યશરાજ ફિલ્મ્સે સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથેના પોતાના જૂના કોન્ટ્રાક્ટની નકલ પોલીસને આપી છે. ટ્રેડ સાથે સંકળાયેલા લોકો અને પોલીસ વર્તુળોમાંથી આ વાતની પુષ્ટિ થઈ છે. સુશાંત આત્મહત્યાની તપાસ કરી રહેલી પોલીસે ગુરુવારે યશરાજને કરારની કોપી જમા કરાવવાનો આદેશ કર્યો હતો.
કોન્ટ્રાક્ટમાં સુશાંતની ત્રણ ફિલ્મોનો ઉલ્લેખ
ફિલ્મ જગતનાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કોન્ટ્રાક્ટની કોપીમાં સુશાંતની સાથે યશરાજ ત્રણ ફિલ્મો કરવાનું હતું તેવો ઉલ્લેખ છે. તેમાંથી બે ફિલ્મો ‘શુદ્ધ દેસી રોમાન્સ’ અને ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શી’ બની હતી, જ્યારે ત્રીજી ફિલ્મ ‘પાની’ અભેરાઈ પર ચડી ગઈ હતી.
યશરાજ ત્રણ ફિલ્મોની ડીલ કરે છે
યશરાજ ફિલ્મ્સ સામાન્ય રીતે અભિનેતાઓ સાથે ત્રણ ફિલ્મોનો કરાર કરે છે. આ ફિલ્મોને સફળતા મળે તો કરાર આગળ વધારવામાં આવે છે. સુશાંત સાથે થયેલા કોન્ટ્રાક્ટની ત્રીજી ફિલ્મ ‘પાની’ ડબ્બામાં પુરાઈ જવા પાછળ તેના બજેટનું કારણ આગળ ધરવામાં આવે છે.
ટ્રેડ એનાલિસ્ટોના કહેવા પ્રમાણે શેખર કપૂરે આ ફિલ્મ માટે 150 કરોડ રૂપિયાથી વધારેનું બજેટ માગ્યું હતું. યશરાજને આ બજેટ બહુ વધારે લાગ્યું અને તેમણે આ ફિલ્મ બનાવવાની ના પાડી દીધી. આ નિર્ણયને કારણે શેખર અને સુશાંત બંનેને ખાસ્સો આંચકો લાગ્યો હતો.
સુશાંતે રિયાને યશરાજ સાથે કામ કરતાં અટકાવી હતી?
સુશાંતની જેમ જ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની સાથે પણ યશરાજ ફિલ્મ્સે ત્રણ ફિલ્મોનો કરાર કર્યો હતો. તેમાંથી બે ફિલ્મો ‘મેરે ડેડ કી મારુતિ’ અને ‘બેન્ક ચોર’ જ બની અને આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ હતી. એ પછી આ પ્રોડક્શન હાઉસ સાથે રિયાની ત્રીજી ફિલ્મ આવી જ નહીં. હવે એવી વાતો આવી રહી છે કે સુશાંતે રિયાને યશરાજ સાથે ત્રીજી ફિલ્મ કરવાની ના પાડી હતી.
ટ્રેડ પંડિતોના કહેવા પ્રમાણે સુશાંતે ખરેખર રિયાને યશરાજ સાથે કામ કરવાની ના પાડી હતી કે કેમ તે તપાસનો વિષય છે. પરંતુ યશરાજ સાથેની બંને ફિલ્મો બેક ટુ બેક ફ્લોપ ગઈ એટલે ત્રીજી ફિલ્મ ન આવી હોય તેવા પણ પૂરા ચાન્સિસ છે.
યશરાજ અને ટેલેન્ટ વચ્ચે આવું અગાઉ પણ બનતું આવ્યું છે
ટ્રેડ પંડિતોના કહેવા પ્રમાણે યશરાજ અને અભિનેતાઓ સાથે આવું સતત બનતું આવ્યું છે. જેમકે, ગાયિકા સલમા આગાની દીકરી સાશાએ યશરાજ સાથે ‘ઔરંગઝેબ’માં કામ કરેલું. આ અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ પુરવાર થઈ. એટલે ત્રણ ફિલ્મોનો કરાર હોવા છતાં યશરાજે સાશા સાથે બીજી એકેય ફિલ્મ કરી નહીં.
રિયા ચક્રવર્તીના કિસ્સામાં એ સવાલ વણઊકલ્યો છે કે યશરાજ સાથે કામ કરવા માટે સુશાંતે એને રોકી હતી કે પછી ખુદ યશરાજ ફિલ્મ્સે જ રિયાની ફિલ્મો ફ્લોપ જવાને કારણે તેને ત્રીજી ફિલ્મ નહોતી આપી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NeL28i
https://ift.tt/2YdQ37y
No comments:
Post a Comment
If you have any doubts please let me know!