Thursday, June 4, 2020

અમિતાભ બચ્ચન, શબાના આઝમી સહિતના સેલેબ્સે બાસુ ચેટર્જીને યાદ કર્યાં

‘છોટી સી બાત’, ‘રજનીગંધા’ જેવી ફિલ્મ આપનાર વરિષ્ઠ ફિલ્મ ડિરેક્ટર તથા રાઈટર બાસુ ચેટર્જીનું આજે (ચાર જૂન)ના રોજ નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. અમિતાભ બચ્ચને તેમની સાથે ફિલ્મ ‘મંઝિલ’માં કામ કર્યું હતું.

અમિતાભે કહ્યું, બાસુ ચેટર્જીના નિધન પર પ્રાર્થના તથા સંવેદના. સર, મીઠા બોલા, તેમની ફિલ્મમાં મધ્યમવર્ગીય ભારતની ઝલક જોવા મળતી હતી. તેમની સાથે ‘મંઝિલ’ ફિલ્મ કરી હતી. બહુ જ મોટી ખોટ પડી. હાલના વાતાવરણમાં ગીત ‘રિમ ઝિમ ગિરે સાવન..’ની યાદ આવતી હોય છે.

અનિલ કપૂરે કહ્યું હતું, એવા ડિરેક્ટર, જે સમય કરતાં હંમેશાં આગળ હોય. બાસુ ચેટર્જીની બહુ જ યાદ આવશે. તેઓ ઘણાં જ જીનિયસ હતાં અને સારા વ્યક્તિ હતાં. તેમની આત્માને શાંતિ મળે

અનુપમ ખેરે વીડિયો શૅર કરીને કહ્યું હતું, બાસુદા તમારી બહુ જ યાદ આવશે. તમે ઘણાં જ સરળ વ્યક્તિ હતાં. ઓમ શાંતિ

મિલાપ ઝવેરીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ભગવાન તમારી આત્માને શાંતિ આપે, બાસુ ચેટર્જી સર

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું, બાસુ ચેટર્જીના નિધનની વાત સાંભળીને દુઃખ થયું. તેઓ ઘણાં જ મહાન ફિલ્મમેકર હતાં. દરેક લોકો તેમને યાદ કરશે.

શૂજીત સરકારે કહ્યું હતું, મારી પહેલી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેની નોકરી બાસુ ચેટર્જી સાથે હતી. બંગાળી ટીવી સિરિયલનું શૂટિંગ નવી દિલ્હીમાં CR પાર્કમાં કરવામાં આવ્યું હતું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

શબાના આઝમીએ કહ્યું હતું, બાસુ ચેટર્જીના નિધનની વાત સાંભળીને ઘણું જ દુઃખ થયું. તેઓ ઘણાં સારા ફિલ્મમેકર હતાં અને મધ્યવર્ગીય સિનેમાના તેઓ પ્રણેતા હતાં. હું નસીબદાર હતી કે મેં તેમની સાથે ત્રણ ફિલ્મ કરી હતી, ‘સ્વામી’, ‘અપને પરાયે’ તથા ‘જીના યહાં.’ બધા જ પાત્રો યાદગાર.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું, મહાન ફિલ્મ ડિરેક્ટર તથા સ્ક્રીનરાઈટર બાસુ ચેટર્જીના નિધન પર દુઃખ થયું. તેમણે ‘છોટી સી બાત’, ‘ચિતચોર’, ‘રજનીગંધા’, ‘બ્યોકેશ બક્ષી’, ‘રજની’ના સર્જક. પરિવાર, ચાહકો તથા મિત્રો પ્રત્યે સાંત્વના

મનોજ જોષીએ કહ્યું હતું, બાસુ ચેટર્જીના નિધન પર સાંત્વના. બાસુ દા જતા રહ્યાં અને તેમની સાથે એક યુગનો અંત આવ્યો.


મધુર ભંડારકરે કહ્યું હતું, ફિલ્મમેકર શ્રી બાસુ ચેટર્જીના નિધન પર દુઃખ થયું. તેમને હંમેશા લાઈટ હાર્ટેડ કોમેડી તથા સાધારણ ફિલ્મ માટે યાદ કરવામાં આવશે. ઓમ શાંતિ

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, શ્રી બાસુ ચેટર્જીના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમનું કામ ઘણું જ સારું અને સંવેદનશીલ હતું. તેમનું કામ લોકોના હૃદયને સ્પર્શી જતું હતું. તેઓ ઘણી જ સહજતાથી લાગણી તથા લોકોના સંઘર્ષને બતાવતા. પરિવાર તથા ચાહો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Celebs including Amitabh Bachchan, Shabana Azmi remember Basu Chatterjee


from Divya Bhaskar https://ift.tt/2U79xZ9
https://ift.tt/2U7f69Z

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...