Wednesday, June 17, 2020

રિયા ચક્રવર્તી એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કરવાની હતી, સાથે રહેવા માટે ઘર શોધી રહ્યાં હતાં

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લેતા દરેક લોકોના મનમાં એ સવાલ છે કે એવું તો શું હતું કે તેણે આત્મહત્યા કરવી પડી. કેટલાંક લોકો માની રહ્યાં છે કે તે પોતાના પ્રોફેશનલ કરિયરને લઈ મુશ્કેલીમાં હતો તો કેટલાંક માની રહ્યાં છે કે રિયા ચક્રવર્તી સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. હવે, એવા સમાચાર આવ્યા છે કે રિયા તથા સુશાંત વર્ષના અંતમાં લગ્ન કરવાના હતાં અને તેની તૈયારીઓ પણ થઈ ગઈ હતી.

સુશાંત તથા રિયાના લગ્નની વાત પ્રોપર્ટી ડીલર સની સિંહે કરી હતી. આજ તક સાથેની વાતચીતમાં ડીલરે કહ્યું હતું કે બંને સાથે રહેવા માટે ઘર શોધી રહ્યાં હતાં. રિયાએ ડીલરને કહ્યું હતું કે તે સુશાંત સાથે લગ્ન કરવાની છે અને તેથી જ ઘરની શોધમાં છે. સુશાંત આ પહેલાં જ્યાં રહેતો હતો ત્યાં લેટ નાઈટ પાર્ટીને કારણે આસપાસના લોકોએ ફરિયાદ કરી હતી. આ જ કારણથી તે બેવાર ઘર બદલી ચૂક્યો હતો. ડીલરે કહ્યું હતું કે જે ઘરમાં સુશાંતે ફાંસી લગાવી તે ઘર પણ રિયા તથા એક્ટરે સાથે મળીને લીધું હોવાની શક્યતા છે.

સુશાંતના કાકાના દીકરાએ પણ લગ્નની વાત કરી હતી
એક્ટરના નિધન બાદ કાકાના દીકરાએ પણ કહ્યું હતું કે સુશાંત વર્ષના અંત સુધીમાં લગ્ન કરવાનો હતો અને પરિવાર તૈયારી માટે મુંબઈ આવવાનો હતો. જોકે, કાકાના દીકરાએ એ નહોતું કહ્યું કે સુશાંત કોની સાથે લગ્ન કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે થોડાં સમયથી સુશાંત તથા રિયા સાથે સમય પસાર કરતાં જોવા મળ્યાં હતાં. બંને ક્યારેક લંચ તો ક્યારેક ડિનર ડેટ પર જતા હતાં. બંનેએ ક્યારેય પોતાના સંબંધોને લઈ વાત કરી નથી પરંતુ સોશિયલ મીડિયામાં બંને એકબીજાની તસવીરો પોસ્ટ કરતાં હતાં. જોકે, સુશાંતે આ વર્ષની શરૂઆતમાં ઈન્સ્ટાગ્રામ પરથી ઘણી બધી તસવીરો ડિલીટ કરી નાખી હતી. થોડાં મહિના પહેલાં સુશાંત તથા રિયા લદ્દાખમાં વેકેશન મનાવવા ગયા હતાં. સુશાંતના જન્મદિવસ પર રિયાએ સ્પેશિયલ પોસ્ટ શૅર કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
property dealer said, rhea chakraborty planning to marry sushant singh rajput end of the year


from Divya Bhaskar https://ift.tt/2NaTkOp
https://ift.tt/2UUTAWm

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...