Wednesday, June 3, 2020

નવાઝુદ્દીનની ભત્રીજીનો કાકા પર યૌન ઉત્પીડનનો આક્ષેપ, FIRમાં કહ્યું- તે સમયે હું નવ વર્ષની હતી

એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ પોતાના કાકા (એટલે કે નવાઝના ભાઈ) મીનાઝ પર યૌન ઉત્પીડનનો આક્ષેપ મૂક્યો છે. આ અંગે દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં પીડિતાએ પોતાની પર થયેલા અત્યાચારો અંગે વાત કરી હતી. નવાઝની ભત્રીજી પતિ સાથે દિલ્હીના જામિયા નગરમાં રહે છે. બંને અલગ-અલગ જગ્યાએ નોકરી કરે છે.

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પીડિતાએ પોતાની કથની કહી હતી. તેણે કહ્યું હતું કે જ્યારે તે બે વર્ષની હતી ત્યારે તેના અબ્બુ તથા અમ્મીના ડિવોર્સ થઈ ગયા હતાં. ત્યારબાદ તેના અબ્બુએ બીજા નિકાહ કર્યાં. તેને સાવકી માતાએ મોટી કરી છે.

નવ વર્ષની થઈ ત્યારથી શોષણની શરૂઆત થઈ હતી
પીડિતાના મતે, જ્યારે તે નવ વર્ષની હતી ત્યારથી તેના કાકા મીનાઝ તેનું શારીરિક શોષણ કરતાં આવ્યા છે. તેના કાકાના લગ્નના થોડાં સમય પહેલાં સુધી તેનું શોષણ કરવામાં આવતું હતું. નાની ઉંમર હોવાને કારણે ત્યારે તેને કંઈ જ ખબર નહોતી. તેણે વિચાર્યું કે તે તેના કાકા છે. જોકે, જ્યારે તે મોટી થઈ ત્યારે તેને એ વાતનો અહેસાસ થયો કે આ અલગ પ્રકારનો સ્પર્શ હતો.

શારીરિક સંબંધ બનાવવાની માગણી કરી હતી
ભત્રીજીએ ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હદ તો ત્યારે થઈ જ્યારે મીનાઝે લગ્ન પહેલાં તેને શારીરિક સંબંધ બનાવવાનું કહ્યું હતું. ત્યારે તેણે પોતાના ભાવિ પતિ સલમાન સિદ્દીકીને પોતાના કાકાની હરકત અંગે વાત કરી હતી. જોકે, થોડે સમય બાદ સલમાન તેને ત્યાંથી લઈ ગયો હતો.

સાસરીયાને પણ હેરાન કરે છે
ભત્રીજીના મતે, તેણે કોર્ટ મેરેજ કર્યાં છે અને હવે તેના સાસરીયાને હેરાન કરવામાં આવી રહ્યાં છે. તેણે કહ્યું હતું, ‘લગ્ન બાદથી જ મારા સાસરીયાને હેરાન કરવામાં આવે છે. મારા પિતા તથા મોટા પપ્પા (નવાઝ) પણ આમાં સામેલ છે. તેમણે મારા સાસરીયાને હેરાન કરવાના ઈરાદાથી તેમની વિરુદ્ધ ખોટાં કેસ કર્યાં છે.’

તેણે આગળ કહ્યું હતું, ‘જો તેઓ (પિતા તથા મોટા પપ્પા) કડક હોત તો આ બધું ના થાત. તેમણે મારા પર ક્યારેય વિશ્વાસ ના કર્યો પણ મારા પતિએ મને સાથ આપ્યો. મારી પાસે તમામ પ્રકારની શારીરિક હિંસાના પુરાવા છે. આ પુરાવા મેં મારા પતિને મોકલી આપ્યા છે.’

નવાઝે સપોર્ટ ના કર્યો
ભત્રીજીએ દાવો કર્યો હતો કે તેને ક્યારેય પોતાના મોટા પપ્પા નવાઝુદ્દીનનો સપોર્ટ મળ્યો નથી. તેણે કહ્યું હતું, ‘નવાઝ (મોટા પપ્પા)એ એકવાર મને પૂછ્યું હતું કે હું જીવનમાં શું કરવા ઈચ્છું છું? મેં તેમને મારી વાત કહી અને કહ્યું કે હું મેન્ટલી ડિસ્ટર્બ છું. જોકે, તેમણે મને કહ્યું કે આવું કંઈ જ નથી.’

તેણે કહ્યું હતું, ‘હું વિચારતી હતી કે મોટા પપ્પા તો મારી વાત સમજશે, કારણ કે તે અલગ સોસાયટીમાં રહે છે અને અલગ માનસિકતા ધરાવતા વ્યક્તિ છે પરંતુ તેમણે તો મને એવું કહ્યું કે કાકા, આવું ક્યારેય કરી શકે નહીં.’

નવાઝ પણ વિવાદમાં
ઉલ્લેખનીય છે કે નવાઝનું અંગત જીવન પણ ચર્ચામાં છે. તેની બીજી પત્ની અંજના કિશોર પાંડેએ તેને ડિવોર્સ નોટિસ આપી છે. જોકે, હજી સુધી નવાઝે આ નોટિસનો જવાબ આપ્યો નથી. હાલમાં નવાઝ ઉત્તર પ્રદેશમાં પોતાના પરિવાર સાથે રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nawazuddin's niece accused his uncle harassing her, filed FIR - I was nine years old at the time


from Divya Bhaskar https://ift.tt/36VSAG4
https://ift.tt/3cv2srq

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...