ફરહાન અખ્તરે 1000 પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપ્મેન્ટ (PPE) કિટ્સ કોરોનાવાઈરસ ફ્રન્ટલાઈન વર્કર્સને દાનમાં આપી છે. ફરહાને સોશિયલ મીડિયામાં આ અંગેનો વીડિયો શૅર કર્યો હતો.
46 વર્ષીય ફરહાન અખ્તરે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું હોસ્પિટલના મેડિકલ સ્ટાફ તથા ટીમને PPE કિટ્સની ઘણી જ જરૂરી છે. તેણે વધુમાં કહ્યું હતું કે તે સરકારી હોસ્પિટલમાં એક હજાર PPE કિટ્સ આપે છે. ફરહાને ચાહકોને પણ અપીલ કરી હતી કે તેઓ પણ PPE કિટ્સનું દાન કરે. તેણે કહ્યું હતું કે જે ચાહકો આ રીતે દાન કરશે તેમનોતે અંગત રીતે ફોન, મેસેજ કે વીડિયો કોલ કરીને આભાર વ્યક્ત કરશે.
Help our COVID 19 warriors.
— Farhan Akhtar (@FarOutAkhtar) May 7, 2020
I am personally donating 1000 PPE kits which are in need across India for our doctors/medical staff
For ur contribution, I’ll send u a personal thanks by mention/video shout/video call for ur generosity
Log in- https://t.co/8Mcz0LAN7w
🙏 pic.twitter.com/AjRgu7LTFC
કેવી રીતે દાન કરી શકાય?
ફરહાનેચાહકોને કેવી રીતે કોન્ટ્રીબ્યૂશન આપી શકાય તેની માહિતી આપી હતી અને એક PPE કિટ કેટલાની આવે તે પણ જણાવ્યું હતું. એક્ટરે કહ્યું હતું કે એક PPE કિટની કિંમત 650 રૂપિયા છે અને તે જે હોસ્પિટલમાં સૌથી વધુ જરૂર હોય ત્યાં પહોંચાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં શાહરુખ ખાને પણ 25 હજાર PPE કિટ્સ ડોનેટ કરી હતી. આ ઉપરાંત વિદ્યા બાલન તથા સોનાક્ષી સિંહાએ પણ PPE કિટ્સ માટે પોતાનું કોન્ટ્રીબ્યૂશન આપ્યું હતું અને ચાહકોને દાન આપવાની અપીલ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YGCgqJ
https://ift.tt/2YGdGq1
No comments:
Post a Comment
If you have any doubts please let me know!