કંગના રનૌત તથા સુશાંત સિંહ રાજપૂતે ક્યારેય સાથે કામ કર્યું નથી પરંતુ ઘણી બાબતો તેમને કનેક્ટ કરે છે. બંને નાનકડાં શહેરમાંથી આવે છે અને બંનેએ કન્ટેન્ટ ડ્રાઈવન ફિલ્મમાં કામ કર્યું છે. આ ઉપરાંત ‘એમ એસ ધોની’ ફિલ્મ રિલીઝ થયા બાદ સુશાંતે કંગના સાથે કામ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. જોકે, સુશાંતના આકસ્મિક નિધન બાદ કંગનાએ બોલિવૂડ પર ગંભીર આક્ષેપો કર્યો હતો. હાલમાં જ મુકેશ ભટ્ટે કહ્યું હતું કે સુશાંત બીજો પરવીન બાબી બની ગયો હતો. મુકેશ ભટ્ટની આ વાત પર કંગનાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મુકેશ ભટ્ટે કહ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં તે સુશાંતને મળ્યાં હતાં અને તેમને એવું લાગ્યું કે તે નોર્મલ નથી. તેમને લાગ્યું કે સુશાંત પણ ‘પરવીન બાબી બનવાના રસ્તે’ છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટ્રેસ પરવીન બાબીને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆની બીમારી હતી. પરવીન બાબીની માનસિક પરિસ્થિતિ ઘણી જ ખરાબ હતી.
પિંકવિલા સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું હતું, ‘મુકેશ ભટ્ટ આજે દાવો કરી રહ્યાં છે કે સુશાંત પણ પરવીન બાબી બનવાના રસ્તે હતો પરંતુ તેમણે પરવીન બાબી સાથે શું કર્યું તે બધાને ખબર છે.’ ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં કંગનાએ ફિલ્મ ‘વો લમ્હે’માં કામ કર્યું હતું. આ ફિલ્મ પરવીન બાબીના જીવન પર આધારિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં પરવીન બાબીની માનસિક હાલત તથા મહેશ ભટ્ટ સાથેના સંબંધો પર વાત કરવામાં આવી હતી. ‘વો લમ્હે’ને મોહિત સુરીએ ડિરેક્ટ કરી હતી અને મહેશ તથા મુકેશ ભટ્ટે પ્રોડ્યૂસ કરી હતી.
કંગનાએ કહ્યું, મહેશ ભટ્ટે મારા અંતની ભવિષ્યવાણી કરી હતી
કંગનાએ આગળ કહ્યું હતું, ‘અમારા સંબંધો ખરાબ થયા બાદ મહેશ ભટ્ટ એક્ટર રીતિક રોશનને મળ્યાં હતાં. તેમણે ઓન રેકોર્ડ એવી જાહેરાત કરી હતી કે રીતિક પાસે જે પણ પુરાવા છે, તેનાથી તેનો (કંગના) અંત આવી જશે. મારી સાથે કોઈ દુઃખદ ઘટના બનવાની છે. મને નવાઈ લાગી કે કોઈ આવું કેવી રીતે કહી શકે. જોકે, આ વાતને ચાર વર્ષ થઈ ગયા અને હજી સુધી એવી કોઈ દુઃખદ ઘટના બની નથી. તેઓ પોતાની વાતને આટલી ખાતરીપૂર્વક કેવી રીતે કહી શક્યા? શા માટે તેમને એવું લાગ્યું કે મારો અંત નજીકમાં છે?’
‘સુશાંતે પોતાના સપના માટે સ્કોલરશિપનો અસ્વીકાર કર્યો’
કંગનાએ કહ્યું હતું, ‘હવે તેમનો ભાઈ આમાં વચ્ચે બોલી રહ્યો છે કે સુશાંત પરવીન બાબી બની ગયો હતો. તે કોણ છે આવું બધું કહેનારા?સુશાંત રેન્ક હોલ્ડર હતો. તેણે પોતાના સપના સાકાર કરવા માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સ્કોલરશિપનો સ્વીકાર કર્યો નહોતો. આવું તો તેમના (ભટ્ટ) બાળકો વિચારી પણ શકે નહીં. આવતીકાલે, જો તેમના બાળકો આ રીતે આત્મહત્યા કરે અને કોઈ આવીને એવી કહે કે આવું એટલા માટે બન્યું કે કારણ કે તે પરવીન બાબી જેવા બની ગયા હતાં. મારે જોવું છે કે તેમને કેવું અનુભવાય છે?’
‘સુશાંત અને મારા મિત્રો કોમન છે’
‘સુશાંત અને મેં ક્યારેય એકબીજા સાથે વાત નથી કરતી, પરંતુ અમારા નિકટના મિત્રો જેવા કે સંદીપ સિંહ તથા કમલ જૈન કોમન મિત્રો હતાં. ઘણાં લોકો સુશાંતની નિકટ હતાં. મને ખ્યાલ હતો કે સુશાંતના જીવનમાં શું બની રહ્યું છે, કારણ કે તે લોકો સુશાંતને પસંદ કરતાં હતાં અને તેની ઘણાં જ નિકટ હતાં. વાસ્તવમાં જ્યારે સુશાંતના નિધનના સમાચાર આવ્યા ત્યારે મેં તરત જ કમલજીને ફોન કર્યો અને પૂછ્યું કે કમલજી, શું થયું, તમને આ અંગે કોઈ માહિતી છે?’
‘સુશાંત કામને લઈ ચિંતામાં હતો’
કંગનાએ કમલ જૈન સાથે થયેલી વાતચીત કહેતા કહ્યું હતું, ‘કમલજીએ મને કહ્યું હતું કે તેમણે સોમવાર (આઠ જૂન)એ સુશાંત સાથે છેલ્લીવાર વાત કરી હતી અને તે ઘણો જ અપસેટ હતો. તેણે આ પહેલાં ક્યારેય આ રીતે વાત કરી નહોતી. સુશાંતે કમલજીને કહ્યું હતું કે તેના માટે કોઈ મોટી ફિલ્મ બનાવવામાં આવે. તેણે ‘છિછોરે’ આપી, હિટ ફિલ્મ આપી પરંતુ હજી પણ તેને કોઈ બિગ ફિલ્મ મળી નથી. તેની પાસે કોઈ કામ નથી અને તે કામ કરવા માગે છે. કમલજીએ તેને આશ્વસાન આપ્યું હતું કે લૉકડાઉન બાદ તે જરૂરથી તેની માટે કંઈક કરશે. તેઓ ગુરુવારે (18 જૂન) મળવાના પણ હતાં પરંતુ તે પહેલાં જ આ ઘટના બની ગઈ. તે કામને લઈ ઘણો જ દબાવમાં હતો અને લોકો તેની સાથે જે રીતનું વર્તન કરતાં હતાં, તેને લઈ તે ચિંતામાં હતો.’
‘રામ-લીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’ માટે પહેલી પસંદ સુશાંત હતો’
‘જ્યારે મેં આ અંગે શરૂઆત કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે સુશાંતનો મોટા પ્રોડક્શન હાઉસે સંપર્ક સાધ્યો હતો. ‘રામ-લીલા’ માટે તે પહેલી પસંદ હતો, ‘બાજીરાવ મસ્તાની’ માટે પણ પહેલી પસંદ હતો. જોકે, તે આ ફિલ્મમાં કામ કરી શક્યો નહીં અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી. હા, પછી તેનામાં ચોક્કસ પસંદગી આવી ગઈ હતી. લોકો તેનો ઉપયોગ કરે તે વાત તેને પસંદ નહોતી. તે ઘણો જ સંવેદનશીલ હતો. તે પોતાના દરેક ઈન્ટરવ્યૂમાં કહેતો કે તેને ખ્યાલ નથી કે તે પોતાની કેવી રીતે રજૂ કરે. ઈન્ડસ્ટ્રી માટે તે બાળક હતો અને તે જ્યારે પણ બહાર જતો ત્યારે તેને ખ્યાલ નહોતો કે લોકો તેની સામે કેવી રીતે જુએ છે અને તેને લઈ શું વિચારે છે, આથી જ તે વધુ ને વધુ ઈન્ડસ્ટ્રીને લઈ અભ્યાસ કરતો. તેની છેલ્લી કેટલીક પોસ્ટમાં યોગ્ય તથા અયોગ્યની વાત કરવામાં આવી હતી અને તે લોકો પાસે ભીખ માગતો કે તેની ફિલ્મ જોવામાં આવે.’
‘અમારા પર કેમ વધુ પ્રેશર હોય છે?’
‘મને લાગે છે કે ‘મણીકર્ણિકા’ સમયે મારા માટે જીવવું અથવા મરવું, એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આવું અમારી સાથે જ શા માટે થાય? શા માટે અમારા માટે જીવવું અથવા મરવું એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે. મને લાગે છે કે ‘છિછોરે’ જેવી હિટ ફિલ્મ આપ્યા બાદ તેની કેટલીક ફિલ્મ ના ચાલી તો તે ઠીક છે. સલમાને ‘વોન્ટેડ’થી બોલિવૂડમાં કમબેક કરી શકે છે. સંજય દત્ત વ્યસનને કારણે ગાયબ જ થઈ ગયો હતો પરંતુ તેણે ‘મુન્નાભાઈ MBBS’થી કમબેક કર્યું તો જ્યારે મેં ‘તનુ વેડ્સ મનુ’ તથા ‘ક્વીન’ બાદ ‘રંગૂન’ ફિલ્મ આપી તો મને કેમ કહેવામાં આવ્યું કે મારી કરિયર હવે પતી ગઈ? મને એવું લાગ્યું કે ‘મણિકર્ણિકા’ને લઈ મારા પર બહુ જ દબાણ કરવામાં આવ્યું છે. ‘છિછોરે’ બાદ તેણે મિત્રોને વિશ્વાસ અપાવ્યો કે તેની પાસે કોઈ કામ નથી. તે કેવી રીતે કામ કરે? મને લાગે છે કે આ ઘણી જ દુઃખદ બાબત છે કે તે કહેવાતા મોટા લોકોને કારણે તે નીચે પડ્યો અને આ વાત જગજાહેર છે.’
‘સુશાંત વિશે બધાને ખબર હતી’
‘દરેકને ખ્યાલ છે કે તેમણે પોતાની ગેંગ બનાવી હતી અને તેને ખૂણામાં ધકેલી દીધો હતો. આ બધાએ જોયું હતું. હું જાહેરમાં આ અંગે વાત કરવા તૈયાર છું. જો તપાસ થશે તો હું આ અંગે બોલવા તૈયાર છું, કારણ કે મીડિયા પાસે પૂરતા પુરાવા છે. દરેકને ખબર હતી કોણે તેને એકલો પાડી દીધો હતો.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fusBZo
https://ift.tt/2US6AvB
No comments:
Post a Comment
If you have any doubts please let me know!