Thursday, May 21, 2020

બોલિવૂડ સેલેબ્સે અમ્ફાન સાઈક્લોનમાં લોકો સલામત રહે તેવી પ્રાર્થના કરી, કહ્યું- ઓછામાં ઓછું નુકસાન થાય

ભારતમાં વાવાઝોડું અમ્ફાને કોલકાતામાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. સોશિયલ મીડિયામાં ચક્રવાતના અનેક વીડિયો વાયરલ થયા છે, જેમાં કોલકાતામાં થયેલી ખાનાખરાબી જોઈ શકાય છે. દેશભરના લોકો કોલકાતાને લઈને પ્રાર્થના કરી રહ્યાં છે. બોલિવૂડ સ્ટાર્સે પણ ટ્વિટર પર ચિંતા પ્રગટ કરી હતી.

બોલિવૂડ સ્ટાર્સે પ્રાર્થના કરી
કરન જોહર, ડિરેક્ટર શૂજિત સરકાર, રણવીર શૌરી, વિકી કૌશલ, મિમી ચક્રવર્તી સહિતના સેલેબ્સે કોલકાતા માટે પ્રાર્થના કરી હતી અને લોકોની હિંમત વધારી હતી.

કરન જોહરે ટ્વીટ કરી હતી, શું આ વર્ષ હજી વધુ ખરાબ બની શકે છે, બંગાળ સુરક્ષિત રહે, અમે તમારી સુરક્ષા માટે પ્રાર્થના કરીએ છીએ.

ડિરેક્ટર શૂજિત સરકારે કહ્યું હતું, પહેલાં ક્યારેય ના જોવાયેલો ભયાનક અનુભવ છે. અમ્ફાન ચક્રવાત ભયાવહ છે. ઓછામાં ઓછું નુકસાન થાય તેવી પ્રાર્થના કરું છું.

એક્ટ્રેસ મિમી ચક્રવર્તીએ પોતાના ઘરેથી એક વીડિયો શૂટ કરીને ટ્વીટ કર્યો હતો અને કહ્યું હતું, મારી બારી ગમે ત્યારે તૂટી શકે છે. મેં આ પહેલાં ક્યારેય આવું જોયું નહોતું. શું બકવાસ વર્ષ છે.

એક્ટ્રેસ શ્રુતિ સેઠે ટ્વીટ કરી હતી, પ્રાર્થના કરું છું. આશા છે કે કુદરતનો વધુ કોપ જોવા ના મળે.

વિકી કૌશલે કહ્યું હતું કે કોલકાતાના ભયભીત કરનારા વીડિયો જોયા. ચક્રવાતની અસર હેઠળના તમામ વિસ્તારોના લોકોની સલામતી માટે પ્રાર્થના કરું છું.

શબાના આઝમીએ ટ્વીટ કરીને કહ્યું હતું, બંગાળ તથા ઓરિસ્સા અંગે વિચારું છું. ટીવી પર ભયાવહ દૃશ્યો જોયા. બધા સલામત રહે.

રણવીર શૌરીએ ટ્વીટ કરીને કહ્યું હતું, તમામ લોકોની સલામતી માટે પ્રાર્થના કરું છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bollywood stars express concern over people affected by cyclone Amphan


from Divya Bhaskar https://ift.tt/3gceysz
https://ift.tt/2XkzDZe

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...