Sunday, June 21, 2020

કિઆરાએ પ્રીતિ તરફથી પોતાના કબીર સિંહને શુભેચ્છા પાઠવી, ફિલ્મ સાથે જોડાયેલી યાદોના ફોટોઝ શેર કર્યાં

શાહિદ કપૂર અને કિઆરા અડવાણી સ્ટારર ફિલ્મ કબીર સિંહના રિલીઝને રવિવારે એક વર્ષ થઇ ગયું છે. કિઆરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પોસ્ટ કરીને પોતાના કેરેક્ટર પ્રીતિ તરફથી કબીર સિંહને શુભેચ્છા પાઠવી છે. આ ફિલ્મ 21 જૂન 2019ના રોજ રિલીઝ થઇ હતી અને તે વર્ષની સૌથી વધારે કમાણી કરનારી બીજા નંબરની ફિલ્મ હતી.

View this post on Instagram

Dear Kabir Singh, Happy anniversary! Love always, Preeti ❤️

A post shared by KIARA (@kiaraaliaadvani) on Jun 20, 2020 at 11:30pm PDT

કિઆરાએ ફિલ્મ સાથે જોડાયેલા અમુક ફોટોઝ અને વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ડિયર કબીર સિંહ, હેપ્પી એનિવર્સરી, હંમેશાં પ્રેમ, પ્રીતિ. આ ફોટોઝમાં ત્રણ ફિલ્મના છે અને બાકીના શૂટિંગ તરફ લીધેલા ફિલ્મ સેટના છે. એક ફોટોમાં ફિલ્મના ડિરેક્ટર સંદીપ વાંગા પણ નજર આવે છે.

કબીર સિંહ ફિલ્મ એક રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ હતી, જે સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની ઓફિશિયલ હિન્દી રિમેક હતી. તે ફિલ્મમાં વિજય દેવરકોન્ડા અને શાલીની પાંડે લીડ રોલમાં હતા. આ બંને ફિલ્મનું ડિરેક્શન સંદીપ વાંગાએ કર્યું હતું. કબીર સિંહે બોક્સ ઓફિસ પર 276 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સંદીપ વાંગાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ રોલ માટે હું પહેલાં રણવીર સિંહને લેવાનો હતો પણ તેની સાથે વાત ના થઇ શકી આથી મેં શાહિદ કપૂરને તૈયાર કરી લીધો.

બે દિવસ પહેલાં કિઆરાના પપ્પા જગદીશ અડવાણીનો જન્મદિવસ હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર સુંદર મેસેજ લખીને પિતા સાથેના ફોટોઝ પણ શેર કર્યા હતા. તેણે કહ્યું હતું કે, હું હંમેશાં મારા પિતાની લાડલી રહી છું. હેપ્પી બર્થડે પાપા.

13 જૂને શેર કરેલી પોસ્ટમાં કિઆરાએ પોતાની પ્રથમ ફિલ્મ ‘ફ્ગલી’ને યાદ કરી હતી. ફિલ્મનો એક ફોટો શેર કરીને લખ્યું હતું કે, થ્રોબેક 6 વર્ષ પહેલાં જ્યાંથી બધું શરુ થયું હતું. મારી પ્રથમ ફિલ્મ સ્પેશિયલ રહેશે. ફિલ્મની ટીમ અને મારી આ સફરનો ભાગ રહેનારા દરેક ચાહકોનો આભાર. બધાને ઘણો બધો પ્રેમ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kiara greets her Kabir Singh from Preeti, shares photos of memories attached to the film kabir singh


from Divya Bhaskar https://ift.tt/37OhrvX
https://ift.tt/37PSmk9

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...