Wednesday, June 3, 2020

મુંબઈમાં ભીષણ તોફાનનું સંકટ, બોલિવૂડ સેલેબ્સે મુંબઈકરની સલામતી માટે દુઆ કરી

મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે. અહીંયા ચક્રવાત નિસર્ગ ટકરાવવાનું છે. જોકે, ચક્રવાતને લઈ પૂરતી તૈયારી કરવામાં આવી છે. બોલિવૂડ સેલેબ્સે ચાહકોને ઘરમાં રહેવાની તથા BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. અક્ષય કુમારે વીડિયો શૅર કર્યો હતો.

અક્ષયે વીડિયો શૅર કર્યો
અક્ષયે વીડિયોમાં કહ્યું હતું, ‘બહાર વરસાદ વરસી રહ્યો છે. દર વર્ષે આ સિઝનની રાહ જોતા હોઈએ છીએ પણ 2020 અલગ વર્ષ છે, વિચિત્ર વર્ષ છે. રહી રહીને હેરાન કરી રહ્યું છે. વરસાદની મજા પણ શાંતિથી લેવા નહીં દે. ઝરમર ઝરમર વરસાદની સાથે તોફાન પણ પાછળ પાછળ આવી ગયું. ભગવાનની આપણી પણ કૃપા રહી તો બની શકે કે સાઈક્લોન આવે જ નહીં અથવા તો સાઈક્લોનની સ્પીડ ઘટી જાય. જોકે, આવી પણ ગયું તો આપણે ડરીશું નહીં. આપણે અત્યારથી જ સુરક્ષાની તૈયારીઓમાં લાગી જઈશું. BMCએ લિસ્ટ તૈયાર રાખ્યું છે. આ નિયમોનું પાલન કરીશું અને તોફાનનો હિંમતથી સામનો કરીશું.’ વધુમાં અક્ષયે સાવચેતી રાખવાનું કહ્યું છે. ઘરમાં જ રહેવાની અપીલ કરે છે. સમુદ્ર કિનારે ના જવાની સલાહ આપી હતી. વીડિયો શૅર કરીને અક્ષયે કહ્યું હતું, મુંબઈના વરસાદની સૌથી વધુ રાહ જોવાતી હોય છે પરંતુ આ વર્ષે અણગમતા મહેમાન પણ આવી રહ્યાં છે. જો આ તોફાન આપણને ટકરાશે તો આપણે સાવધાની રાખવાની જરૂર છે. BMCએ આનાથી બચવા માટે નિયમો બનાવ્યા છે, તેનું પાલન કરો.

પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરી હતી, મારા પ્રેમાળ હોમ સિટી મુંબઈ જ્યાં મારા ભાઈ તથા માતા સહિત 20 મિલિયનથી વધુ લોકો રહે છે, તેમની પર સાઈક્લોન નિર્સગનું જોખમ છે. મુંબઈએ 1891 પછી ક્યારેય આટલા ગંભીર ચક્રવાતનો અનુભવ કર્યો નથી. આ સમયે દુનિયા હતાશ છે અને ખાસ કરીને આ વિનાશકારી બની શકે છે.

માધુરીએ પણ પોસ્ટ શૅર કરી
માધુરીએ કહ્યું હતું, આજની સવારમાં કંઈક અજીબ શાંતિ છે. કદાચ આ તોફાન આવ્યા પહેલાંની શાંતિ છે. મહામારી ઓછી નહોતી કે હવે આ સાઈક્લોન પણ રસ્તામાં છે. મુંબઈ માટે આ મુશ્કેલ સમય છે. આપણે તેમાંથી બહાર આવવું પડશે. આ સાથે જ માધુરીએ ઝાડ તથા છોડની તસવીર શૅર કરી હતી.

રવિના ટંડને પોતાની તસવીરો ઈન્સ્ટા પર શૅર કરીને કહ્યું હતું, આત્મનિર્ભરફોટોશૂટ, વાદળછાયું વાતાવરણ, ડેનિમ પહેર્યું, સાઈક્લોન નિર્સગની રાહ જોઈએ છીએ. બેટરી ચાર્જ રાખો અને હાથવગી રાખો, આસપાસની ગટરોના ઢાંકણા ખુલ્લા રાખો, ફોનમાં કોઈ સારી મૂવી ડાઉનલોડ કરીને રાખો. આશા છે કે કોઈ પણ ઘટના વગર આ પસાર થઈ જાય. આપણે તમામ સલામત રહીએ. આશા છે કે કોઈ નુકસાન ના થાય. મુંબઈકર હંમેશા મદદ માટે તૈયાર છે પરંતુ હું પ્રાર્થના કરું છું કે આવી મદદની જરૂર ના પડે. તમામ સલામત રહે.

ટ્વિંકલ ખન્નાએ ઈન્સ્ટા પોસ્ટમાં કહ્યું હતું, એક કપ ચા, થોડો ઝરમર વરસાદ અને ચક્રવાત આવવાની રાહ જોઉં છું. આશા રાખું છું કે તે એકદમ આવીને ભેટી ના પડે. સલમાત રહો.

વિકી કૌશલ પોતાના ઘરની ગેલેરીમાં બેઠો છે, આ તસવીર શૅર કરીને એક્ટરે કહ્યું હતું, આશા છે કે આ વરસાદ માત્ર રાહત તથા આનંદ આપે, બહુ નાટક ના કરે. બધા સલામત રહો.

અથિયા શેટ્ટીએ ટ્વિટર પર પોસ્ટ શૅર કરીને તોફાન દરમિયાન રખડતાં પશુઓને પોતાના ઘરમાં, કોમ્પ્લેક્સમાં કે બંગલામાં આશરો આપવાની વિનંતી કરી હતી.

આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર, એશા ગુપ્તાએ ઈન્સ્ટા સ્ટોરીમાં BMCના નિયમોની યાદી શૅર કરી હતી. શિલ્પા શેટ્ટીએ સાઈક્લોન નિર્સગથી બચવા માટે સાવધાની રાખવાની અપીલ કરી હતી.

નીના ગુપ્તાએ પણ અપીલ કરી
નીના ગુપ્તાએ વીડિયો મેસેજ શૅર કરીને લોકોને સાવધ રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, મુંબઈ તથા ગોવા સહિતની એ તમામ જગ્યાએ જ્યાંથી તોફાન પસાર થવાનું છે, ત્યાં રહેતા લોકો સાવધાની રાખે. પોતાના ઘરના બારી-બારણાં બંધ રાખવા. પ્રાર્થના છે કે કોઈ પણ જાતના નુકસાન વગર તોફાન પસાર થઈ જાય.

View this post on Instagram

Bhagwan kare ye chupe se nikal jaye

A post shared by Neena Gupta (@neena_gupta) on Jun 2, 2020 at 8:46am PDT

ચક્રવાત ભીષણ તોફાનમાં ફેરવાયું
અરબ સાગરમાં ઉઠેલું ડિપ ડિપ્રેશન મંગળવાર (3 જૂન)ના રોજ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું. આ તોફાનનું નામ નિર્સગ છે, જે 13 કિમી/કલાકની ઝડપે મહારાષ્ટ્રના કાંઠા તરફ વધી રહ્યું છે. અનુમાન છે કે આ તોફાન બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા વચ્ચે મહારાષ્ટ્રમાં રાયગઢના હરિહરેશ્વર અને દમણ વચ્ચે 110 કિમી/કલાકની ઝડપે ટકરાશે. મુંબઈ તો આ સદીના પહેલા મોટા તોફાનના સંકજામાં આવી રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Hurricane in Mumbai, Bollywood celebs pray for Mumbaikar's safety


from Divya Bhaskar https://ift.tt/2Mnyr26
https://ift.tt/2z1JlYw

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...