સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઈન્ડસ્ટ્રીનો એક અજાણ્યો ચહેરો સામે આવ્યો છે. અનેક લોકો માને છે કે બોલિવૂડના અનેક નિર્માતા નવા લોકોને તક આપતા નથી અને સ્ટારકિડ્સને જ મહત્ત્વ આપે છે. આ અંગે સુશાંતના નિધનના બીજા દિવસે કંગનાએ પોતાનું નિવેદન આપ્યું હતું. કંગનાએ ઘણી મોટી હસ્તીઓને ટાર્ગેટ કરી હતી. આ વીડિયો સામે આવતા જ કંગનાના ઈન્સ્ટાગ્રામના ફોલોઅર્સની સંખ્યા ખાસ્સી એવી વધી ગઈ હતી. આવામાં હવે ઘણાં લોકો એમ માની રહ્યાં છે કે કંગનાનો આ વીડિયો માત્ર PR સ્ટંટ હતો.
કંગના રનૌતની ટીમે આ દાવાનેખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું, ‘જો મિસ રનૌત ફોલોઅર્સ વધવા પર ધ્યાન આપતા હોત તો તેમણે પોતાના માટે એક અકાઉન્ટ બનાવવાની જરૂર છે, પરંતુ તેમણે સોશિયલ મીડિયા પર ના આવવાનો નિર્ણય લીધો છે. તે સફળ એક્ટ્રેસિસમાંથી એક છે અને તે પોતાના મોટા ફૅન ફોલોઈંગને એન્જોય કરી શકે છે.’
If Ms Ranaut’s focus was on gaining followers, all she had to do was make an account for herself, she chooses not to be on social media, she is arguably the most successful actress & can enjoy huge following... (Continued)
— Team Kangana Ranaut (@KanganaTeam) June 17, 2020
કંગનાની ટીમે સુશાંતના નિધનના બીજા દિવસે એટલે કે 15 જૂનના રોજ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં કંગનાએ અનેક સવાલ ઉઠાવ્યા હતાં. કંગનાએ કહ્યું હતું કે સુશાંતની ઈમેજ ખોટી બનાવવામાં આવી હતી કે તેનું મગજ સ્થિર નથી. તેને આગળ વધવાની તક આપવામાં આવી નહોતી. વીડિયોમાં કંગનાએ ‘ગલી બોય’ને બકવાસ ફિલ્મ ગણાવી હતી અને કહ્યું હતું, ‘કાઈ પો છે’ માટે સુશાંતને કોઈ ડેબ્યૂ અવોર્ડ મળ્યો નહીં. ‘કેદારનાથ’, ‘એમ એસ ધોની’ અને ‘છિછોરે’ માટે પણ તેને કોઈ અવોર્ડ ના મળ્યો. ‘ગલી બોય’ જેવી વાહિયાત ફિલ્મને બધા જ અવોર્ડ મળ્યા. ‘છિછોરે’ બેસ્ટ ફિલ્મ હતી પરંતુ તેને કોઈ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી નહીં.
View this post on InstagramA post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on Jun 15, 2020 at 2:44am PDT
આઉટસાઈડર્સને રોકવા માટે ષડયંત્ર કરવામાં આવે છે
સુશાંતના સુસાઈડ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કંગનાએ કરન જોહરને ટાર્ગેટ કર્યો હતો. કંગનાએ કહ્યું હતું, ‘તેણે મારી પાસે એક ફિલ્મ ‘ઉંગલી’ કરાવી હતી. મારી કરિયર બરબાદ કરવાનું ષડયંત્ર હતું. પહેલાં કહ્યું કે મારો 45 મિનિટનો રોલ છે. પછી 10-15 મિનિટનો રોલ કર્યો. કરને સુશાંતની ‘ડ્રાઈવ’ સાથે પણ આમ જ કર્યું. તેને ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરી દીધી. એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે આઉટસાઈડર્સ આગળ ના આવે તે માટે કાવતરા ઘડવામાં આવે છે. ષડયંત્ર પૂરા કરવા માટે તેઓ પોતાના પૈસા પણ ગુમાવવા તૈયાર થઈ જાય છે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fE9JaD
https://ift.tt/2UPShYH
No comments:
Post a Comment
If you have any doubts please let me know!