34 વર્ષના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી? શું તે ડિપ્રેશનમાં હતો કે અમુક લોકોએ તેને આ કરવા પર મજબૂર કર્યો? આ કોયડાને ઉકેલવા માટે હાલ મુંબઈ પોલીસે તપાસની સ્પીડ વધારી દીધી છે.
સુશાંતનો પરિવાર અને શુભચિંતકોનું માનવું છે કે, તે એ લોકોમાંથી નહોતો જે આત્મહત્યા કરે, પણ તેને આમ કરવા પર કોઈએ મજબૂર કર્યો છે. સુશાંતને ન્યાય અપાવવા માટે ઓનલાઈન પિટિશન પણ ચાલી રહી છે અને કેસ પણ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ નેતા સંજય નિરૂપમ પ્રથમ વ્યક્તિ છે જેમણે સુશાંત સાથેની ફિલ્મો છીનવી લીધી હોવાની વાત જાહેર કરી. ત્યારબાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ, મંત્રી જીતેન્દ્ર આવ્હાડ, ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ પણ પ્રશ્નો ઉઠાવ્યા. આ દરમિયાન ભાસ્કર ટીમે દરેક કડીને જોડવાના પ્રયત્નોમાં ઘટનાક્રમ, નિવેદન અને ઈન્ડસ્ટ્રીના જાણકાર અને સુશાંતને સારી રીતે ઓળખતા લોકો સાથ વાત કરીને બે રિપોર્ટ બનાવ્યા છે.
આજે પ્રથમ રિપોર્ટ-સુશાંતને ફિલ્મો મળવા, છીનવા અને તૂટવાની આખી સ્ટોરી
પરંતુ, સૌથી પહેલાં ઘટનાક્રમ, ૩ પોઈન્ટમાં
1.14 જૂનના તે 5 કલાક. સુશાંત સવારે 9:30 વાગ્યે જ્યૂસ પીને તેના રૂમમાં ગયો, દરવાજો બંધ કર્યો અને પછી ક્યારેય ના નીકળ્યો...બપોરે અઢી વાગ્યે સમાચાર આવ્યા કે સુશાંત સિંહ
રાજપૂતે ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તે 6 મહિનાથી ડિપ્રેશનનો સામનો કરી થયો હતો. તેણે દવા લેવાનું બંધ કરી દીધું હતું. 15 જૂને મુંબઈમાં તેના અંતિમ સંસ્કાર થયા અને
18 જૂને તેના અસ્થિ ગંગામાં વિસર્જિત થઇ ગયા.
2. 15 જૂનથી તપાસ શરુ, પોલીસે મેનજર, નોકર અને તે ઉપરાંત તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે સતત 11 કલાક પૂછપરછ કરી. યશરાજ ફિલ્મ્સ સાથે સુશાંત સાથે થયેલા કોન્ટ્રાક્ટની કોપી
મંગાવવામાં આવી. કરણ જોહરે પોતાનો ફોન નંબર બદલીને આલિયા ભટ્ટ સહિત દરેક મિત્રોને અનફોલો કરી દીધા છે.
૩. 15 જૂનથી આરોપો ચાલુ, બોલિવૂડમાં સુશાંતના પક્ષમાં કંગના, અભય દેઓલ, શેખર કપૂર, અનુભવ કશ્યપ, કોએના મિત્રા અને રવિના ટંડન જેવા સેલેબે સામે આવીને વાત કરી. કરણ
જોહર, આદિત્ય ચોપરા, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી, સલમાન અને સાજિદ નડિયાદવાલા જેવા લોકોને આત્મહત્યા પાછળ જવાબદાર ગણાવ્યા છે.
સુશાંત નામના પ્રોડક્શન હાઉસિઝ: ચુપચાપ ચાલતો રહ્યો સંઘર્ષ
પ્રથમ આરોપ: યશરાજ અને ભણસાલીને લીધે સુશાંતે ફિલ્મ છોડી આદિત્ય ચોપરાની યશરાજ ફિલ્મ્સે સુશાંત સિંહ રાજપૂત સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ ફિલ્મ બ્યોમકેશ બક્ષી, શુદ્ધ દેશી રોમાન્સ અને શેખર કપૂરની પાની ફિલ્મ હતી. અસલી સમસ્યા શેખરકપૂરની ફિલ્મ પછી શરુ થઇ ગઈ.
શેખર કપૂર પહેલાં આ હોલિવૂડ માટે બનાવવાના હતા, પરંતુ પછી નક્કી થયું કે તેણે ઇન્ડિયા માટે બનાવવામાં આવે. પરંતુ ફિલ્મનું બજેટ વધતું ગયું અને યશરાજ ફિલ્મ્સે લંબાવેલા હાથ પાછા લઇ લીધા. ત્યારથી સુશાંત અને યશરાજ ફિલ્મ્સના સંબંધ બગડતા ગયા.
બીજો આરોપ: યશરાજ ફિલ્મ્સે સુશાંતની જગ્યા રણવીરને આપી
ઈન્ડસ્ટ્રીના સૂત્રો જણાવે છે કે, ફિલ્મ પાની માટે સુશાંતે ઘણી ફિલ્મનું બલિદાન આપ્યું હતું, પણ જ્યારે પાની ના બની તો સુશાંતે બીજા બેનરની ફિલ્મો કરવાની ચાલુ કરી દીધી. તેણે ગોલિયો કી રાસલીલા-રામ-લીલા અને બાજીરાવ મસ્તાની માટે સંજય લીલા ભણસાલી સાથે કોન્ટ્રાક્ટ કર્યો.
એવા આરોપ છે કે, યશરાજે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો અને સુશાંતની જગ્યા રણવીરને આપી દીધી. ત્યારબાદ કરણ જોહર સાથે મળીને પ્લાનિંગથી સુશાંતને ધર્મા પ્રોડક્શન તરફથી ફિલ્મ ડ્રાઈવ અપાવી. પરંતુ તેને બે વર્ષ સુધી થિયેટરમાં રિલીઝ ના થવા દીધી. કારણ એવું કહ્યું કે, ફિલ્મની ક્વોલિટી પર કામ થઇ રહ્યું છે અને અંતે તેને બે વર્ષ પછી નેટફલિક્સ પર વેચી દીધી.
ત્રીજો આરોપ: કરણે એવી રીતે કિનારે મૂકી દીધો કે સાજીદે છિછોરે પછી આગળ કોઈ કામ ના આપ્યું
એક્શન થ્રિલર ફિલ્મ ડ્રાઈવ અટક્યા પછી સુશાંતે કરણ જોહરનો વિરોધ કરવાનો શરુ કરી દીધો. એવા સમાચાર પણ આવ્યા હતા કે સુશાંતે નક્કી કરી લીધું હતું કે હવે તે પ્રોડ્યુસર સાથે આ જ શરત પર કામ કરશે કે તે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવી જોઈએ.
આની પર કરણનો ઈગો હર્ટ થયો અને તે સુશાંતને ઈન્ડસ્ટ્રીના મજબૂત કેમ્પમાંથી બહાર કાઢવા લાગ્યો. તેને પાર્ટીઓ અને અવોર્ડ સેરેમનીમાં બોલાવવાનું બંધ કરી દીધું. શોઝમાં પણ તેનું અપમાન કરવાનું શરુ કર્યું, કંગના આલિયાને આ વાત પર બોલી પણ હતી.
આગમાં ઘી નાખવાનું કામ સાજિદ નડિયાદવાલાની ફિલ્મ છિછોરેથી શરુ થયું. આ ફિલ્મ 153 કરોડ રૂપિયાની કમાણી સાથે સફળ રહી, પરંતુ સાજીદે સુશાંત સાથે આગળ નવી ફિલ્મનો કોઈ કરાર ના કર્યો. યશરાજ, કરણ જોહર અને સાજિદની ગુડ બુકમાંથી બહાર નીકળવાના ડરને લીધે સુશાંત ડિપ્રેશનમાં આગળ વધી ગયો.
કમાલ ખાનનું બ્રેકિંગ: સુશાંતને મોટા પ્રોડક્શન હાઉસે બેન કરી દીધો
છિછોરે ફિલ્મ વર્ષ 2019ના અંતમાં આવી હતી અને ત્યારબાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સમાચાર ફેલાઈ ગયા હતા કે સુશાંતને મોટા પ્રોડક્શન હાઉસે બેન કરી દીધો છે. ફેબ્રુઆરી 2020માં કમાલ આર. ખાને આ બાબતે ટ્વીટ કર્યું હતું.
ભાસ્કર સાથે વાતચીત દરમિયાન કમાલ ખાને પણ એ વાત પર ઈશારો કર્યો કે, જો મેં તેને બેન કર્યો હોવાના સમાચાર બ્રેક કર્યા તો કોઈએ કેમ કઈ કહ્યું નહિ? આનો મતલબ એ થાય કે તેને બેન કરવા પાછળ કઈક તો જરૂર હતું, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં આવી વાતો કયા સામે આવે છે, બધા પોતાની અંદર છુપાવીને ચાલતા રહે છે.
અંતે, રુમી જાફરીની ફિલ્મ લોકડાઉનમાં ફસાઈ
ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી તમામ વાતો વચ્ચે સુશાંતે બાઉન્સ બેક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ડાયરેક્ટર રૂમી જાફરીની ફિલ્મ આ વર્ષે સાઈન કરી હતી અને મે મહિનામાં શૂટિંગ શરૂ કરવાનો હતો પરંતુ લોકડાઉનને લીધે તેની તારીખો ટળી.
રૂમી જણાવે છે કે, ‘સુશાંતે મને ઘણી વખત કહ્યું હતું કે તે હવે ફિલ્મમા કામ કરવા માગતો નથી. તે એક્ટિંગ છોડવા માગે છે. તે હંમેશા મને કહેતો હતો કે તે ખેતી કરવા માગે છે અને દેશમાં 1 લાખ વૃક્ષો વાવવા માગે છે. સાયન્ટિસ્ટની જેમ નવા નવા આવિષ્કાર કરવા ઈચ્છે છે.’
8 જૂને સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનના સુસાઈડના સમાચારો સાંભળી રૂમીએ 12 જૂને સુંશાંતને ફોન કર્યો હતો. રૂમીએ કહ્યું,‘મને આ વાતનો અંદાજો જ ન હતો કે તે આવું કોઈ પગલું ભરી લેશે અને હંમેશા છોડીને ચાલ્યો જશે.’
એકતા કપૂર ગુસ્સે થઈ, લખ્યું કે, મારા પર કેસ કરવા માટે,આભાર
17 જૂને બિહારમાં સુશાંતના પક્ષમાં એક વકીલ સુધીર કુમાર ઓઝાએ કેસ દાખલ કર્યો છે. તેમાં એકતા કપૂર, સંજય લીલા ભણસાલી, કરન જોહર, સલમાન ખાન સહિત 8 લોકોના નામ સામેલ છે. 11 વર્ષ પહેલાં સુશાંતને પવિત્ર રિશ્તામાં તક આપનાર એકતા કેસમાં પોતાનું નામ આવવા પર ગુસ્સે થઈ છે.
એકતાએ પોસ્ટ લખી કે, ‘સુશને કાસ્ટ ન કરવા માટે કેસ કરવા માટે આભાર. જ્યારે મેં જ તેને લોન્ચ કર્યો છે. લોકો વાતોને જટિલ બનાવે છે. તેના પર હું દુ:ખી કરતાં પણ વધારે દુ:ખી છું, પ્લીઝ પરિવાર અને મિત્રોને શાંતિથી શોક મનાવવા દો.’
એક મોટા ખુલાસામાં 19 જૂને ફિલ્મ મેકર વિવેક રંજન અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે સુશાંતને વર્ષ 2012ની હેટ સ્ટોરીમાં ફિલ્મ સાઈન કરવામાં આવ્યો હતો પરંતુ એકતા કપૂરે તે થવા દીધું નહી.
ભણસાલીની સ્પષ્ટતા- 4 ફિલ્મો ઓફર કરી હતી પરંતુ તારીખોનો મેળ ન પડ્યો
સુશાંત મામલે ભણસાલીએ કહ્યું કે તેમની અને સુશાંત વચ્ચે કોઈ ઝઘડો ન હતો. ભણસાલીએ તેને 4 ફિલ્મ ઓફર કરી હતી. પરંતુ તારીખોનો મેળ ન પડવાથી તે બની શકી નહીં. બંને વચ્ચે માન સન્માન હતું. ભણસાલી પર જ્યારે કરણી સેનાએ હુમલો કર્યો હતો ત્યારે સુશાંતે તેની રાજપૂત સરનેમ ડ્રોપ કરી હતી.
કરણ જોહરે ઈમોશનલ પોસ્ટ કરી માફી માગી,5 દિવસથી કશું લખ્યું નહીં
યશરાજ ફિલ્મસે પોલીસને જરૂરી કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટ્સ સોંપી દીધા છે, પરંતુ આ મામલે હજુ મૌન સાધ્યું છે. કરણ જોહરે તેનો ગુસ્સો સોશિયલ મીડિયા પર કઈ લખીને નહીં, પરંતુ તેના મિત્રોને અનફોલો કરી જતાવ્યો છે. સુશાંતના મૃત્યુ પછી કરણ જોહરે તેના સાથેની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, આ વાત માટે હું પોતાને જવાબદાર ગણું છું કે હું છેલ્લા 1 વર્ષથી તારા સંપર્કમા ન હતો. મને ઘણી વખત એવું લાગ્યું હતું કે, તને કોઈની જરૂર છે, જેની જોડે તું તારી વાતો શેર કરી શકે પરંતુ મેં તેને ક્યારે તે રીતે વિચાર્યું ન હતું. આપણે ઘણી વખત આપણી બહારની લાઈફ ખુશમિજાજથી જીવતા હોઈએ છીએ પરંતુ અંદરથી એકલતાનો અનુભવ કરતાં હોઈએ છીએ.
આરોપ: મહેશ ભટ્ટે રિયાને સુશાંતથી દૂર કર્યો
ફિલ્મ મેકર મહેશ ભટ્ટ સાથે કામ કરનારી રાઈટર સુહ્યતા સેનગુપ્તાએ ખુલાસો કરીને કહ્યું કે, મહેશ ભટ્ટે સુશાંતની માનસિક સ્થિતિને જોઈને કહ્યું હતું કે તે પરવીન બોબીની જેમ બની રહ્યો છે. મહેશે જ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાને સલાહ આપી હતી કે તે સુશાંતનો સાથ છોડી દે.
પત્રકાર સુભાષ કે. ઝાના સમાચાર પ્રમાણે સુહ્યતાએ કહ્યું કે, સુશાંત, ભટ્ટ પાસે સડક-2ના રોલની આશાએ ગયો હતો. છેલ્લા એક વર્ષથી સુશાંતે પોતાને બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ કરી દીધો હતો. એક સમય એવો આવ્યો કે સુશાંતને અલગ-અલગ અવાજો સંભળાવા લાગ્યા. તેને લાગ્યું કે કોઈ તેને મારી નાખવાના પ્રયત્નો કરે છે.
એક દિવસ અનુરાગ કશ્યપની એક ફિલ્મ સુશાંતના ઘરમાં ચાલી રહી હતી અને સુશાંતે રિયાને કહ્યું-મેં કશ્યપના એક પ્રોજેક્ટ માટે ના પાડી દીધી છે. હવે તે મને મારી નાખવા માટે આવવાનો છે. આ ઘટના પછી રિયા સુશાંત સાથે રહેવાથી ડરી ગઈ હતી. રિયાએ તેની સાથે સંબંધ તોડી દીધો.
મહેશ ભટ્ટે તેને કહ્યું કે, હવે તું કઈ કરી શકીશ નહિ. રિયાએ સુશાંતની બહેન મુંબઈ આવી નહિ ત્યાં સુધી તેને સંભાળ્યો. પરંતુ, તે કોઈનું સાંભળવા માટે તૈયાર નહોતો.
સુશાંત 11 જૂને જ આત્મહત્યાના રસ્તે આગળ વધી ગયો હતો
ઇન્ડસ્ટ્રીમાં કેમ્પિંગથી દુઃખી અને ક્રિટિક્સ આ બધા મોટા નામોની સફાઈને રિજેક્ટ કરે છે. તેમનું કહેવું છે કે યશરાજના કહેવા પર ભણસાલીએ તેને તેમની ચાર ફિલ્મ્સમાંથી કાઢી નાખ્યો હતો.
ત્યારબાદ બાકીની કસર કરણ જોહર અને સાજિદ નડિયાદવાલાએ પુરી કરી લીધી. સુશાંત ઘણા મહિનાથી બધું જોઈ રહ્યો હતો, બધું સહન કરી રહ્યો હતો અને અંદરથી તૂટતો રહ્યો અને ફાઈનલી છિછોરે પછી સરેન્ડર કરી દીધું.
તેની ફિલ્મ્સમાં કામ કરવાની ઈચ્છા મરી ગઈ. ડિપ્રેશન વધતું રહ્યું અને લવ લાઈફ સાથે ફેમિલી લાઈફ પણ પાટા પરથી ગબડવા લાગી. અંતે જ્યારે ક્યાંયથી પણ ઈમોશનલ સપોર્ટ ન મળ્યો તો તેણે ખોટો રસ્તો પકડી લીધો અને 14 જૂનની બપોરે તેમની સમજી- વિચારેલી આત્મહત્યાના રૂપે સામે આવી.
આની પાછળ એવું તારણ આપવામાં આવી રહ્યું છે કે 11 જૂનથી તે ખુદને આના માટે તૈયાર કરી રહ્યો હતો અને તેણે નોકરોને પેમેન્ટ કરી દીધું અને કામ કરવા ન આવવું તેવું કહીને તેના ઈરાદા જતાવી દીધા હતા.
સુશાંતનો 12 વર્ષનો સફર: 2008થી 2020 સુધી
બિહારથી દિલ્હી ટેક્નોલોજી યુનિવર્સીટીમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા આવેલા સુશાંતે શામક ડાવરના ડાન્સ ક્લાસ જોઈન કર્યા હતા. ત્યારબાદ દોસ્તોની મદદથી તેનો એક્ટિંગમાં રસ વધી ગયો અને તે બૈરી જોનના ડ્રામા ક્લાસમાં જવા લાગ્યો.
વર્ષ 2005માં તેને ફિલ્મ ફેર અવોર્ડ માટે શામક ડાવરના ડાન્સ ગ્રુપ તરફથી સામેલ થવાનો મોકો મળ્યો. થોડા દિવસ પછી સુશાંતે એન્જિનિયરિંગ છોડીને એક્ટિંગમાં કરિયર બનાવવાનો નિર્ણય લીધો. તે મુંબઈ આવી ગયો અને નાદિરા બબ્બરના થિયેટર ગ્રુપ ‘એકજુટ’માં સામેલ થઇ ગયો.
‘એકજુટ’પ્લેમાં કામ કરતી વખતે વર્ષ 2008માં બાલાજી ટેલીફિલ્મ્સની કાસ્ટિંગ ટીમે સિરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’માં કામ કરવાની ઓફર અપાઈ હતી. વર્ષ 2009માં ‘પવિત્ર રિશ્તા’ સિરિયલથી તે ફેમસ થઇ ગયો, સુશાંતે ‘જરા નચકે દિખા’ અને ‘ઝલક દિખ લા જા’ રિયાલિટી શોમાં ભાગ લીધો.
વર્ષ 2012માં સુશાંત અભિષેક કપૂરની ફિલ્મ ‘કાય પો છે’ ના ઓડિશનમાં સિલેક્ટ થઇ ગયો અને સૌથી મોટાં પડદાથી તેના કરિયરની શરુઆત થઇ. લોકોને રાજકુમાર રાવ અને અમિત સાઘની જોડી ઘણી પસંદ આવી હતી.
ત્યારબાદ તે વર્ષ 2013માં યશરાજ બેનરની ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’માં લીડ એકટર હતો. તેના પછી વર્ષ 2014માં આમિર ખાન સાથે રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘પીકે’માં સૌથી મોટો રોલ કર્યો.
2015નમાં દિબાકર બેનર્જીની ડિટેક્ટવ ‘બ્યોમકેશ બક્ષી’માં કામ કર્યું અને વર્ષ 2016માં એમએસ ધોનીની બાયોપિક ‘ધ અનટોલ્ડ સ્ટોરી’માં તેણે ધોની રોલ નિભાવ્યો. 2017માં ‘રાબ્તા’ પછી ‘કેદારનાથ’ ફિલ્મમાં સારા અલી ખાન સાથે દેખાયો
2019માં ઈરફાન અને ભૂમિ પેડનેકરની સાથે ‘સોનચિરૈયા’માં કામ કર્યું અને 2017માં પ્રથમવાર ધોનીની બાયોપિક માટે ફિલ્મફેરમાં નોમિનેટ થયો. ત્યારબાદ વર્ષ 2019માં આવેલી ‘છિછોરે’ સુશાંત સિંહ રાજપૂતના કરિયરની સૌથી સારી અને છેલ્લી ફિલ્મ રહી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YQpKmZ
https://ift.tt/2V2y2Hh
No comments:
Post a Comment
If you have any doubts please let me know!