Saturday, June 20, 2020

સુશાંત પાસે ફિલ્મ્સની કોઈ અછત ન હતી, હું ખુદ તેની સાથે સાઉથની રિમેક બનાવવાનો હતો - પ્રોડ્યુસર કમલ જૈન

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ અલગ-અલગ માહિતી સામે આવી રહી છે. એક વાત એવી સામે આવી છે કે તેની પાસે કોઈ ફિલ્મ ન હતી, જ્યારે એક પ્રોડ્યુસર કહી રહ્યા છે કે સુશાંત પાસે ફિલ્મ્સની કોઈ અછત ન હતી. રૂમી જાફરી બાદ હવે એમ.એસ.ધોની: અનટોલ્ડ સ્ટોરીના પ્રોડ્યુસર કમલ જૈને દાવો કર્યો છે કે સુશાંત પાસે ઘણી ફિલ્મ્સ હતી. દિવ્ય ભાસ્કર એપને આપેલ ઇન્ટરવ્યૂમાં કમલે જણાવ્યું કે તેઓ ખુદ સુશાંત સાથે સાઉથ રિમેક બનાવવાના હતા.

સુશાંત સાથે ક્યાં જોનરની ફિલ્મ કરવાના હતા?
તે એક્શન જોનરની ફિલ્મ હતી. અમે સાઉથની એક મોટી ફિલ્મના રાઇટ્સ લીધા હતા. આ ફિલ્મને અમે બિગ બજેટ ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા. અમે તેનું ફોર્મલ અનાઉન્સમેન્ટ કરવાના જ હતા પણ ભાગ્યમાં કંઈક અલગ જ લખ્યું હતું. સુશાંત તો હવે આપણી વચ્ચે નથી રહ્યા, પણ આગળ અમે આ ફિલ્મ કોઈ મોટા સ્ટાર સાથે બનાવશું.

છેલ્લે ક્યારે વાત થઇ હતી?
ગયા અઠવાડિયે જ થઇ હતી. લોકડાઉનને કારણે અમે મળી શકતા ન હતા. આવામાં ઝૂમ કોલ પર વાત થતી રહેતી હતી. સુશાંત ઘણો પોઝિટિવ અને ફોક્સ્ડ દેખાઈ રહ્યો હતો. તે ઘણો સ્ટ્રોંગ હતો ખબર નહીં આ કઈ રીતે કર્યું અથવા કોઈ બીજી વાત છે?

તમે ક્યારથી ઓળખો છો તેને?
ધોની મેં પ્રોડ્યુસ કરી હતી. તે સમયથી તેને ઓળખું છું. તે ઘણો ફોકસ માણસ હતો. સપના જોવા અને ભવિષ્ય વિશે જાણવું તેને ગમતું હતું. તેને ખબર હોતી હતી કે તેના જીવનમાં આવું થવાનું છે. ફલાણી વસ્તુ તે અચીવ કરવાનો છે. અમારા બંનેની ઘણી વસ્તુઓ મળતી હતી, તે પણ મોટા સપના જોતો અને હું પણ મોટા બજેટની ફિલ્મ બનાવવા ઈચ્છું છું.

તેણે કઈ વાત તમને શેર કરી હતી?
તે આગળ મોટા-મોટા ડિરેક્ટર્સ સાથે કામ કરવાનો હતો. તેણે ઘણા સમય પહેલાં મને કહી દીધું હતું કે એક દિવસ આવશે જ્યારે તે રાજકુમાર હીરાણી અને નિતેશ તિવારી જેવા ડિરેક્ટર સાથે કામ કરી ચૂક્યો હશે અને આવું થયું પણ. સાજિદ નડિયાદવાલા, કરણ જોહર, યશરાજ પ્રોડક્શન જેવા પ્રોડક્શન હાઉસ સાથે તેની ફિલ્મ્સ હશે. આઉટસાઈડર માટે આ બધું સપનું હોય છે પરંતુ આ બધું તેણે અચીવ કરી લીધું હતું. કોઈ ગોડફાધર વગર તેણે આવું કર્યું. તે ઘણો વર્કોહોલિક હતો.

તેની આત્મહત્યાનું કારણ શું હોઈ શકે છે?
મારા ખ્યાલ મુજબ આ જે 3 મહિનાનું લોકડાઉન રહ્યું તેમાં એક વર્કોહોલિક માણસ માટે સતત ખાલી બેસી રહેવું ઘણી નિરાશાની વાત હતી. સુશાંત તો મને કહ્યા કરતો હતો કે સર ફિલ્મ જગતને તો છોડીને ક્યારેય નહીં જાવ. ફિલ્મ સિટીમાં રહીને ચા બનાવી લઈશ પણ મુંબઈ ક્યારેય છોડીને નહીં જાવ.

તમારી સાઉથ રિમેકના ડિરેક્ટર કોણ હોત?
આખી ટીમ સાઉથની જ હોત જેવું કબીર સિંહમાં થયું હતું. કબીર સિંહ પણ હિન્દી રિમેક હતી, તે જ ડિરેક્ટરે બનાવી જેણે ઓરિજિનલ બનાવી હતી. અમે પણ આવું જ કરવાના હતા. આખી સાઉથની જ ટીમ હિન્દી રિમેક તૈયાર કરવાની હતી.

આ સિવાય કોઈ બીજા પ્રોજેક્ટ હતા તેની પાસે?
જી હા, તેની પાસે ગુમાવવા માટે કઈ ન હતું. તેની પાસે ચાર ફિલ્મ્સ હજુ પણ હતી. એક મારી હતી, બીજી વાસુ ભગનાનીની, ત્રીજી રસૂલ પૂકુટ્ટીની અને ચોથી મોટા પ્રોડ્યુસરની હતી. 25 લાખ રૂપિયા તો તેણે પીએમ રિલીફ ફંડમાં આપ્યા હતા. પૈસા અને પ્રોજેક્ટ્સની કોઈ અછત ન હતી. સેલ્ફ મેડ માણસ હતો. પાર્ટીમાં કોઈ તેને બોલાવે કે ન બોલાવે તેને કોઈ ફર્ક પડતો ન હતો. તેને કોઈ ડિમોટિવેટ કરી શકતું ન હતું. તે સેલ્ફ મોટિવેટેડ હતો.

ક્યારેય તેને કરણ જોહરથી હેરાન હોવાની વાત કરી?
ક્યારેય નહીં. હા એટલું જરૂર હતું કે ડ્રાઈવની રિલીઝ ડીલે થઇ રહી હતી તેમાં થોડો અપસેટ હતો. આ નેચરલ વસ્તુ હતી કારણકે કોઈપણ એક્ટર કોઈપણ ફિલ્મ શરૂ કરે છે ત્યારે એમ જ વિચારે છે કે તેની ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે પણ તે પણ દોઢ વર્ષ જૂની વાત છે. ત્યારબાદ છિછોરે આવી ગઈ અને બોક્સઓફિસ પર તેણે સારી કમાણી કરી. હાલ પણ તે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી જ રહ્યો હતો. મને લાગે છે કે બે-ત્રણ સેકન્ડની એવી ઘડી હશે જેમાં આવેશમાં આવીને કદાચ તેણે આ પગલું ભર્યું હશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Sushant had no shortage of films, I was about to remake South film with him' said ms dhoni movie producer Kamal Jain


from Divya Bhaskar https://ift.tt/2YiIInm
https://ift.tt/2BlSa00

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...