બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદથી જ બોલિવૂડ તથા મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ તથા ભેદભાવને લઈ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. સોનુ નિગમે મોટી મ્યૂઝિક કંપનીઓ સામે બાંયો ચઢાવી છે. હવે સિંગર અદનાન સામી તથા મોનાલી ઠાકુર પણ મ્યૂઝિક માફિયાની સામે પડ્યાં છે. અદનાને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી.
શું કહ્યું અદનાને?
અદનાને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં અદનાને કહ્યું હતું કે નવી ટેલેન્ટનું શોષણ અને ક્રિએટિવિટીને કંટ્રોલ કરવામાં આવે છે. અદનાને લખ્યું હતું, ‘ભારતીય ફિલ્મ તથા મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને ગંભીર બદલાવની જરૂર છે. ખાસ કરીને સંગીતના સંદર્ભમાં, નવા સિંગર્સ, પૂર્વ સિંગર્સ, મ્યૂઝિક કમ્પોઝર્સ તથા મ્યૂઝિક પ્રોડ્યૂસર્સ, તેમનું હદ બહારનું શોષણ કરવામાં આવી રહ્યું છે.’
‘આજ્ઞાનું પાલન કરતાં જાઓ નહીં તો તમને બહાર કરી દેવામાં આવશે. રચનાત્મકતાને તેઓ કેમ નિયંત્રિત કરે છે? આમને ક્રિએટિવિટી અંગે કંઈ જ ખબર નથી અને તેઓ ભગવાન બનવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઈશ્વરની કૃપાથી આપણી પાસે 130 કરોડ ભારતીય છે, શું આપણી પાસે આપવા માટે માત્ર રીમિક્સ અને રીમેક જ છે?’
View this post on InstagramA post shared by Adnan Sami (@adnansamiworld) on Jun 22, 2020 at 5:31am PDT
‘ભગવાનને ખાતર આ બધું બંધ કરો. જેનામાં ટેલેન્ટ છે અને જૂના ખેલાડીઓ છે, તેમને શ્વાસ લેવાની તક આપો. મ્યૂઝિકલી તથા સિનેમેટિકલી તેમને ક્રિએટિવિટી માટે રાહત આપો. ફિલ્મ તથા સંગીતના માફિયાઓ તમને પોતાના પર અભિમાન છે અને તમે જાતે બની બેઠેલા ભગવાન છો. શું તમે ભૂતકાળમાંથી કંઈ જ નથી શીખ્યાં કે કળા તથા ક્રિએટિવિટીને ક્યારેય નિયંત્રિત કરવી જોઈએ નહીં.’
‘બહુ થઈ ગયું, આગળ વધો, પરિવર્તનનો સમય આવી ગયો છે અને આ તમારો દરવાજો ખખડાવે છે. તમે તૈયાર હોવ કે ના હોય પરંતુ આ આવી રહ્યો છે. તમે પાછળ હટી જાવ. જે રીતે અબ્રાહમ લિંકને કહ્યું હતું કે તમે થોડો સમય કેટલાંક લોકોને મૂર્ખ બનાવી શકો છો પરંતુ હંમેશાં માટે તમામને મૂર્ખ બનાવી શકો નહીં.’
અલિશા ચિનૉયે કમેન્ટ કરી
અદનાનની આ પોસ્ટ પર સિંગર અલિશા ચિનૉયે કમેન્ટ કરી હતી. જોકે, આ અકાઉન્ટ વેરિફાઈડ નથી. અલિશાએ કમેન્ટ કરી હતી, ‘ભારતમાં ફિલ્મ તથા મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી ઝેરીલી જગ્યા છે. મૂવી તથા મ્યૂઝિક માફિયાડર તથા તાકાતથી તમને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરેછે. કામના નૈતિક મૂલ્યો તથા ન્યાય જેવી બાબતો અસ્તિત્વમાં નથી. જે કલાકારોને કારણે રોજી-રોટી ચાલે છે, તેમનું સન્માન કરવાને બદલે તે તમને નકલી કોન્ટ્રાક્ટ્સ દ્વારા હેરાન કરે છે. જો તમે તેમના અહંકારને પંપાળો નહીં, તેમની ચાપલુસી ના કરો અને તેમના દબાણમાં આવીને કામ ના કરો તો તે તમને સપોર્ટ કરતાં નથી. આ જ કારણે મ્યૂઝિક તથા ફિલ્મ ક્રેશ થઈ રહી છે. આ કર્મોનું પરિણામ છે.’
મોનાલી ઠાકુરે પણ આ વાત કરી
બોલિવૂડ સ્પાયસાથેના ટેલિફોનિક ઈન્ટરવ્યૂમાં મોનાલી ઠાકુરે કહ્યું હતું, ‘હું તેમનો (સોનુ નિગમ) આભાર માનું છે, કારણ કે તેઓ સીનિયર છે અને આ ઈન્ડસ્ટ્રીમાં બહુ લાંબા સમયથી છે. તેમનું મોટું નામ છે અને આઈકોનિક મ્યૂઝિશિયન છે. આ વાત સાચી છે અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં બહુ બધી માફિયાગીરી છે. કોઈને તેમના બાકી પૈસા મળ્યા નથી. મેં તો ફિલ્મમાં ગીત મેળવવાનો પ્રયાસ પણ કર્યો નથી. મેં તો હાર સ્વીકારી લીધી છે, કારણ કે મને મારી મેન્ટલ હેલ્થની બહુ ચિંતા છે.’
મોનાલીએ દાવો કર્યો હતો કે ‘ટેલેન્ટેડ મ્યૂઝિશિયનને કીડીની માફક કચડી નાખવામાં આવે છે. તેમને તમારી કોઈ ચિંતા નથી. તેઓ એવા જ લોકોને પ્રમોટ કરે છે, જેઓ તદ્દન સામાન્ય હોય. હું પ્રામાણિકતા સાથે કહીશ કે હું તેમના જીવન બચાવવા માટે કંઈ જ કરી શકું તેમ નથી. જો તમે મ્યૂઝિક લેબલ સાથે કામ કરો તો તમારે 80% આવક તેમને આપી દેવાની અને તો જ તમને કામ મળે. શા માટે આવું? આ તો યોગ્ય નથી ને? મ્યૂઝિક કંપનીઓ ગેંગસ્ટર્સ છે. મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ નથી પરંતુ અહીંયા ગુંડાગર્દી છે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NsyoCF
https://ift.tt/316WxHd
No comments:
Post a Comment
If you have any doubts please let me know!