Sunday, June 21, 2020

સેલિબ્રિટીઓના ધન યોગ: શિલ્પા શેટ્ટીથી જેનિફર લોપેઝ યોગમાંથી ચિક્કાર ભોગ કમાય છે

દર વર્ષે 21 જૂને ઇન્ટરનેશનલ યોગ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક સેલેબ્સ ભારતના પ્રાચીન યોગ સાથે સારી રીતે સંકળાયેલ છે અને તેમાંથી પૈસા પણ કમાય છે. મલાઈકા અરોરા, શિલ્પા શેટ્ટી જેવા સેલેબ પોતે રોજ યોગ કરે છે અને અન્ય લોકોને પણ યોગ કરવા માટે પ્રેરે છે. એટલું જ નહીં, તેને બિઝનેસ તરીકે વિકસાવીને કલદાર પણ રળે છે.

શિલ્પા શેટ્ટીની યોગ અને યોગથી મળતા ભોગની કહાની....

DVD બહાર પાડી
શિલ્પા શેટ્ટીએ 19 વર્ષ પહેલાં સર્વાઇકલ સ્પોન્ડિલોસિસને મટાડવા માટે યોગ કરવાની શરૂઆત કરી હતી. દેશના પ્રાચીન યોગને વિશે શિલ્પા પહેલેથી ઉત્સુક હતી. તેણે 2008માં નવી દિલ્હીમાં તેની પહેલી યોગ DVD અને VCD 'શિલ્પા'સ યોગા' લોન્ચ કરી હતી હતી. તેમાં તે યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે જોવા મળી હતી. થોડા વર્ષો બાદ તેણે બીજી DVD પણ બહાર પાડી હતી.

હેલ્થમાં ઇન્વેસ્ટમેન્ટ
શિલ્પા ઘણા બધા બિઝનેસમાં સામેલ છે. અમુક વર્ષ પહેલાં તેણે પોતાની યુ ટ્યુબ ચેનલ પર વર્કઆઉટ વીડિયોઝ શેર કર્યા. ત્યારે તેને થયું કે જો તે તેમાં વેલ્યુ એડ નહીં કરે તો લોકોને જે ફોલો કરાવવા ઈચ્છે છે તે ફોલો નહીં કરે. તેણે બધા વીડિયોઝ ફરી શૂટ કર્યા તેમાં વધુ માહિતી અને ટેક્નિક ઉમેરી. મીડિયા સાથેની વાતચીતમાં શિલ્પાએ કહેલું, 'મારે આની પાછળનું વિજ્ઞાન શેર કરવું હતું અને મેં વધારાના 200 કલાકનું કન્ટેન્ટ શૂટ કર્યું. તેમાં મને બે વર્ષ લાગ્યા. આ વેન્ચર ત્યારે જ બન્યું જ્યારે મેં નવું મટિરિયલ ભેગું કરી લીધું હતું. મેં અંગત રીતે સમય અને પૈસા આપ્યા છે, આ બધું જાતે ઊભું કર્યું છે. મારા માટે આ હેલ્થમાં ઇન્વેસ્ટમેન્ટ છે.'

ખુદની એપ લોન્ચ કરી
શિલ્પા શેટ્ટીએ લોકોને જાગૃત કરીને હેલ્ધી બનાવવાના હેતુથી એપ 2019માં લોન્ચ કરી જે સૌપ્રથમ iOS પ્લેટફોર્મ પર લોન્ચ થઇ અને ત્યારબાદ એન્ડ્રોઇડ પર. એપ 15 પ્રોગ્રામ્સ સાથે લોન્ચ કરવામાં આવી હતી, જેમાં 21 દિવસ વજન ઘટાડવા માટેનો પ્રોગ્રામ સામેલ હતો અને તેમાં ડેઇલી યોગ રૂટિન, ફ્લેટ બેલી પ્રોગ્રામ, પોસ્ટ પ્રેગ્નન્સી વેઇટ લોસ પ્રોગ્રામ ઉપરાંત ટાર્ગેટ બેઝડ, યોગ રૂટિન અને ડાયટ પ્લાન્સ વગેરે ઓફર કરવામાં આવે છે.

iOS પ્લેટફોર્મ પર એપ લોન્ચ થઇ અને લોકોએ તેને સારો રિસ્પોન્સ આપ્યો. લોન્ચ થયાના થોડા જ સમયમાં iOS પ્લેટફોર્મ પર હેલ્થ અને ફિટનેસ એપ્સના ચાર્ટમાં શિલ્પાની એપ ત્રીજા નંબર પર આવી ગઈ હતી.

ફોટો સ્ટુડિયોમાં રહેનાર 46 વર્ષીય એક્ટ્રેસ અને મોડલ મલાઈકા અરોરાની યોગ સ્ટુડિયોની સ્ટોરી....

ડિવા યોગ સ્ટુડિયો
મલાઈકાએ મુંબઈમાં એક યોગ સ્ટુડિયો તૈયાર કર્યો છે જેનું નામ 'ડિવા યોગ' છે. આ યોગ સ્ટુડિયો તેણે સર્વ નામના સ્ટાર્ટઅપ સાથે મળીને તૈયાર કર્યો છે. બાંદ્રામાં આવેલ આ સ્ટુડિયો ખાસ મહિલાઓ માટે છે. તે આ સ્ટુડિયોની વધુ ને વધુ બ્રાન્ચ ખોલવા ઈચ્છે છે.

પેરેન્ટ કંપની સર્વની કો-ફાઉન્ડર
આ સ્ટાર્ટઅપની શરૂઆત સર્વેશ શશી નામના યોગ આંત્રપ્રેનરે કરી હતી. તે હાલ આ સ્ટાર્ટઅપના CEO પણ છે. મલાઈકાએ સર્વેશ સાથે મળીને જ તેનું વેન્ચર ડિવા યોગ સ્ટુડિયો શરૂ કર્યું હતું. મલાઈકા અરોરાએ આ સ્ટાર્ટઅપમાં રોકાણ પણ કર્યું છે. યોગ અને વેલનેસ સ્ટાર્ટઅપ સર્વના 31 શહેરમાં કુલ 91 સ્ટુડિયો છે. વર્ષ 2020માં તેઓનો 500 જેટલા સ્ટેટ ઓફ આર્ટ સ્ટુડિયો ખોલવાનો ટાર્ગેટ છે. તેમની એપ પણ છે જેના પરથી તમે યોગ શીખી શકો છો.

સર્વના સર્વેસર્વા
આ સ્ટાર્ટઅપમાં મલાઈકા અરોરાની સાથે શાહિદ કપૂર, મીરા રાજપૂત, રજનીકાંતની દીકરી ઐશ્વર્યા આર. ધનુષ ઉપરાંત હોલિવૂડ પોપ સ્ટાર જેનિફર લોપેઝ, અમેરિકન બેસબોલ લેજન્ડ અલેક્સ રોડ્રિગ્ઝ તથા ફિટનેસ પ્રોગ્રામ ઝુમ્બા સહિત બીજી કંપનીઓએ પણ રોકાણ કર્યું છે. ક્રિકેટર શિખર ધવને પણ આ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. ગ્લોબલ ઇન્વેસ્ટરની મદદથી સર્વએ 8 મિલિયન ડોલરથી પણ વધુનું રોકાણ ઊભું કરી લીધું છે.

View this post on Instagram

I'm both humbled and in excitement as I write this caption. To know that SARVA has the support and confidence of two of the biggest names in Fashion and Fitness Industry as they back SARVA' s mission and believe in the message that we stand for! @jlo is an icon who promotes fitness and truly believes in the lifestyle of yoga and mindfulness. She is an inspiration and we are very happy to have her on board as an investor in @sarvayogastudios @malaikaaroraofficial my dearest partner, she truly is a Diva who in the time I have known her has enchanted me with her commitment to living a fit lifestyle and encouraging others to do so! After the amazing partnership that we have for @thedivayoga she has joined forces with SARVA and I officially welcome her as the Co-Founder of @sarvayogastudios! I cannot wait to see where this new beginning takes us! I would like to thank both of these wonderful women for being so motivational and inspiring not just to me but to millions out there! It's an honor to have you'll on board! . . . #blessed #thankful #honored #happy #yoga #sarva #jenniferlopez #malaikaarora #investor #healthylifestyle #fitness #yogainspiration #yogalife #mindfulness #hustle #entrepreneur #goodvibes #positivity #bestoftheday #wellness #yogajourney #yogaeverydamnday #yogalove #fitfam #fitspo #modernyogi #instagram #instadaily #instagood #motivation

A post shared by Sarvesh Shashi (@sarvesh_shashi) on May 2, 2019 at 12:16am PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
International Yoga Day: Celebs who are earning from yoga business and startups


from Divya Bhaskar https://ift.tt/2YhfyVw
https://ift.tt/3hGqkfA

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...