી જગ્યા

બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનન એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી મીડિયા તથા ચાહકોના વર્તનને લઈ ઘણી જ ગુસ્સામાં તથા નારાજ છે. સુશાંતના ચાહકો ક્રિતિને એ વાતને લઈ ટ્રોલ કરી રહ્યાં છે કે તેણે એક્ટરના નિધન પર સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ શૅર કરી નહીં. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

ક્રિતિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે મીડિયા તથા ચાહકોને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ પોસ્ટ શૅર કરીને ક્રિતિએ કહ્યું હતું, ‘અત્યારે મનમાં અઢળક વિચારો ચાલી રહ્યાં છે પરંતુ હાલ પૂરતું આટલું કહેવા માગીશ...’

ક્રિતિએ કહ્યું હતું, ‘જ્યારે વ્યક્તિ જતી રહે છે પછી તેની સારી તથા પોઝિટિવ વાતો કરવામાં આવે છે. બાકી તો તેને લઈ ટ્રોલિંગ તથા ગોસિપિંગ જ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા સૌથી ફૅક તથા સૌથી નફરત તથા ઝેર ફેલાવનારી જગ્યા છે અને જો તમે અહીંયા ‘RIP’ કે પછી કંઈક બોલો નહીં તો તમે દુઃખ નથી તેમ માની લેવામાં આવ્યા છે. જ્યારે વાસ્તવમાં આ જ લોકો ઘણાં દુઃખી હોય છે. એવું લાગે છે કે સોશિયલ મીડિયા નવું ‘રિયલ’ વર્લ્ડ છે અને રિયલ વર્લ્ડ હવે ‘ફૅક’ બની ગયું છે.’

‘મીડિયાના કેટલાંક લોકો બિલકુલ અસંવેદનશીલ બની ગયા છે. આવા સમયે એ લોકો તમને ટીવીમાં લાઈવ કે પછી કમેન્ટ આપવાનું કહે છે. સાચે જ? અંતિમ સંસ્કારમાં જતા સમયે પિક્ચર ક્લિયર આવે તે માટે ‘મેડમ શીશા નીચે કરો ના...’ એવું કહે છે. અંતિમ સંસ્કાર એકદમ અગંત બાબત છે. પ્રોફેશન પહેલાં માનવતા આવે છે. હું તમામ મીડિયાને વિનંતી કરું છું કે તમે ત્યાં હાજર ના રહેશો અથવા તો થોડી માનવતા બતાવો અને અંતર જાળવો. કથિત ગ્લેમર વર્લ્ડની ચમકદમક ઉપરાંત અમે સામાન્ય માણસો છીએ. તમારામાં જે લાગણી છે, એવી જ લાગણી અમારામાં પણ છે. આ વાત ના ભૂલશો.’

‘જર્નલિઝમને લઈ ચોક્કસ નિયમો હોવા જોઈએ કે શું સ્વીકાર્ય છે, શું નથી, જર્નલિઝમ હેઠળ શું આવે છે અને શું નથી આવતું. જીવો અને જીવવા દો. બ્લાઈન્ડ આઈટમ ગેરકાયદેસર હોવી જોઈએ. તેના પર પ્રતિબંધ મૂકાવવો જોઈએ. આ બાબતો માનસિક રીતે કઈ હદે હેરાન કરે છે તે કોઈને ખ્યાલ નથી. તમારી પાસે પુરાવા હોવા જોઈએ અને તમારામાં એ હિંમત હોવી જોઈએ કે તમે જે-તે વ્યક્તિના નામથી લખો અથવા તો લખો જ નહીં. તમે એમ કહો છો કે ‘આ સાંભળ્યું...’ અને તેને તમે જર્નલિઝમ કહો છો પરંતુ તમને ખ્યાલ જ નથી કે તમે કઈ હદે બીજા વ્યક્તિના મનને, તેના પરિવારને, તેના જીવનને પ્રભાવિત કરો છો. આ બિલકુલ અયોગ્ય છે.’

‘નિંદાનો ક્યારેય અંત થવાનો નથી. કોઈના વિશે ખરાબ ના બોલશો. ગોસિપ કરવાનું બંધ કરો અને તમને બધું જ ખબર છે, તમારો અભિપ્રાય જ સાચો છે, આવું વિચારવાનું બંધ કરો. દરેક પોતાની લડાઈ લડતો હોય છે અને તમને કંઈ જ ખબર હોતી નથી. તેથી જ તમારામાંથી આવતી નેગેટિવિટી, ટ્રોલિંગ તથા નિંદા આ બધું તેઓ કેવા છે એ નહીં પરંતુ તમે કેવા છો એ બતાવે છે. અમે મોટાભાગના આની અવગણના કરીએ છીએ અને તેને મન પર લેતા નથી પરંતુ અજાણતા આ બધાની અસર અમારી પર પડે છે. કેટલાંકને આની અસર વધારે થાય છે.’

‘લડકે નહીં રોતે’, ‘ઐસે નહીં રોતે’, ‘ડોન્ટ ક્રાય’, ‘બી સ્ટ્રોંગ’ આવું બોલવાનું બંધ કરવાની જરૂર છે. રડવું એ નિર્બળતાની નિશાની નથી. તમે રડો, તમારામાં તાકાત હોય તેટલી બૂમો પાડે, તમને જે ફીલ થતું હોય તે કરો, તમે આના પર વાત કરો. સારા થવામાં પૂરતો સમય લો. તમારા પરિવાર તથા તમને જે પ્રેમ અને તમારી કાળજી લેતા હોય છે, તે લોકોનો સાથ લો. તેમને ક્યારેય છોડો નહીં. તેઓ તમારી તાકાત છે અને તેઓ હંમેશાં તમારી સાથે છે. તેમની આસપાસ રહો. જીવનની લડાઈ એકલી લડવા માટે કોઈ સક્ષમ નથી.’

આ પહેલાં સુશાંતને યાદ કરીને ભાવુક નોટ લખી હતી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kriti Sanon is fuming and disappointed a the behaviour of the media after actor Sushant Singh Rajput’s death


from Divya Bhaskar https://ift.tt/30MEpCl
https://ift.tt/3fDslaN

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...