Thursday, June 18, 2020

કરન જોહરે ટ્વિટર પરથી અનેક લોકોને અનફોલો કર્યાં, હાલમાં માત્ર આઠ લોકોને ફોલો કરે છે

સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બોલિવૂડમાં ફરી એકવાર નેપોટિઝ્મને લઈ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ચાહકો તથા કેટલાંક બોલિવૂડ સેલેબ્સે કરન જોહર તથા આદિત્ય ચોપરા પર આક્ષેપ કર્યો છે કે તેઓ આઉટસાઈડર્સને બદલે સ્ટાર કિડ્સને વધારે મહત્ત્વ આપે છે. કરન જોહરને સોશિયલ મીડિયામાં સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. કરન જોહરે સુશાંતના નિધન બાદ તેને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નેપોટિઝ્મને લઈને બોલિવૂડના એ લિસ્ટર્સ તથા ચાહકોએ કરનને જબરજસ્ત ટ્રોલ કર્યો છે પરંતુ હજી સુધી કરને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

અચાનક જ ટ્વિટર પરથી અનેક અકાઉન્ટ અનફોલો કર્યાં
17 જૂન, બુધવારે કરન જોહરે પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ હેન્ડલ પરથી ઘણાં બધા અકાઉન્ટને અનફોલો કર્યાં હતાં. આટલું જ નહીં સોશિયલ મીડિયામાં કરન જોહરના ફોલોઅર્સની સંખ્યા પણ ઘટતી જાય છે. કરને બોલિવૂડના જાણીતા કલાકારોને અનફોલો કરી દીધા છે, આમાંથી કેટલાંક કલાકારો સાથે કરન જોહરના નિકટના સંબંધો છે.

માત્ર આઠ લોકોને ફોલો કરે છે
કરન જોહર હવે ટ્વિટર પર માત્ર આઠ લોકોને જ ફોલો કરે છે, આમાંથી ચાર તેના પ્રોડક્શન હાઉસ ધર્મા સાથે સંકળાયેલા છે, જેમાં CEO અપૂર્વ મહેતા પણ સામેલ છે. બાકીના ચારમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અક્ષય કુમાર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ છે.

હાલમાં જ કરન-આલિયાનો જૂનો વીડિયો વાઈરલ થયો
સુશાંતના નિધન બાદ કરન તથા આલિયાનો ‘કૉફી વિથ કરન’નો એક જૂનો વીડિયો વાઈરલ થયો હતો. આ શોના રેપિડ ફાયર રાઉન્ડમાં કરન જોહરે આલિયાને સુશાંતને લઈ સવાલ કર્યો હતો, જેમાં આલિયાએ કહ્યું હતું કે કોણ છે સુશાંત સિંહ? તે તેને ઓળખતી પણ નથી. ત્યારબાદ બંનેએ સુશાંતની મજાક ઉડાવી હતી.

આલિયાના ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ આલિયાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પણ ફોલોઅર્સની સંખ્યામાંઘટાડો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આલિયાને પણ ટ્રોલ કરી રહ્યાં છે. આલિયાએ પણ સુશાંતના નિધન બાદ શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શૅર કરી હતી. જોકે, યુઝર્સે તેને દેખાડો કરવાની ના પાડી હતી.

કરન-સુશાંતે આ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું
કરન જોહર તથા સુશાંત સિંહે ફિલ્મ ‘ડ્રાઈવ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મને કરને પ્રોડ્યૂસ કરી હતી અને તરુણ મનસુખાનીએ ડિરેક્ટ કરી હતી.જોકે, આ ફિલ્મ એક-બે વર્ષ સુધી રિલીઝ નહોતી થઈ અને પછી અંતે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને નેગેટિવ રિવ્યૂ મળ્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan Johar unfollowed many people from Twitter, currently he follows just eight accounts


from Divya Bhaskar https://ift.tt/3hFtqAA
https://ift.tt/37EYkEB

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...