Wednesday, June 17, 2020

ડિરેક્ટર રૂમી જાફરીએ કહ્યું, ‘સુશાંત ફિલ્મમાં કામ કરવા નહોતો ઈચ્છતો, વૈજ્ઞાનિકની જેમ નવી-નવી શોધો કરવા માગતો હતો’

લૉકડાઉન પછી સુશાંત સિંહ રાજપૂત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે એક ફિલ્મમાં કામ કરવાનું વિચારી રહ્યો હતો. આ ફિલ્મને ડિરેક્ટર રૂમી જાફરી ડિરેક્ટ કરવાના હતાં. ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ હતી. આનું શૂટિંગ મે મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું અને નવેમ્બર સુધી ચાલવાનું હતું. જોકે, લૉકડાઉનને કારણે આમ થઈ શક્યું નહીં. આ દરમિયાન સુશાંત જતો રહ્યો. સુશાંતને લઈ ડિરેક્ટર રૂમી જાફરીએ એબીપી ન્યૂઝની વેબસાઈટ સાથે વાત કરી હતી.

સુશાંત એક્ટિંગ છોડવા માગતો હતો
રૂમીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘લૉકડાઉન પૂરું થયા બાદ સુશાંતે મને નાના બજેટની ફિલ્મ પર કામ કરવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે આપણે લૉકડાઉનના નિયમોનું પાલન કરીને 20-25 ક્રૂ મેમ્બર્સની સાથે એક ફિલ્મ બનાવવી જોઈએ. હું સુશાંતની સલાહ પર એક સ્ક્રિપ્ટ પર કામ પણ કરી રહ્યો હતો.’

રૂમીએ આગળ કહ્યું હતું, ‘સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે એકવાર મને કહ્યું હતું કે તે ફિલ્મમાં હવે કામ કરવા ઈચ્છતો નથી. તે એક્ટિંગ છોડવા માગે છે. તેણે જ્યારે આ વાત કરી તો મેં આનું કારણે જાણવા ઘણો જ પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે કંઈ જ કહ્યું નહોતું. તે ઘણીવાર મને કહેતો કે તે ખેતી કરવા ઈચ્છે છે. તે આખા દેશમાં એક લાખથી વધુ ઝાડ ઉગાડવા ઈચ્છે છે. તે હંમેશાં વૈજ્ઞાનિકની જેમ નવી નવી બાબતો આવિષ્કાર કરવા માગતો હતો.’

રૂમીએ આગળ કહ્યું હતું કે 8 જૂનના રોજ તેની પૂર્વ મેનેજર દિશા સલિયને આત્મહત્યા કરી હતી અને આ સાંભળીને તેમણે સુશાંતને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે પોતાનું ધ્યાન રાખે. ફોનમાં તો તેણે કંઈ નહોતું કહ્યું પરંતુ એક વોઈસ નોટ મોકલીને કહ્યું હતું કે તે પોતાનું ધ્યાન રાખશે. રૂમીએ વધુમાં કહ્યું હતું કે તેમને એ વાતનો બિલકુલ અંદાજો નહોતો કે તે આવું ખતરનાક પગલું ભરશે અને હંમેશાં માટે બધાને છોડીને જતો રહેશે.

14 જૂને અવસાન થયું
સુશાંતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. 34 વર્ષીય સુશાંત છેલ્લાં ખાસ્સા સમયથી ડિપ્રેશનમાં સામે ઝઝૂમી રહ્યો હતો. સુશાંતના અંતિમ સંસ્કાર 15 જૂને મુંબઈમાં કરવામાં આવ્યા હતાં. સુશાંત છેલ્લે ફિલ્મ ‘ડ્રાઈવ’માં જોવા મળ્યો હતો અને આ ફિલ્મ થિયેટરને બદલે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Director Rumi Jaffery said, "Sushant didn't want to work in film


from Divya Bhaskar https://ift.tt/2YIo4vB
https://ift.tt/2URURxg

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...