સુશાંત સિંહ રાજપૂતના અકાળે અવસાનથી હજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહાર આવી નથી. સૌ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સુશાંત ખરેખર ડિપ્રેશનમાં સરી પડ્યો હતો કે પછી એણે બીજાં કોઈ કારણોસર આ આત્યંતિક પગલું ભરી લીધું. તેનો જવાબ તો મળે ત્યારે, પરંતુ સુશાંત સિંહ રાજપૂતના હેન્ડરાઈટિંગના એનાલિસિસ પરથી એના વ્યક્તિત્વ વિશે ખાસ્સી એવી માહિતી મળે છે.
સુશાંત સિંહ રાજપૂત સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના હસ્તાક્ષરમાં જાતભાત ભાતની પોસ્ટ મૂકતો રહેતો. થોડા સમય પહેલાં એણે અભિનેત્રી શ્રદ્ધા કપૂરને એક પુસ્તક ગિફ્ટમાં આપેલું. તેના પહેલા પેજ પર સુશાંતે શ્રદ્ધાને ઉદ્દેશીને એક નાનકડો સંદેશ લખેલો. શ્રદ્ધાએ આ તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે. હેન્ડરાઈટિંગ એનાલિસ્ટ આશીષ જોહરીએ આ હસ્તાક્ષર પરથી સુશાંત સિંહનું મન વાંચવાની કોશિશ કરી છે. આશીષ જોહરી છેલ્લાં બાર વર્ષથી સેંકડો હેન્ડરાઈટિંગ સેમ્પલનું સચોટ એનાલિસિસ કરી ચૂક્યા છે.
આશીષ કહે છે, ‘આમ તો આ હેન્ડરાઈટિંગ થોડા જૂના છે એટલે તેનું એનાલિસિસ કરીએ તો તેના પરથી સુશાંતની તે વખતની મનોસ્થિતિની જ ખબર પડી શકે. મૃત્યુ પૂર્વેની તેની મનોસ્થિતિ જાણવા માટે તે વખતનું હેન્ડરાઈટિંગ સેમ્પલ જોઈએ.’ અલબત્ત, આ સેમ્પલ પરથી જે માહિતી મળે છે તે જાણીએ.
એનાલિસિસ
સુશાંત બહુ ઉમદા રસ-રુચિ ધરાવતી વ્યક્તિ હતો. સંગીત સાથે તેનો ગાઢ સંબંધ ચોખ્ખો દેખાઈ આવે છે. આવા લોકો સામાન્ય રીતે જીવનના ઉતાર-ચડાવનો સામનો બહુ સારી રીતે કરી શકે છે. તેનું ફોકસ બહુ સ્ટ્રોન્ગ હતું અને એકાગ્રતા પણ જબરદસ્ત હતી. તેના ધ્યેય ઊંચા હતા, પરંતુ તે સ્વપ્નલોકમાં વિહરનારો માણસ લાગતો નથી. ધ્યેય હાંસલ કરવાની ઊર્જા પણ તેનામાં ભરપુર હતી. આ ઊર્જાનો તે બહુ સારી રીતે ઉપયોગ પણ કરી જાણતો. ફાલતુ બાબતોમાં સમય વેડફવાની પ્રવૃત્તિ તેનમાં દેખાતી નથી.
હેન્ડરાઈટિંગ પરથી સુશાંતનો સ્વભાવ
સુશાંત બહિર્મુખી નહોતો. અંતર્મુખી પણ નહોતો. આ બંનેની વચ્ચેનો તેનો સ્વભાવ હતો. પોતાની જાતને ખાસ્સી કંટ્રોલમાં રાખતો. આ પ્રકારના લોકો જ્યારે પોતાની જાતને વ્યક્ત કરે છે ત્યારે એકદમ વિસ્ફોટ થાય છે. સુશાંત બુદ્ધિજીવી પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતો હતો. વિજ્ઞાન, ફિલસૂફી, ચિંતન અને અધ્યાત્મ તરફ એનો ઝુકાવ હતો. કેમકે એ બહુ ઊંચું વિચારી શકતો હતો. એકદમ સ્પષ્ટવક્તા અને વર્સેટાઈલ પણ હતો. એક સાથે ઘણાં બધાં કામ એ સુંદર રીતે કરી શકતો હોવો જોઈએ.
સુશાંતમાં દુનિયાથી અલિપ્ત રહેવાની વૃત્તિ હતી
સુશાંતના અક્ષરો વાંચીને આશીષ જોહરી વધુ માહિતી આપતાં કહે છે કે, સુશાંત જેવો હતો તેવો જ દુનિયાની સામે વ્યક્ત થતો હતો. ફિલ્મી દુનિયાની ચાલબાજીઓથી એનો સ્વભાવ તદ્દન વિપરિત છે. આ સ્વભાવને કારણે જ એ ખાસ્સો પરેશાન રહેતો હતો. એના વ્યક્તિત્વમાં વિથડ્રોઅલ સિમ્પ્ટમ પણ દેખાઈ રહ્યાં છે. આને તમે પીછે હઠ કરવી, પોતાની જાતને અલગ પાડી દેવી, દુનિયાથી અલિપ્ત રહેવું વગેરે તરીકે સમજી શકો.આ પ્રકારના લોકો બહુ ઝડપથી હતોત્સાહ થઈ જાય છે અને એટલી જ ઝડપથી અતિ ઉત્સાહમાં પણ આવી જાય છે. બહુ ઝડપથી શરમ પણ અનુભવવા લાગે છે.
કોઈ પ્રકારનું ડિપ્રેશન દેખાતું નથી
આશીષ કહે છે, ‘સુશાંતમાં થોડું ડોમિનેશન પણ દેખાય છે. મારો શબ્દ જ આખરી હોય એવો રૂઆબ છાંટવાવાળો સ્વભાવ તેનામાં દેખાય છે. આને લીધે આપણી આસપાસના લોકો સાથે આપણા સંબંધ બગડવા લાગે છે. અને હા, આ હેન્ડરાઈટિંગ સેમ્પલમાં કોઈ પ્રકારનું ડિપ્રેશન દેખાતું નથી.’
સુશાંત બીજા લોકોથી અલગ હતો
આશીષ જોહરીના આકલન પ્રમાણે સુશાંતનું વ્યક્તિત્વ અન્ય ફિલ્મી અભિનેતાઓ જેવું જરાય નહોતું. તેનો સ્વભાવ પણ એડજસ્ટ કરી શકે તેવો નહોતો. ચાલાકી કરીને કામ કઢાવવું એના સ્વભાવમાં નહોતું. નસીબે તેનો સાથ આપ્યો, પરંતુ તેના વ્યક્તિત્વએ તેને સાથ આપ્યો નહીં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fItEVY
https://ift.tt/2AHPASf
No comments:
Post a Comment
If you have any doubts please let me know!