Wednesday, June 17, 2020

મેનેજર સાથે 8 કલાક પૂછપરછ, પિતાને સુશાંતે કહ્યું હતું- બધું સરખું કરી દઈશ, બિહારમાં સલમાન, કરણ જોહર સહિત 8 લોકો વિરુદ્ધ કેસ ફાઈલ થયો

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં તેના ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થપિઠાણી સાથે પોલીસે અંદાજે 8 કલાક સુધીપૂછપરછ કરી. તે બુધવારે રાત્રે દોઢ વાગ્યા આસપાસ બાંદ્રા પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા. જોકે, તેમણે પૂછતાછ વિશે કોઈપણ વાત જણાવી ન હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, સિદ્ધાર્થે તેના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ઓક્ટોબર 2019થી જાન્યુઆરી 2020 સુધી તેઓ સાથે ન હતા.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના અન્ડરમાં રહેલ સ્પેશિયલ ટીમ એક-બે દિવસમાં બોલિવૂડના અમુક સેલેબ્સની પૂછપરછ કરી શકે છે. તેમાં અમુક પ્રોડ્યુસર્સ અને પ્રોડક્શન હાઉસના લોકો પણ સામેલ હશે. આ દરમ્યાન બિહારના મુઝફ્ફરપુરમાં કોર્ટમાંસુધીર કુમાર ઓઝા નામના વકીલે એક કેસ ફાઈલ કર્યો છે. તેમાં કરણ જોહર, સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર સહિત કુલ 8 લોકો પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આરોપ- સુશાંતને 7 ફિલ્મ્સ માંથી કાઢી નાખવામાં આવ્યો, અમુક રિલીઝ ન થઇ
વકીલે કહ્યું કે, મેં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન,ભૂષણ કુમાર,દિનેશ વિજન,આદિત્ય ચોપરા,સાજિદ નડિયાદવાલા અને એકતા કપૂર સહિત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહની આત્મહત્યા સાથેના કનેક્શનમાં IPCના સેક્શન 306, 109, 504 અને 506 હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ ફરિયાદમાં તેમણે એવું કહ્યું છે કે, સુશાંતને સાત ફિલ્મ્સમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો અને અમુક ફિલ્મ્સ તેની રિલીઝ કરવામાં આવી ન હતી. તે આવું અંતિમ પગલું ભરે તે માટે આવી સ્થિતિ નિર્માણ કરવામાં આવી હતી.

પિતાને કહ્યું- બધું સરખું કરી લઈશ
પોલીસે મંગળવારે સુશાંતના પિતા કેકે સિંહનું સ્ટેટમેન્ટ લઇ લીધું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, પિતાએ જણાવ્યું કે સુશાંત પ્રોફેશનલ કારણોને લઈને ચિંતામાં હતો. દીકરાને સ્ટ્રેસમાં જોઈને તેમણે કહ્યું હતું કે થોડા દિવસ માટે તે તેનીપાસે આવી જાય, પરંતુ સુશાંતે ના પાડી દીધી હતી. તેણે પિતાને કહ્યું હતું કે, તમે ચિંતા ન કરો, હું બધું સરખું કરી લઈશ.

શેખર કપૂર, કંગના રનૌતે સવાલ ઉઠાવ્યા
સુશાંતની આત્મહત્યા બાબતે ફિલ્મ ડિરેક્ટર શેખર કપૂર, કંગના રનૌત, અનુભવ સિન્હા સહિત અનેક સેલેબ્સે ઇન્ડસ્ટ્રીમાં ચાલતા સગાવાદ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઇન્ડસ્ટ્રીમાં ચાલતા કેમ્પિંગને કારણે સુશાંત ચિંતિત હતો.

બહેનો સાથે સગાવાદ પર ચર્ચા કરતો હતો
સૂત્રોના જણાવ્યા મુજબ, સુશાંતની બે બહેનોએ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, બોલિવૂડમાં ચાલી રહેલ નિપોટિઝમ એટલે કે સગાવાદને લઈને સુશાંત ચિંતામાં હતો. ડિપ્રેશનમાં આવ્યા બાદ જ્યારે તે તેમની સાથે ફોન પર વાત કરતો ત્યારે ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે થતા ભેદભાવપૂર્ણ વ્યવહારની વાત કરીને ફ્રસ્ટ્રેશન કાઢતો હતો. પોલીસે જ્યારે તેમને પૂછ્યું કે તેઓ કોઈ વિરુદ્ધ અંગત ફરિયાદ કરવા ઈચ્છે છે તો તેમણે કહ્યું કે સુશાંતે કોઈ વ્યક્તિની વિરુદ્ધ ક્યારેય કઈ નથી કહ્યું, પણ બોલિવૂડમાં ચારે બાજુથી થઇ રહેલ બોયકોટ અને મુશ્કેલીઓનો ઉલ્લેખ જ કર્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પટનામાં કારગિલ ચોકમાં સુશાંત સિંહને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ અપાઈ


from Divya Bhaskar https://ift.tt/3d7eYxH
https://ift.tt/3fw7Axy

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...