Wednesday, June 3, 2020

IFTDAની માગ- 65થી વધુ ઉંમરના એક્ટર્સને સેટ પર આવવાની મંજૂરી મળે, કારણકે અમિતાભ જેવા એક્ટર આજે પણ એક્ટિવ

મહારાષ્ટ્ર સરકારે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને શૂટિંગ માટે મંજૂરી આપી દીધી છે. તેના માટે 16 પેજની ગાઇડલાઇન રિલીઝ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને શૂટિંગ એરિયામાં આવવાની મંજૂરી આપવામાં આવે નહીં. ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન એસોસિએશન (IFTDA)એ આ ગાઇડલાઇનમાં ફેરફાર કરવા માટે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને એક લેટર લખ્યો છે.

IFTDAના અધ્યક્ષ અશોક પંડિતે ઉદ્ધવ ઠાકરે, અને કલ્ચરલ અફેર્સના સેક્રેટરી ડો. સંજય મુખર્જીને આ લેટર લખ્યો છે. તેમાં લખ્યું છે કે, અમે તમને જણાવવા ઇચ્છીએ છીએ કે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, પરેશ રાવલ, અન્નુ કપૂર, નસીરુદ્દીન શાહ, ધર્મેન્દ્ર, શક્તિ કપૂર, મિથુન ચક્રવર્તી, પંકજ કપૂર, જેકી શ્રોફ, ડેની ડેન્જોગપ્પા, દિલીપ તાહિલ, ટીનુ આનંદ, રાકેશ બેદી, કબીર બેદી અને અન્ય કલાકાર આજે પણ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.

મહાન ડિરેક્ટર્સ જેવા કે અનિલ શર્મા, ડેવિડ ધવન, સુભાષ ઘઈ, શ્યામ બેનેગલ, મણિરત્નમ, પ્રકાશ ઝા, શેખર કપૂર, વિધુ વિનોદ ચોપરા, મહેશ ભટ્ટ, પ્રિય દર્શન, ગુલઝાર, જાવેદ અખ્તર અને એવા અન્ય ડિરેક્ટેર્સ જેની ઉંમર 65 વર્ષથી વધુ છે અને આજે પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. આવામાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોના શૂટિંગ એરિયામાં આવવા પર પ્રતિબંધ લગાવવો પ્રેક્ટિકલ નથી. આવું કરવાથી અમારી ઇન્ડસ્ટ્રીના ઘણા મહાન લોકો કામ નહીં કરી શકે.

લેટરમાં બીજો ફેરફાર મેડિકલ સ્ટાફની માગ બાબતે છે. IFTDA અનુસાર, અમે તમારા ધ્યાનમાં આ બાબત લાવવા માગીએ છીએ કે કોરોનવાઈરસના દર્દીઓની વધતી સંખ્યાને કારણે હાલ રાજ્યમાં ડોક્ટર અને નર્સની સમસ્યા ઊભી થઇ રહી છે. આવામાં દરેક શૂટિંગ પરિસરમાં ડોક્ટર અને નર્સનું હોવું પ્રેક્ટિકલ નથી. આની જગ્યાએ અમારું સજેશન એવું છે કે શૂટિંગ લોકેશનમાં એરિયાના આધારે ડોક્ટર અને નર્સ હાજર રહે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Indian Film and Television Directors Association (IFTDA) written to CM Uddhav Thackeray seeking certain changes in after lockdown shooting guidelines


from Divya Bhaskar https://ift.tt/3gOq8KV
https://ift.tt/2XsFk8Q

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...