Wednesday, June 3, 2020

આલિયા ભટ્ટની નવી ઓફિસ તૈયાર, ઈટર્નલ સનશાઈન નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું

ઇન્ડસ્ટ્રીની અન્ય એક્ટ્રેસની જેમ આલિયા ભટ્ટે પણ પ્રોડક્શનમાં એન્ટ્રી લીધી છે. એક્ટ્રેસ, સિંગર બાદ હવે તે પ્રોડ્યુસર પણ બનવા જઈ રહી છે. આલિયા ભટ્ટે ઈટર્નલ સનશાઈન નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. તેની નવી ઓફિસ તૈયાર પણ થઇ ગઈ છે. આ વર્કપ્લેસ આલિયાએ ડીઅર ઝીંદગી ફિલ્મના આર્ટ ડિરેક્ટર રૂપિન સૂચક સાથે મળીને તૈયાર કરી છે.

આલિયા ભટ્ટના આ વર્કપ્લેસના ફોટોઝ તેના ફેનપેજ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. આલિયાએ અગાઉ એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ્સના પ્રોડક્શન વિશે કહ્યું હતું કે, તે એવી ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે જેવી તેને જોવી ગમે છે.

આલિયા ભટ્ટે તેનું ઘર બહેન શાહીન ભટ્ટ સાથે મળીને તૈયાર કરાવ્યું હતું જેના વિશે તેને તેની યુટ્યુબ ચેનલના એક વીડિયોમાં વાત પણ કરી હતી. આ સિવાય આલિયાએ તેના ફેન્સને તેની વેનિટી વેન પણ બતાવી હતી જેને શાહરુખની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કરી હતી. તેને આલિયા મૂવિંગ હોમ તરીકે ગણાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Alia Bhatt's new office is ready, her new production house called Eternal Sunshine


from Divya Bhaskar https://ift.tt/3gHsKtU
https://ift.tt/2MoTEcb

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...