Tuesday, June 23, 2020

નવાઝુદ્દીન સિદ્દીકી હોમટાઉનમાં પોતાના ખેતરમાં કામ કરતા જોવા મળ્યો

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી હાલમાં પોતાના હોમટાઉન ઉત્તર પ્રદેશના બુઢાનામાં છે. નવાઝે સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં નવાઝ ખેતરમાં કામ કરતો જોવા મળે છે.

નવાઝનો દેશી અંદાજ
વીડિયોમાં નવાઝુદ્દીન સિદ્દીકી ખેતરમાં કામ કર્યાં બાદ હાથ-પગ ધોતા જોવા મળ્યો હતો. નવાઝે વ્હાઈટ ટી શર્ટ તથા ડાર્ક રંગનું પેન્ટ પહેર્યું હતું. આ સાથે જ નવાઝ એકદમ દેશી અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે માથે ગમછો બાંધ્યો હતો. હાથમાં પાવડો પણ જોવા મળ્યો હતો. આ વીડિયો શૅર કરીને નવાઝે કહ્યું હતું કે આજના દિવસનું કામ પૂરું.

નવાઝના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’માં અથિયા શેટ્ટી સાથે જોવા મળ્યો હતો. ડિજિટલ પ્લેટફોર્મ પર નવાઝની ફિલ્મ ‘ઘૂમકેતુ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ પણ હતો.

અંગત જીવનને કારણે ચર્ચામાં
બીજી તરફ નવાઝુદ્દીન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. નવાઝની પત્ની આલિયા સિદ્દીકીએ ડિવોર્સની નોટિસ મોકલી છે. જોકે, હજી સુધી નવાઝે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. નવાઝ તથા આલિયાએ વર્ષ 2009માં લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી તથા એક દીકરો છે. નવાઝના આ બીજા લગ્ન છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nawazuddin Siddiqui was seen working on his farm in his hometown


from Divya Bhaskar https://ift.tt/3fMOOCc
https://ift.tt/3fMPgjS

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...