Thursday, June 4, 2020

મિનાઝ પરના યૌન શોષણના આક્ષેપ પર નવાઝના ભાઈ શમાસે કહ્યું, સત્ય ટૂંક સમયમાં સામે આવશે

નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ કાકા મિનાઝ પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો છે. પીડિતાએ આ અંગેની ફરિયાદ દિલ્હીના જામિયા પોલીસ સ્ટેશનમાં કરી છે. નવાઝુદ્દીને આ અંગે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, નવાઝના ભાઈ શમાસ નવાબ સિદ્દીકીએ ટ્વીટ કરીને આ મુદ્દે સ્પષ્ટતા આપી હતી.

નવાઝના ભાઈએ ખુલાસો આપ્યો
નવાઝના ભાઈ શમાસે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘કોઈ કેવી રીતે કાયદાને ગુમરાહ કરી શકે છે અને એક જ કેસને અલગ નિવેદન સાથે દિલ્હી પોલીસમાં કેવી રીતે ફાઈલ કરી શકે. 2 વર્ષ પહેલાં કોર્ટમાં આપેલા નિવેદનમાં નવાઝુદ્દીનનું નામ નહોતું. આ કેસ પહેલેથી જ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.’

બીજી ટ્વીટમાં નવાઝના ભાઈએ કહ્યું હતું, આનાથી કોઈ વ્યક્તિના ઈરાદાઓની જાણ થાય છે કે તે કેવી રીતે ખોટી વાતોનો મીડિયામાં પ્રચાર કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ સાચી વાતનો ખુલાસો થશે.

નવાઝ પણ અંગત જીવનને કારણે વિવાદમાં
ઉલ્લેખનીય છે કે નવાઝનું અંગત જીવન પણ ચર્ચામાં છે. તેની બીજી પત્ની અંજના કિશોર પાંડેએ તેને ડિવોર્સની નોટિસ આપી છે. જોકે, હજી સુધી નવાઝે આ નોટિસનો જવાબ આપ્યો નથી. હાલમાં નવાઝ ઉત્તર પ્રદેશમાં પોતાના પરિવાર સાથે રહે છે.

ભત્રીજીએ દિલ્હીમાં પોલીસ ફરિયાદ કરી
નવાઝની ભત્રીજીએ દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે કાકા મિનાઝે નવ વર્ષની ઉંમરમાં તેનું શારીરિક શોષણ કર્યું હતું. તેણે આ અંગે મોટા પપ્પા નવાઝને એકવાર વાત કરી હતી પરંતુ તેમણે તેની વાતનો વિશ્વાસ કર્યો નહોતો.

નવાઝની પત્નીએ કહ્યું- આ તો હજી શરૂઆત છે
અંજનાએ ટ્વીટ કરીને નવાઝને આડેહાથ લઈને કહ્યું હતું, આ તો હજી શરૂઆત છે. આટલો સપોર્ટ કરવા બદલ ભગવાનનો આભાર. અનેક ખુલાસાઓ થશે. કારણ કે એક માત્ર હું નથી, જે ચૂપચાપ સહન કરતી હતી. જોઈએ પૈસા કેટલી સચ્ચાઈ ખરીદી શકે છે અને હવે આ કોને લાંચ આપશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nawazuddin Siddiqui's Brother Shamas Nawab Siddiqui Nawaz's brother Shamas said the truth would come out soon


from Divya Bhaskar https://ift.tt/2Az5Vbt
https://ift.tt/2Xv1bwe

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...