Sunday, June 21, 2020

સોનાક્ષી સિન્હા બાદ સાકીબ સલીમ, આયુષ શર્મા અને ઝહીર ઇકબાલે ટ્વિટર અકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યા, નેગેટિવિટીથી દૂર રહેવા આવું કર્યું

સોશિયલ મીડિયા પર જોવા મળતી નેગેટિવિટી અને ટ્રોલિંગથી દૂર રહેવા હવે અન્ય સેલેબ્સ પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ ડિએક્ટિવેટ કરી રહ્યા છે. સોનાક્ષી સિન્હાએ ટ્વિટર છોડ્યું ત્યારબાદ હવે સાકીબ સલીમ, આયુષ શર્મા, ઝહીર ઇકબાલ સહિત અન્ય સેલેબ્સે ટ્વિટરને અલવિદા કહ્યું છે. આ વાત તેમણે ઇન્સ્ટા પર શેર કરીને જણાવી છે.

સાકીબ સલીમ
સાકીબે લખ્યું કે, ટ્વિટર આપણે જ્યારે પહેલીવાર મળ્યા ત્યારે તું એકદમ સરસ હતું. જ્ઞાન, લાગણી શેર કરવાનું અને અલગ -અલગ પોઇન્ટ ઓફ વ્યૂ સમજવાનું સારું માધ્યમ. પણ પછી ખબર પડી કે અહીંયા એકબીજા ગાળો આપવી સામાન્ય વાત છે. છેલ્લા અમુક દિવસોએ મને ભાન કરાવ્યું કે મને આવી એનર્જીની જરૂર નથી જ્યાં સવારે ઊઠીને નફરત જોવા મળે છે. આભાર મારા ફોલોઅર્સ તમારા પ્રેમ માટે. આપણે બીજા પ્લેટફોર્મ પર જોડાયેલા રહીશું. ટ્વિટર અને મારા સંબંધો હવે પુરા થઇ ગયા છે.

આયુષ શર્મા
સલમાન ખાનની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માએ પણ ટ્વિટરને બાય કહી દીધું છે. તેણે લખ્યું કે, 280 કેરેકટર્સ માણસને દર્શાવવા ઓછા પડે છે પણ 280 કેરેકટર્સ ફેક ન્યૂઝ, નફરત અને નેગેટિવિટી ફેલાવવા માટે પૂરતા છે. આવી માનસિકતાનો સામનો કરવા માટે સાઈન અપ કર્યું ન હતું. ખુદા હાફિઝ.

View this post on Instagram

#GoodVibesOnly... Peace Out ✌🏼

A post shared by Zaheer Iqbal (@iamzahero) on Jun 20, 2020 at 7:55am PDT

ઝહીર ઇકબાલ
ઝહીર ઇકબાલે ગુડબાય ટ્વિટર લખ્યું હતું. ઝહીરે સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ નોટબુકથી ડેબ્યુ કર્યું હતું.

મુદસ્સર અઝીઝ
ફિલ્મમેકર અને હુમા કુરેશીના બોયફ્રેન્ડ મુદસ્સરે ટ્વિટર બાદ હવે ઇન્સ્ટાગ્રામ પણ છોડી દીધું છે. તેણે લખ્યું કે, કોઈ સ્ટ્રેસ નહીં, કોઈ ફરિયાદ નહીં. તમે બધાએ જે પ્રેમ આપ્યો તેના માટે આભાર.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Sonakshi Sinha, Saqib Saleem, Ayush Sharma and Zaheer Iqbal deactivated their Twitter accounts to avoid negativity


from Divya Bhaskar https://ift.tt/2V3PtXP
https://ift.tt/37Pqgpp

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...