70 દિવસથી પણ વધુ સમય બાદ અંતે એ ઘડી આવી ગઈ, જેની બોલિવૂડ આતુરતાથી રાહ જોતું હતું. 20 જૂનથી ટીવી સિરિયલ, ફિલ્મ, વેબ સીરિઝને શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. આ વાતની માહિતી ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પલોઈઝે આપી છે. આ પહેલાં મહારાષ્ટ્ર સરકાર તરફથી 16 પાનાની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી હતી. આ ગાઈડલાઈનમાં શૂટિંગને લઈ કેટલીક સાવધાની તથા શરતોની વાત કરવામાં આવી છે.
FWICEના પ્રમુખ ડી એન તિવારીએ દિવ્ય ભાસ્કર સાથે એક ફોર્મ શૅર કર્યું હતું. આ ફોર્મમાં જરૂરી વિગતો ભરીને પરમિશન માગવાની હોય છે. ફોર્મમાં પ્રોડક્શન હાઉસ અથવા બ્રોડકાસ્ટિંગ કંપનીનું નામ, એડ્રેસ તથા ફિલ્મનું નામ લખવાનું હોય છે. જૉનર તથા ફિલ્મસિટીમાં કઈ જગ્યાએ શૂટિંગ કરવાનું છે, તેની માહિતી આપવાની હોય છે. હાલમાં પ્રોડક્શનને ફિલ્મ અથવા સિરિયલની પૂરી ટીમના 33 ટકા મેન પાવર સાથે શૂટિંગની પરવાનગી આપવામાં આવી છે.
જ્હોન અબ્રાહમે તૈયારી શરૂ કરી
ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ વાતથી ઘણી જ ખુશ છે. મિલાપ ઝવેરી તથા જ્હોન અબ્રાહમ‘સત્યમેવ જયતે 2’ને લઈ 16 જૂન (મંગળવારે)ની સાંજે મળ્યાં હતાં અને લાંબા સમય સુધી વાત કરી હતી. જ્હોન ‘મુંબઈ સાગા’ના શૂટિંગ માટે હૈદરાબાદ જવાનો છે. અનેક વેબ શોના પ્રોડ્યૂસર પણ શૂટિંગની આતુરતાથી રાહ જોતા હતાં. ફિલ્મસિટીમાં આઉટડોર લોકેશન તો છે અને સાથે ઈનડોર સ્ટૂડિયો પણ છે. ત્યાં તમામ લોકો શૂટિંગ કરી શકે છે.
મહારાષ્ટ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી
31 મેએ મહારાષ્ટ્ર સરકારે 16 પાનાની ગાઈડલાઈન જાહેર કરી હતી, જેમાં શૂટિંગ દરમિયાન માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, PPE કિટ પહેરીને મેકઅપ કરવો વગેરે બાબતો ફરજિયાત હોવાનું કહ્યું હતું. આ સાથે જ સરકારે સેટ પર માત્ર 33 ટકા ક્રૂ મેમ્બરની સાથે શૂટિંગ કરવાની પરવાનગી આપી છે. સેટ પર આવનાર કાસ્ટ તથા ક્રૂની મેડિકલ તપાસ કરવી અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાવાઈરસને કારણે 19 માર્ચથી શૂટિંગ બંધ હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2USIjpn
https://ift.tt/2Y8zgCM
No comments:
Post a Comment
If you have any doubts please let me know!