Thursday, June 18, 2020

દિશા સલિયન સાથે 14 કરોડની વેબસીરિઝ પર વાત ચાલતી હતી, દિશાના નિધન બાદ તણાવમાં આવેલા સુશાંતે મરતા પહેલાં નોકરોને પગાર ચૂકવ્યો હતો

રવિવાર, 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરે સુસાઈડ કર્યું હતું. સુશાંતની આત્મહત્યાએ બોલિવૂડ પર અનેક સવાલ ઊભા કર્યાં છે. પોલીસ સુશાંત સાથે જોડાયેલી દરેક વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન તેના હાઉસ સ્ટાફનું નિવેદન સામે આવ્યું છે. પોલીસને આપેલા નિવેદનમાં સ્ટાફે કહ્યું હતું કે સુશાંતે સુસાઈડ કર્યાંના ત્રણ દિવસ પહેલાં જ તેમની બાકી રકમ ચૂકવી દીધી હતી. સુશાંતે કહ્યું હતું કે ફાઈનાન્સિયલ પ્રોબ્લેમને કારણે હવે તે તેમની સંભાળ રાખી શકશે નહીં.

દિશા સલિયન સાથે વાત થઈ હતી
રિપોર્ટ્સના મતે, સુશાંતને તેની પૂર્વ મેનેજર દિશા સલિયનની મદદથી 14 કરોડની એક વેબ સીરિઝમાં કોન્ટ્રેક્ટ મળવાનો હતો. ઉલ્લેખનીય છે કે દિશા સલિયને આઠ જૂનના રોજ આત્મહત્યા કરી હતી. સુશાંત તથા દિશા વચ્ચે માર્ચ મહિનામાં બેવાર વાત થઈ હતી. દિશાના મોતને કારણે સુશાંત ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તેમની તપાસમાં એ વાત સામે આવી છે કે આ બંને વચ્ચે કોઈ પ્રોજેક્ટને લઈ વ્હોટ્સ એપ પર બેવાર વાત થઈ હતી. ત્યારબાદ તેમની વચ્ચે કોઈ વાત થઈ નથી.

મેનેજરે પણ આ વાત કહી હતી
મિડ ડેના રિપોર્ટ પ્રમાણે, સુશાંતે જ્યારે હાઉસ સ્ટાફને એમ કહ્યું કે તે તેમની કાળજી રાખી શકશે નહીં ત્યારે હાઉસ સ્ટાફે એક્ટરને જવાબ આપ્યો હતો કે તે હંમેશાં તેમનું ધ્યાન રાખે છે અને તેઓ પોતાની રીતે કંઈકને કંઈ કરી લેશે. આ જ રીતની વાત સુશાંતના મેનેજરે બાંદ્રા પોલીસને કહી હતી. મેનેજરે કહ્યું હતું કે સુશાંતે નિધનના ત્રણ દિવસ પહેલાં જ બાકીની રકમ ચૂકવી દીધી હતી. સુશાંતના નિકટના સાથીએ એમ કહ્યું હતું કે તે ફાઈનાન્સિયલ મુશ્કેલીનો સામનો કરતો હતો, કારણ કે તેના હાથમાંથી કેટલાંક પ્રોજેક્ટ નીકળી ગયા હતાં અને તેની પાસે હવે કંઈ રહ્યું નહોતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actor Sushant Singh Rajput Suicide Case he cleared all their house staff dues three days before his demise


from Divya Bhaskar https://ift.tt/3fDstqq
https://ift.tt/30Svjnu

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...